ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gold Rate Today: રક્ષાબંધન પહેલા સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, જાણો આજના ભાવ

Gold Rate Today: જાણો અમદાવાદ, દિલ્હી, મુંબઈ સહિતના શહેરોમાં 24 કેરેટ, 22 કેરેટનો આજનો લેટેસ્ટ ભાવ, જાણો ભાવ વધ્યા કે ઘટ્યા?
10:57 AM Aug 07, 2025 IST | Mihir Solanki
Gold Rate Today: જાણો અમદાવાદ, દિલ્હી, મુંબઈ સહિતના શહેરોમાં 24 કેરેટ, 22 કેરેટનો આજનો લેટેસ્ટ ભાવ, જાણો ભાવ વધ્યા કે ઘટ્યા?
Gold Rate Today

Gold Rate Today: રક્ષાબંધનના તહેવાર પહેલા સોના-ચાંદીની (Gold Rate Today) ચમક વધી રહી છે. આજે દેશભરમાં સોનાના ભાવમાં વધારો નોંધાયો છે, જેમાં 10 ગ્રામ સોનાની કિંમતમાં રૂ100નો વધારો થયો છે. બીજી તરફ, ચાંદીના ભાવ પણ ઉછળ્યા છે અને તેમાં કિલોએ રૂ1000 સુધીનો વધારો જોવા મળ્યો છે.

દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને બિહાર જેવા રાજ્યોમાં 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ રૂ1,02,400 પ્રતિ 10 ગ્રામને પાર કરી ગયો છે. જ્યારે, 22 કેરેટ સોનાની કિંમત દેશના તમામ મોટા શહેરોમાં રૂ93,000 પ્રતિ 10 ગ્રામથી ઉપર છે.

મુખ્ય શહેરોમાં આજના ભાવ (7 ઓગસ્ટ 2025):

મુંબઈ અને કોલકાતા: (Gold Rate Today)

Gold Price Today

ચાંદીના ભાવ:

ભાવવધારા પાછળનું કારણ શું?

બજારના નિષ્ણાતોના મતે, રક્ષાબંધન જેવા તહેવારોના કારણે સોના-ચાંદીની સતત વધતી માગને કારણે ભાવમાં ઉછાળો આવ્યો છે. જથ્થાબંધ વેપારીઓ (સ્ટોકિસ્ટ) મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે. આ ઉપરાંત, આર્થિક અનિશ્ચિતતાના વર્તમાન માહોલમાં રોકાણકારો પણ સોનાને સુરક્ષિત રોકાણ વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે, જેના કારણે બંને કિંમતી ધાતુઓના ભાવ મજબૂત બન્યા છે.

આ પણ વાંચો: આફ્રિકન દેશ ઘાનામાં હેલિકોપ્ટર ક્રેશ થતાં બે મંત્રીઓ સહિત 8 લોકોના મોત

શા માટે ટેરિફ લાદવામાં આવી?

ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભારતની આયાત પર વધારાની 25% ટેરિફ લાદવાનો નિર્ણય લીધો. તેમણે ભારત દ્વારા રશિયન તેલની સતત ખરીદીને આ માટે જવાબદાર ગણાવી. આ નિર્ણય 7 ઓગસ્ટથી 21 દિવસ પછી અમલમાં આવશે અને તેનાથી કેટલીક ભારતીય નિકાસો પરની ડ્યુટી 50% સુધી વધી શકે છે, જે અમેરિકાના અન્ય વેપારી ભાગીદારો પર લાદવામાં આવતી ટેરિફમાં સૌથી વધુ છે.

ડોલર નબળો પડતાં સોનાને મળ્યો ટેકો

આ ઉપરાંત, ગયા અઠવાડિયે જાહેર થયેલા યુએસએના નબળા જોબ્સ ડેટાને કારણે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં ઘટાડો થવાની અપેક્ષા વધી છે. આના કારણે ડોલર ઇન્ડેક્સ એક સપ્તાહના નીચલા સ્તરે પહોંચ્યો છે. ડોલર નબળો પડતાં અન્ય કરન્સી ધરાવતા રોકાણકારો માટે સોનું ખરીદવું સસ્તું બને છે, જેના કારણે સોનાના ભાવમાં વધારો થયો છે.

આ પણ વાંચો: America એ કરી ગુજરાત પોલીસની કામગીરીની પ્રશંસા, અમદાવાદમાંથી નકલી કોલ સેન્ટર પકડવા મુદ્દે કર્યા વખાણ

Tags :
22k Gold24k Gold24k gold pricecommodity marketGold PriceGOLD RATE TODAYGold rate today IndiaIndia Gold PricePrice HikeRaksha BandhanRaksha Bandhan gold demandSilver Pricesilver price per kgSilver Rate
Next Article