Surat: સોનાની ચોરીનો ઉકેલાયો ભેદ, સોનાની ચળકાટ જોઈ બગડી કારીગરની દાનત
- સુરતના લાલગેટ વિસ્તારમાં સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો
- કારખાનામાં કર્મચારીએ જ કરી 21 લાખના સોનાની ચોરી
- લાલગેટ પોલીસે સોનાના મુદામાલ સાથે આરોપીને ઝડપ્યો
લાલગેટ વિસ્તારના નાગોરીવાડ ખાતે ફરિયાદી હસનઅલી હૈદરઅલી શેખનું કારખાનું આવેલુ છે. જેમાં સોનાના દાગીના સહિત ચીજવસ્તુઓ બનાવવાનું કામ થાય છે. હસનઅલી લાલગેટ પોલીસ સ્ટેશનમાં આવ્યા. તેમના કારખાનામાંથી રાતના સમયે 242 ગ્રામ સોનાની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. જેની કિંમત 21 લાખ જેટલી થાય છે. પોલીસે ગુનો નોંધી 70 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા.
તે પૈકી કારખાનામાં લાગેલા એક સીસીટીવી કેમેરામાં એક કર્મચારી સોનાની ચોરી કરતો કેદ થયો હતો. ચોરી કરનાર બંગાળી કારીગરનું નામ સુભાષ હુતેત હતો. પોલીસની ટીમે સુભાષને શોધવા ટેકનિકલ ટીમની મદદ લીધી. સુભાષ મુંબઈમાં છુપાયો હોવાની માહિતી મળતા એક ટીમ ત્યાં રવાના થઈ હતી. મુંબઈના વિરારથી આરોપીને ઝડપી લીધો છે. તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો છે.
શહેરના લાલગેટ વિસ્તારમાં થયેલી 21 લાખના સોનાની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાઈ ગયો છે. ભાષ હુતેત મૂળ બંગાળનો છે. અને ઘણા સમયથી આ કારખાનામાં કામ કરતો હતો. જેથી માલિકને તેની પર વિશ્વાસ હતો. કારખાનામાં લાખો-કરોડનું સોનું લવાતું હતું. સોનાને જોઈ સુભાષની દાનત બગડી હતી. એક સાથે મોટો હાથ મારવામાં આવે તો તે સોનું વેચી લાખો રૂપિયા મળી જાય છે. તેવું વિચારી સુભાષે 15 તારીખની વહેલી સવારે સોનાની ચોરી કરી હતી.
ચોરીની આ ઘટના કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. તેમાં જોવા મળી રહ્યું છે. તેમ વહેલી સવારના સમયે અન્ય કારીગરો સૂતેલા હોય છે. ત્યારે સુભાષ ટેબલ પર બેસી કામ કરી રહ્યો હોય છે. તેની થોડીવાર બાદ ઓગાળેલુ 245 ગ્રામ સોનું ચોરી સુભાષ નીકળી જાય છે. સુરતથી આરોપી સુભાષ વતન બંગાળ ભાગવા માંગતો હતો. જેથી સુરતથી ભાગી મુંબઈ ગયો હતો. મુંબઈની એક હોટલમાં રોકાયો હતો.ત્યાંથી બંગાળ ભાગવાની ફિરાકમાં હતો. એ પહેલા પોલીસના હાથે પકડાઈ ગયો.
સોનાનો ધંધો વિશ્વાસ પર ચાલતો હોય છે.સોનાનું કામ કરતા મોટાભાગના કારીગરો બંગાળી હોય છે.બંગાળથી આવેલા કારીગરો અહીં જ રહેતા હોય છે.તેની પર વિશ્વાસ રાખી માલિક બધુ સોનું કારખાનામાં મૂકીને જતા હોય છે.પરંતુ કહેવાય છે ને કે સોનાની ચમક ભલભલાને અંજાવી નાખે છે..અહીં પણ એવું જ બન્યું.વફાદાર સુભાષ વિશ્વાસઘાતી બની ગયો.
આ પણ વાંચોઃ Gandhinagar : 7મી ‘ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ-2025’માં ગુજરાતના 107 ખેલાડીઓએ લીધો ભાગ