ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat એરપોર્ટ પરથી ઝડપાયું 4.72 કરોડનું સોનું, 2ની ધરપકડ

સુરત એરપોર્ટ પર ફરી DRIનો સપાટો સુરત એરપોર્ટ પરથી પકડાયું 4.72 કરોડનું સોનું દાણચોરીના 6 કિલો સોના સાથે 2ની ધરપકડ Surat:સુરતમાં DRIએ રૂપિયા 4.72 કરોડની કિંમતના સોનાનું સ્મગલિંગ ઝડપ્યું છે,શારજાહથી સુરત આવતી ફ્લાઈટમાં સ્મગલિંગ કરવામાં આવતું હતુ ડીઆરઆઈની ટીમે...
09:21 AM Nov 09, 2024 IST | Hiren Dave
સુરત એરપોર્ટ પર ફરી DRIનો સપાટો સુરત એરપોર્ટ પરથી પકડાયું 4.72 કરોડનું સોનું દાણચોરીના 6 કિલો સોના સાથે 2ની ધરપકડ Surat:સુરતમાં DRIએ રૂપિયા 4.72 કરોડની કિંમતના સોનાનું સ્મગલિંગ ઝડપ્યું છે,શારજાહથી સુરત આવતી ફ્લાઈટમાં સ્મગલિંગ કરવામાં આવતું હતુ ડીઆરઆઈની ટીમે...

Surat:સુરતમાં DRIએ રૂપિયા 4.72 કરોડની કિંમતના સોનાનું સ્મગલિંગ ઝડપ્યું છે,શારજાહથી સુરત આવતી ફ્લાઈટમાં સ્મગલિંગ કરવામાં આવતું હતુ ડીઆરઆઈની ટીમે 6 કિલો સોના સાથે બે વ્યકિતની કરી ધરપકડ, વિપુલ પાલડિયા અને અભય કુમારની ધરપકડ કરવામાં આવી હતી જેને લઈ મોટા ખુલાસા થયા છે.બેલ્ટમાં પેસ્ટ ફોર્મ(Paste firm)માં સોનું છુપાવીને લાવ્યા હતા.

6 કિલો ઝડપાયું સોનુ

સુરત એરપોર્ટ (airport)પર અનેક વખત ડીઆરઆઈએ સોનુ ઝડપ્યું છે.ત્યારે ફરી એક વાર ગેરકાયદેસર સોનાને લઈ પર્દાફાશ કરવામાં આવ્યો છે.ફલાઇટમાં 4.72 કરોડની કિંમતનું સોનું છુપાવીને લાવવામાં આવ્યું હતુ.ચડ્ડિમાં પેસ્ટ ફોમમાં બેલ્ટની અંદર સોનુ લાવાવમાં આવ્યુ હતુ.આરોપીઓ સોનુ કોને આપવાના હતા તેને લઈ હજી કોઈ માહિતી સામે આવી હતી,હાલમાં તો તપાસ ચાલી રહી છે,ત્યારે સોનાનો ભાવ વધ્યો હોવાથી ફરી સોનાની દાણચોરી વધી છે.

આ પણ  વાંચો -Banaskantha સરહદી વિસ્તારમાં માંની મમતાને લાગ્યુ લાંછન

બન્ને આરોપીઓ જેલમાં

વિપુલ શેલડીયા અને અભયકુમારે ચડ્ડીની અંદર કરોડો રૂપિયાની આ સોનું સંતાડ્યું હતું અને તેને બેલ્ટથી બાંધી દીધું હતું. ડીઆરઆઇના અધિકારીઓએ વિપુલ શેલડીયા અને અભયકુમારની પુછપરછ કરીને કોર્ટમાં રજુ કર્યા હતા. કોર્ટે બંને આરોપીઓને કસ્ટડી હેઠળ જેલમાં મોકલી આપ્યા છે. જોકે આ સોનું કોણે મોકલ્યું હતું અને સુરતમાં કોને આપવાનું હતું તેની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ  વાંચો -VADODARA : સાંસદ ડો. હેમાંગ જોષી IIM-A માંથી શીખ્યા નેતૃત્વના પાઠ

26 મે 2024ના રોજ અમદાવાદમાંથી પણ ઝડપ્યું ડીઆરઆઈએ સોનુ

દેશ અને દુનિયામાં સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે, તેની સાથે-સાથે આ પીળી ચમકતી ઘાતુની તસ્કરી પણ વધી છે. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીકની એક હોટલમાંથી સોનાની દાણચોરી કરતી સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે સોનાની દાણચોરી કરતી સિન્ડિકેટ વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરતા કુલ 10.32 કિલો સોનું જપ્ત કર્યું હતું, હાલમાં આ સોનાની અંદાજીત બજાર રૂ. 7.75 કરોડ આંકવામાં આવી રહી છે.

Tags :
Abhay KumarAbundant PalladiaairportArrest of 2ClothesDRIGujarat NewsLocal Surat NewsPaste firmSmugglingSuratSuratAirport
Next Article