Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Godhra Municipality Election: ગોધરામાં ભાજપની ઐતિહાસિક જીત, વિપક્ષના સૂપડા સાફ

ગોધરાના રાજકારણમાં દાયકાઓ બાદ એક નવો અધ્યાય શરૂ થયો છે. નવા સીમાંકન અને ગ્રામ પંચાયતોના જોડાણ પછી યોજાયેલી આ પ્રથમ ચૂંટણીએ એવા પરિણામો આપ્યા છે જેણે રાજકીય પંડિતોને પણ ચોંકાવી દીધા છે. ભાજપે આ વખતે જે વ્યૂહરચના અપનાવી તેનાથી સત્તાનું આખું ગણિત બદલાઈ ગયું છે.
godhra municipality election  ગોધરામાં ભાજપની ઐતિહાસિક જીત  વિપક્ષના સૂપડા સાફ
Advertisement
  • Godhra નગરપાલિકામાં ભાજપની ઐતિહાસિક ક્લીન સ્વીપ!
  • ગોધરાની 44 માંથી 27 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય
  • 6 વોર્ડમાં ભાજપની પેનલ વિજેતા થતા કાર્યકરોમાં ઉત્સાહ
  • નવા સીમાંકન બાદ યોજાયેલી ચૂંટણીમાં ભાજપની ધમાકેદાર એન્ટ્રી
  • અપક્ષોના ટેકા વગર પ્રથમવાર ભાજપ બનાવશે પોતાની બોર્ડ
  • 4 મહિલા ઉમેદવારો ચૂંટણી પૂર્વે જ બિનહરીફ વિજેતા થયા હતા

Godhra Municipality Election Result: જિલ્લાના મુખ્ય મથક એવા ગોધરામાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામોએ રાજકીય ગરમાવો લાવી દીધો છે. ગોધરા નગરપાલિકા (Godhra Municipality( ના કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી હાંસલ કરી લીધી છે. કુલ 44 બેઠકોમાંથી 27 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે, જે ગોધરાના ઇતિહાસમાં એક મહત્વની ઘટના માનવામાં આવે છે.

ચાર મહિલા ઉમેદવારો બિનહરીફ વિજેતા

ચૂંટણીના પરિણામોની જાહેરાત પૂર્વે જ ભાજપ માટે જીતનો માર્ગ મોકળો થઈ ગયો હતો, કારણ કે ચાર મહિલા ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. બાકીની બેઠકો પર 117 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો. આજે જાહેર થયેલા પરિણામો મુજબ, વોર્ડ નંબર 1, 2, 3, 4, 10 અને 11 માં ભાજપની આખેઆખી પેનલ વિજેતા બની છે. જ્યારે વોર્ડ નંબર 5 માં ભાજપને 3 બેઠકો મળી છે અને 1 બેઠક અપક્ષના ફાળે ગઈ છે.

Advertisement

Godhra: 27 ઉમેદવારોએ શાનદાર જીત મેળવી

ઉલ્લેખનીય છે કે, ભાજપે કુલ 7 વોર્ડમાં પોતાના 28 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા, જેમાંથી 27 ઉમેદવારોએ શાનદાર જીત મેળવી છે. આ ચૂંટણી એટલા માટે પણ ખાસ હતી કારણ કે નવા સીમાંકન (New Delimitation( મુજબ છ ગ્રામ પંચાયતોના ગોધરા નગરપાલિકામાં જોડાણ બાદ આ પ્રથમ ચૂંટણી હતી. આ જીત સાથે હવે ગોધરા નગરપાલિકામાં પ્રથમવાર ભાજપ કોઈપણ અપક્ષ સભ્યોના ટેકા વિના પોતાના દમ પર સત્તાના સૂત્રો સંભાળશે. અન્ય વોર્ડમાં અપક્ષ ઉમેદવારોનો દબદબો જોવા મળ્યો છે, પરંતુ સત્તાના સમીકરણોમાં ભાજપ મજબૂત સાબિત થયું છે.

Advertisement

આ પણ વાંચો; Ahmedabad શહેરમાં ભાજપનો દબદબો યથાવત, આપ-કોંગ્રેસને ધૂળ ચટાડી, જાણો શું રહ્યા પરિણામો?

Tags :
Advertisement

.

×