Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Una Firing Case માં મોટો ખુલાસો, AAP ઉમેદવાર Ajay Bambhaniya એ પોતે રચ્યું હતુ તરકટ! જાણો

ઉનામાં AAP ઉમેદવાર અજય બાંભણિયા પર થયેલા ફાયરિંગની ઘટના પોલીસ તપાસમાં ખોટી સાબિત થઈ છે. ચૂંટણીમાં વિરોધીઓને ફસાવવા માટે તેમણે જાતે જ હુમલાનું નાટક રચ્યું હતું. પોલીસની સઘન પૂછપરછ અને તપાસમાં આ ષડયંત્રનો પર્દાફાશ થયો છે. આરોપીની ધરપકડ કરી છે અને ખોટી ફરિયાદ બદલ કડક કાર્યવાહી હાથ ધરી છે.
una firing case માં મોટો ખુલાસો   aap ઉમેદવાર ajay bambhaniya એ પોતે રચ્યું હતુ તરકટ  જાણો
Advertisement
  • Una Firing Case માં મોટો ખુલાસો
  • પોલીસ તપાસમાં ફાયરિંગની ઘટના ખોટી હોવાનું આવ્યું સામે
  • ફરિયાદી પોતે જ ફાયરિંગ થયાનું રચ્યું હતું નાટક

Una Firing Case: ગીરસોમનાથ (Gir Somnath) જિલ્લાના ઉનામાં ગઈકાલે રાત્રે થયેલા ફાયરિંગ (Firing) ના બનાવમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જે હુમલાને લઈને રાજકીય ગરમાવો આવ્યો હતો, તે હુમલો ખરેખર થયો જ નહોતો, પરંતુ ફરિયાદીએ પોતે જ આ આખું નાટક (Drama) રચ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે પોલીસે આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર અજય બાંભણિયા (Ajay Bambhaniya) ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તપાસમાં થયો ભાંડો ફૂટ્યો

ઘટનાની વિગતો મુજબ ગઈકાલે રાત્રે 9 વાગ્યાની આસપાસ AAP ના ઉમેદવાર અજય બાંભણિયા પર ફાયરિંગ થયું હોવાની ઘટના બની હતી.  આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા અજયભાઈને તાત્કાલિક સારવાર માટે ઉના (Una) સ્થિત એપેક્ષ હોસ્પિટલ (Apex Hospital) ખાતે ખસેડવામાં આવ્યા  હતા.  આ અંગે અજય બાંભણિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસને શરૂઆતથી જ આ ઘટના શંકાસ્પદ લાગતી હતી. ગીરસોમનાથ પોલીસે ટેક્નિકલ એવિડન્સ અને FSL (Forensic Science Laboratory) રિપોર્ટનો સહારો લીધો હતો. જેમાં ફાયરિંગના દાવા કરવામાં આવ્યા હતા, તે હકીકત સાથે મેળ ખાતા નહોતા. અંતે પોલીસની સઘન પૂછપરછમાં આરોપીનો ભાંડાફોડ થયો છે.

Advertisement

રાજકીય ષડયંત્રનો પર્દાફાશ

તપાસમાં સામે આવ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Elections) માં પોતાના વિરોધીઓને (Opponents) ખોટી રીતે ફસાવવા અને લોકોની સહાનુભૂતિ મેળવવા માટે આ હુમલાનું તરકટ રચવામાં આવ્યું હતું. આરોપીએ પોતે જ હથિયારનો ઉપયોગ કરીને હુમલાનો સીન ઉભો કર્યો હતો. પોલીસ પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે કાયદો અને વ્યવસ્થા (Law and Order) સાથે રમત કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. હાલ પોલીસે ખોટી ફરિયાદ અને ષડયંત્ર રચવા બદલ ગુનો દાખલ કર્યો છે. સાથે સાથે આરોપી અજય બાંભણિયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચોઃ Mehsana ની મર્ચન્ટ નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીનો આપઘાત, ભણતરનું ભારણ કે બીજું કંઈ?

Tags :
Advertisement

.

×