અસમના મંદિરમાં યુવતી સાથે ગેંગરેપ, વીડિયો બનાવીને વ્હોટ્સએપ પર VIRAL કર્યો
- મંદિર પરિસરમાં જ યુવતી સાથે દુષ્કર્મ
- મંદિર પરિસરના ખુણામાં લઇ જઇને દુષ્કર્મ
- સ્થાનિકોએ કહ્યું નશેડીઓનો ત્રાસ પહેલાથી જ
ગુવાહાટી : અસમના ગુવાહાટીમાં મંદિર પરિસરમાં એક મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ મામલે શુક્રવારે 8 લોકોની ધરપકડ કરવામાં આવી. પોલીસે આ માહિતી આપી છે. સીનિયર અધિકારીએ જણાવ્યું કે, ગોરચુક વિસ્તારમાં થયેલી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થવા લાગ્યો હતો. ત્યાર બાદ કાર્યવાહી કરતા આ ધરપકડ કરવામાં આવી. 7 આરોપીઓની પહેલા જ ધરપકડ કરી લેવાઇ હતી જ્યારે 8 મો વ્યક્તિને પછીથી એરેસ્ટ કરવામાં આવ્યો. ગુવાહાટી પોલીસ અધિકારી દિગંત બરાહે જણાવ્યું કે, સામુહિક બળાત્કારનો વીડિયો શુક્રવારે સવારે એક પત્રકાર પાસેથી અમને મળ્યો હતો.
પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી
દિગંત બરાહે કહ્યું કે, પ્રાપ્ત માહિતી અનુસાર અને વીડિયોનો અભ્યાસ કર્યા બાદ વિશ્લેષણના આધારે પોલીસ ટીમે ગોરચુક અને જાલુકબારી પોલીસ સ્ટેશન અંતર્ગત અલગ અલગ સ્થળો પર તત્કાલ દરોડા પાડવામાં આવ્યા. વીડિયોમાં દેખાઇ રહેલા લોકોની ઓળખની પૃષ્ટિ બાદ તેમની ધરપકડ કરવામાં આવી. તેમણે જણાવ્યું કે, તમામ આરોપીઓની ઉંમર 18 થી 23 વર્ષ વચ્ચે છે. પોલીસ આયુક્તે જણાવ્યું કે, મહિલાની ઓળખ હજી સુધી થઇ શકી નથી. તપાસ ચાલી રહી છે. આઠમા આરોપીની પણ ધરપકડ કરી લેવાઇ છે જે ફરાર હતો.
આ પણ વાંચો : 18 વર્ષ પછી મહિલામાં માનવતા જાગી, કહ્યું- મારી સાથે દુષ્કર્મ ખેલાડીઓએ
વીડિયો દ્વારા કરવામાં આવી 9 લોકોની ઓળખ
એક અન્ય પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઘટના 17 નવેમ્બરે ત્યારે થઇ જ્યારે સમગ્ર વિસ્તારમાં રાસ ઉત્સવ મનાવાઇ રહ્યો હતો. તેમણે કહ્યું કે, અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીઓમાંથી એક મહિલાને મંદિર પરીસરમાં લઇ ગયો હતો. જ્યાં તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યો અને સમગ્ર ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, 9 લોકોની ઓળખ થઇ ગઇ છે. જે પૈકી એક ફરાર છે. સ્થાનીક રહેવાસીઓએ આરોપ લગાવ્યો કે, મંદિરની આસપાસના વિસ્તારમાં નશેડીઓ ફરતા રહે છે. જેના કારણે હંમેશા ડરનો માહોલ રહે છે.
આ પણ વાંચો : Ahmedabad : વિપક્ષ નેતા Shehzad Khan Pathan નો મોટો આરોપ! કહ્યું - 4 વર્ષમાં 100 કરોડ ચૂકવ્યાં છતાં..!