ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગ્લેન મેક્સવેલ બન્યો T20 ક્રિકેટમાં 'શતકવીર', કરી રોહિત શર્માની બરાબરી

ઓસ્ટ્રેલિયાના ધમાકેદાર બેટ્સમેન ગ્લેન મેક્સવેલના નામે હવે વધુ એક વિક્રમ સર્જાયો છે. ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલ T20 મુકાબલામાં ગ્લેને જોરદાર બેટિંગ કરતાં એવો વિક્રમ બનાવ્યો છે કે તેમના નામે હવે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં નવો રેકોર્ડ નોંધાયો છે.  ...
07:24 PM Feb 11, 2024 IST | Harsh Bhatt
ઓસ્ટ્રેલિયાના ધમાકેદાર બેટ્સમેન ગ્લેન મેક્સવેલના નામે હવે વધુ એક વિક્રમ સર્જાયો છે. ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલ T20 મુકાબલામાં ગ્લેને જોરદાર બેટિંગ કરતાં એવો વિક્રમ બનાવ્યો છે કે તેમના નામે હવે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં નવો રેકોર્ડ નોંધાયો છે.  ...

ઓસ્ટ્રેલિયાના ધમાકેદાર બેટ્સમેન ગ્લેન મેક્સવેલના નામે હવે વધુ એક વિક્રમ સર્જાયો છે. ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલ T20 મુકાબલામાં ગ્લેને જોરદાર બેટિંગ કરતાં એવો વિક્રમ બનાવ્યો છે કે તેમના નામે હવે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં નવો રેકોર્ડ નોંધાયો છે.

 

વેસ્ટ ઈન્ડિઝ હાલ ઓસ્ટ્રેલિયાની મુલાકાતે છે, જ્યાં તેમના વચ્ચે ત્રણ T20 મેચની શ્રેણી રમાઈ રહી છે. જેમાં દ્વિતીય મેચમાં મેક્સવેલે 55 બોલમાં 120 રન બનાવ્યા હતા. ગ્લેનની શાનદાર ઇનિંગ્સના કારણે ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 241 રન બનાવ્યા હતા. મેક્સવેલની આ પાંચમી T20 આંતરરાષ્ટ્રીય સદી હતી અને તેણે વિશ્વમાં સૌથી વધુ T20 સદી ફટકારવાના રોહિત શર્માના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. મેક્સવેલે આ પહેલા ડિસેમ્બરમાં ભારત સામે તેની ચોથી T20 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી.

T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ સદી

ગ્લેન મેક્સવેલ- 5 સદી (102 મેચ)
રોહિત શર્મા- 5 સદી (151 મેચ)
સૂર્યકુમાર યાદવ- 4 સદી (60 મેચ)
કોલિન મુનરો- 3 સદી (65 મેચ)
બાબર આઝમ- 3 સદી (109 મેચ)

ગ્લેન મેક્સવેલની 5 સેંચુરી 

1. 145 (65) વિ શ્રીલંકા.
2.  120(55) વિ વેસ્ટ ઈન્ડિઝ.
3.  113(55) વિ. ભારત.
4.  104(48) વિ. ભારત.
5.  103(58) વિ ઈંગ્લેન્ડ.

થોડા સમય પહેલા થયો હતો વિવાદ

ગ્લેન મેક્સવેલ પણ હાલમાં જ એક વિવાદમાં ફસાયા હતા. પબમાં પાર્ટી બાદ તેની તબિયત બગડી હતી. એવા અહેવાલો આવ્યા હતા કે તેણે વધુ પડતું નશો કર્યો હતો. તે પહેલા પણ તે સતત ઈજાઓ વગેરે સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. પરંતુ તે ક્રિકેટના મેદાનમાં વાપસી કરવામાં કોઈ કસર છોડતો નથી. તે સતત તેના બેટથી ટીકાઓનો જવાબ આપી રહ્યો છે.

આ પણ વાંચો -- IPL 2024 માં ધોની સાથે CSK ના રંગમાં રંગાશે કેટરીના કૈફ

Tags :
Babar AzamCOLLIN MUNROCricket AustraliaGlenn MaxwellMOST CENTURIESrecordrohit sharmaSURYA KUMAR YADAVT20 CricketWest Indies
Next Article