ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ram Navami: ગોકુલધામ નાર ખાતે શ્રી રામ જન્મોત્સવની પાવન અને વિશિષ્ટ ઉજવણી કરી

ભગવાન શ્રી રામનાં પ્રાગટ્ય દિવસની સમગ્ર દેશમાં ધામધૂમ પૂર્વક તેમજ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સ્વામિનાયારણ ગોકુલધામ નાર ખાતે પણ વિશિષ્ટ પુજા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
06:58 PM Apr 06, 2025 IST | Vishal Khamar
ભગવાન શ્રી રામનાં પ્રાગટ્ય દિવસની સમગ્ર દેશમાં ધામધૂમ પૂર્વક તેમજ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સ્વામિનાયારણ ગોકુલધામ નાર ખાતે પણ વિશિષ્ટ પુજા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
Gokuldham Naar gujarat first

રામ, શ્યામ, ઘનશ્યામની રમણભૂમિ એટલે ભારત અને ભારત એટલે ઉત્સવ પ્રિય પ્રજાનું નેતૃત્વ કરતી સંસ્કૃતિ. આજની પાવન રામનવમી અને હરિજંયતિના શુભ અવસરે સ્વામિનારાયણ ગોકુલધામ નારમાં વિશિષ્ટ પુજા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગોકુલધામ નારમાં મણીપુરના ઋષિકુમારો તથા અન્ય 151 વિદ્યાર્થીઓએ રામજન્મ પર્વની વિશિષ્ટ પુજા આરતી અર્પણ કરી અને શ્રદ્ધા અને ભાવભકિત સાથે શ્રી રામના જન્મનો આનંદ મનાવવામાં આવ્યો હતો.

આ અવસર પર ગોકુલધામ નારના સ્વપ્નદ્રષ્ટ્રા સ્વામી શુકદેવપ્રસાદદાસજી અને સ્વામી હરિકેશવદાસજી તથા અન્ય સંતોએ કેકથી શ્રી રામ જન્મોત્સવની ઉજવણી કરી હતી. અને જય શ્રી રામના નામનો જયનાદ કર્યો હતો. તેમજ આ પાવન તહેવારની ઉજવણીએ ભારતીય સંસ્કૃતિ અને ઉત્સપ્રિય પ્રજાની મજબૂત પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે.

આ પણ વાંચોઃ UAE: BAPS હિન્દુ મંદિર અબુધાબી ખાતે રામનવમી અને સ્વામિનારાયણ જયંતીની ઉજવણી કરાઈ

Tags :
Gokuldham NaarGujarat FirstGUJARAT FIRST NEWSRam NavamiShri Ram Janmotsav celebrated
Next Article