Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot ના ધોરાજીમાં હિટ એન્ડ રનની ઘટના, યુવતીનું મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ

રાજકોટના ધોરાજીમાં હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી. યુવતી રોડક્રોસ કરી રહી હતી તે વખતે અકસ્માત સર્જાયો હતો.
rajkot ના ધોરાજીમાં હિટ એન્ડ રનની ઘટના  યુવતીનું મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ
Advertisement
  • રાજકોટના ધોરાજીમાં હિટ એન્ડ રનની ઘટના
  • અકસ્માતમાં આશાસ્પદ યુવતીએ જીવ ગુમાવ્યો
  • સુપેડી ગામ નજીક હિટ એન રનમાં યુવતીનું મોત

રાજકોટ જિલ્લાના ધોરાજનાં સુપેડી ગામ નજીક હિટ એન્ડ રનમાં એક યુવતીએ જીવ ગુમાવ્યો હતો. તાલાળા ગામમાં રહેતી અને સુપેડી ગામમાં ઈવા આયુર્વેદ કોલેજમાં અભ્યાસ કરતી અક્ષિતાબેન જીવરાજભાઈ વાળા વેકેશનમાં ઘરે આવ્યા હતા. વેકેશન પૂર્ણ થવાનું હોઈ બસમાંથી ઉતરી સુપેડી ગામમાં ઉતર્યા હતા. ત્યારે કોલેજ તરફ જવા માટે રસ્તો ક્રોસ કરતા હતા. તે વખતે પાછળથી અજાણ્યા બોલેરો વાહન ચાલકે યુવતીને હડફેટે લઈ ફરાર થઈ ગયો હતો.

Advertisement

પોલીસે બોલેરો કાર ચાલકની શોધખોળ હાથ ધરી

યુવતીને ગંભીર ઈજાઓ પહોંચતા લોકો દ્વારા ઈમરજન્સી 108 ને અકસ્માત બાબતે જાણ કરતા 108 તાત્કાલીક ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને યુવતીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સારવાર દરમ્યાન અક્ષિતાબેન જીવરાજભાઈ વાળાનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી બોલેરો કાર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.

Advertisement

આ પણ વાંચોઃ VIDEO : Mahuva માં એસટી બસમાં છેડતી કરનાર લંપટ ડ્રાઈવરને મહિલાએ મેથીપાક ચખાડ્યો

તબીબે યુવતીને મૃત જાહેર કરી

આ ઘટના બનતાં સ્થાનિક લોકોએ માનવંતાની રૂપે એક અન્ય ફોરવિલ ફેમિલી સાથે નિકળી હતી. તેમાં તાત્કાલિક ઉપલેટાની કોટેઝ હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત યુવતીને ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી.

આ પણ વાંચોઃ VIDEO: Rajkot ગોકુલધામ આવાસમાં હચમચાવી નાખે તેવી ઘટના, પોલીસે મહિલાનું નિવેદન નોંધ્યું

ઘટનાને લઈને પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ

આ બનાવને લઈને તાલાળાથી આયુર્વેદ ડોક્ટર બનવાનું સ્વપ્નૂ લઈને સુપેડી ઈવા આયુર્વેદ કોલેજમાં અભ્યાસ કરતી યુવતી અને તેમના પરિવારજનોનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું હતું. યુવતી અને તેમના પરિવાર જનો અને સુપેડી ગામમાં આવેલ ઈવા આયુર્વેદ કોલેજમાં આ ઘટનાને લઈને શોકની લાગણી છવાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ ઉપલેટા પોલીસ તંત્રને થતાં ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને નેશનલ હાઇવે ઓથોરિટીનાં સી સી ટીવી કેમેરા માં ઘટનાની તપાસ કરી રહી છે

આ પણ વાંચોઃ CCTV : Morbi ના આમરણ નજીક એસટી બસની પાછળ કાર ઘુસી જતા બે ના મોત, બે ઈજાગ્રસ્ત

Tags :
Advertisement

.

×