Ram Navami: ગોકુલધામ નાર ખાતે શ્રી રામ જન્મોત્સવની પાવન અને વિશિષ્ટ ઉજવણી કરી
- રામનવમી અને હરિ જયંતીના શુભ અવસરે વિશિષ્ટ પુજાનું આયોજન
- ગોકુલધામ નારમાં મણીપુરના ઋષિકુમારો દ્વારા વિશિષ્ટ પુજા કરવામાં આવી
- કેકથી શ્રી રામ જન્મોત્સવની ઉજવણી કરી શ્રી રામના નામનો જયનાદ કર્યો
રામ, શ્યામ, ઘનશ્યામની રમણભૂમિ એટલે ભારત અને ભારત એટલે ઉત્સવ પ્રિય પ્રજાનું નેતૃત્વ કરતી સંસ્કૃતિ. આજની પાવન રામનવમી અને હરિજંયતિના શુભ અવસરે સ્વામિનારાયણ ગોકુલધામ નારમાં વિશિષ્ટ પુજા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગોકુલધામ નારમાં મણીપુરના ઋષિકુમારો તથા અન્ય 151 વિદ્યાર્થીઓએ રામજન્મ પર્વની વિશિષ્ટ પુજા આરતી અર્પણ કરી અને શ્રદ્ધા અને ભાવભકિત સાથે શ્રી રામના જન્મનો આનંદ મનાવવામાં આવ્યો હતો.
આ અવસર પર ગોકુલધામ નારના સ્વપ્નદ્રષ્ટ્રા સ્વામી શુકદેવપ્રસાદદાસજી અને સ્વામી હરિકેશવદાસજી તથા અન્ય સંતોએ કેકથી શ્રી રામ જન્મોત્સવની ઉજવણી કરી હતી. અને જય શ્રી રામના નામનો જયનાદ કર્યો હતો. તેમજ આ પાવન તહેવારની ઉજવણીએ ભારતીય સંસ્કૃતિ અને ઉત્સપ્રિય પ્રજાની મજબૂત પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે.
આ પણ વાંચોઃ UAE: BAPS હિન્દુ મંદિર અબુધાબી ખાતે રામનવમી અને સ્વામિનારાયણ જયંતીની ઉજવણી કરાઈ