ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સોના-ચાંદીમાં મોટો કડાકો, ચાંદી ઓલટાઇમ હાઇથી ₹25 હજાર તૂટી,એક જ દિવસમાં ચાંદીના ભાવ 10,500થી વધુ ઘટ્યા

બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં જોરદાર કડાકો નોંધાયો છે. ચાંદી તેના ઓલટાઇમ હાઇથી ₹25,000થી વધુ તૂટીને ₹1.52 લાખ પ્રતિ કિલો પર પહોંચી છે, જેમાં એક જ દિવસમાં ₹10,500નો ઘટાડો થયો. સોનું પણ ઓલટાઇમ હાઇથી ₹5,700 પ્રતિ 10 ગ્રામ ઘટ્યું છે, જેનાથી રોકાણકારોમાં ચિંતા છે.
06:18 PM Oct 22, 2025 IST | Mustak Malek
બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં જોરદાર કડાકો નોંધાયો છે. ચાંદી તેના ઓલટાઇમ હાઇથી ₹25,000થી વધુ તૂટીને ₹1.52 લાખ પ્રતિ કિલો પર પહોંચી છે, જેમાં એક જ દિવસમાં ₹10,500નો ઘટાડો થયો. સોનું પણ ઓલટાઇમ હાઇથી ₹5,700 પ્રતિ 10 ગ્રામ ઘટ્યું છે, જેનાથી રોકાણકારોમાં ચિંતા છે.
Gold Silver Price Crash

વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વચ્ચે ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં અચાનક અને જબરદસ્ત કડાકો (Gold Silver Price Crash) નોંધાતા રોકાણકારોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. ખાસ કરીને ચાંદીમાં ઓલટાઇમ હાઇ સપાટીનો ફૂગ્ગો ફૂટી ગયો છે, જ્યાં એક જ સપ્તાહમાં મોટું ધોવાણ જોવા મળ્યું છે.ચાંદીમાં ₹25,000થી વધુનો કડાકો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) દ્વારા જાહેર કરાયેલા દર મુજબ, ચાંદીમાં જોરદાર ધોવાણ જોવા મળ્યું છે. ચાંદી તેના ઓલટાઇમ હાઇ ભાવથી ₹25,000થી પણ વધુ તૂટી ગઈ છે.

Gold Silver Price Crash: એક જ દિવસમાં ચાંદીના ભાવમાં ₹10,500થી વધુ  ઘટાડો

નોંધનીય છે કે એક જ દિવસમાં કડાકો માત્ર એક જ દિવસમાં ચાંદીના ભાવમાં ₹10,500થી વધુનો મોટો ઘટાડો નોંધાયો છે. ચાંદીનો વર્તમાન ભાવ ₹1.52 લાખ પ્રતિ કિલોગ્રામની સપાટીએ પહોંચી ગયો છે.એક સપ્તાહના ટૂંકા ગાળામાં જ ચાંદીમાં₹25,000 ₹નો જંગી કડાકો બોલાયો છે, જે રોકાણકારો માટે ચિંતાનો વિષય છે.ચાંદીના પગલે સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક તેજી હોવા છતાં સ્થાનિક બજારમાં સોનું અચાનકથી ધડાધડ તૂટ્યું છે. સોનું તેની ઓલટાઇમ હાઇ સપાટીથી ₹5,700 પ્રતિ 10 ગ્રામ જેટલું ઘટ્યું છે. 22મી તારીખે જોરદાર કડાકા સાથે સોનાનો ભાવ ₹1.24 લાખ પ્રતિ 10 ગ્રામની નીચે પહોંચી ગયો છે.

Gold Silver Price Crash: સોનામાં પણ કડાકો

ઉલ્લેખનીય છે કે બીજી તરફ, વૈશ્વિક સ્તરે તેજીના સંકેતો હોવા છતાં, સોનું પણ અચાનકથી ધડાધડ તૂટ્યું છે. સોનું પણ તેની ઓલટાઇમ હાઇ સપાટીથી ₹5,700 પ્રતિ 10 ગ્રામ જેટલું ઘટ્યું છે. આજે, એટલે કે 22મી ઓક્ટોબરે, જોરદાર કડાકા સાથે સોનાનો ભાવ ₹1.24 લાખ પ્રતિ 10 ગ્રામની નીચે પહોંચી ગયો છે. બુલિયન માર્કેટના નિષ્ણાતો માને છે કે આ કડાકો મુખ્યત્વે વૈશ્વિક પરિબળો અને ઊંચા ભાવે થયેલા પ્રોફિટ-બુકિંગ નફાખોરીને આભારી છે, જેના કારણે રોકાણકારો હવે બજારમાં સ્થિરતા આવે તેની રાહ જોઈ રહ્યા છે.

 

આ પણ વાંચો:   ચાંદી ₹20,000 સસ્તી : સિલ્વર ETFમાં 20%નો કડાકો, રોકાણકારોને શું કરવું જોઈએ?

Tags :
Bullion MarketGold PriceGold Price CrashGujarat FirstIBJAIndia BusinessinvestmentProfit BookingSilver PriceSilver Price Drop
Next Article