ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Devbhumi Dwarka: 30 ફૂટ ઉંડા બોરવેલમાં બાળકી ફસાઈ

દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લાના રાણ ગામમા બાળકી બોરવેલમાં ફસાતા સૌના શ્વાસ અદ્ધર થઇ ગયા છે. અઢી વર્ષની એન્જલ નામની બાળકી રમતાં રમતાં બોરવેલમાં પડી જતાં તાત્કાલિક વહિવટીતંત્રને જાણ કરાઇ હતી. દેવભૂમિ દ્વારકાના (Devbhumi Dwarka) તંત્ર દ્વારા બાળકીને બચાવાના પ્રયાસો...
05:12 PM Jan 01, 2024 IST | Vipul Pandya
દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લાના રાણ ગામમા બાળકી બોરવેલમાં ફસાતા સૌના શ્વાસ અદ્ધર થઇ ગયા છે. અઢી વર્ષની એન્જલ નામની બાળકી રમતાં રમતાં બોરવેલમાં પડી જતાં તાત્કાલિક વહિવટીતંત્રને જાણ કરાઇ હતી. દેવભૂમિ દ્વારકાના (Devbhumi Dwarka) તંત્ર દ્વારા બાળકીને બચાવાના પ્રયાસો...
Girl trapped in 30 feet deep borewell

દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લાના રાણ ગામમા બાળકી બોરવેલમાં ફસાતા સૌના શ્વાસ અદ્ધર થઇ ગયા છે. અઢી વર્ષની એન્જલ નામની બાળકી રમતાં રમતાં બોરવેલમાં પડી જતાં તાત્કાલિક વહિવટીતંત્રને જાણ કરાઇ હતી. દેવભૂમિ દ્વારકાના (Devbhumi Dwarka) તંત્ર દ્વારા બાળકીને બચાવાના પ્રયાસો શરુ કરાયા છે. એનડીઆરએફની ટુકડીને પણ સ્થળ પર બોલાવાઇ છે.

30 ફૂટ ઉંડા બોરવેલમાં પડી ગઇ

દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લાના રાણ ગામમાં કાળુ કંપી ઉઠે તેની ઘટના સર્જાઇ છે. રાણ ગામમાં રહેતી એન્જલ સાખરા નામની બાળકી રંમતાં રમતાં 30 ફૂટ ઉંડા બોરવેલમાં પડી ગઇ છે. બોરેવલમાં બાળકી ફસાઇ જતાં તેના પરિવાર સહિત સમગ્ર ગામમાં રોકકળ મચી ગઇ છે.

એનડીઆરએફની ટીમને પણ જાણ કરાઇ

ઘટનાની જાણ થતાં વહિવટી તંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ખાસ સાધનોનો ઉપયોગ કરીને બાળકીને બચાવાના પ્રયાસો શરુ કરાયા છે. વધુ મદદ માટે એનડીઆરએફની ટીમને પણ જાણ કરાઇ છે.

એન્જલને બચાવવા ઠેર ઠેર પ્રાર્થના

હાલ છેલ્લા બે કલાકથી એન્જલને બચાવવાના પ્રયાસો ચાલું છે. બીજી તરફ નાનકડી એન્જલને બચાવવા ઠેર ઠેર પ્રાર્થના પણ થઇ રહી છે.

આ પણ વાંચો---AHMEDABAD CIVIL : માતા-પિતા માટે ચેતવણી સમાન કિસ્સો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ.

Tags :
BorewellDevbhumi DwarkaDwarkaGUJARAT. GUJARAT FIRSTrescue-operation
Next Article