ગોંડલ પોલીસનો સપાટો! AAP મહિલા નેતા Jigisha Patel પર હુમલાના કેસમાં 2 મહિલાની ધરપકડ
- Jigisha Patel પર થયેલ હુમલાનો મામલો ગરમાયો
- જીગીશા પટેલની કાર પર પથ્થર વડે હુમલો કરનાર મુખ્ય આરોપીઓ પકડાયો
- ગોંડલ સીટી પોલીસે બે મહિલા આરોપીઓની કરી ધરપકડ
Jigisha Patel Attack Case: રાજકોટ જિલ્લાના ગોંડલ (Gondal) શહેરમાં આમ આદમી પાર્ટીના મહિલા નેતા જીગીશા પટેલ (Jigisha Patel) પર થયેલા હિંસક હુમલાના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. આ ચકચારી ઘટનામાં સંડોવાયેલી બે મુખ્ય મહિલા આરોપીઓની ગોંડલ સિટી પોલીસ (Gondal City Police) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પાયાની સુવિધાઓના પ્રશ્ને રજૂઆત સાંભળવા ગયેલા નેતા પર થયેલા આ હુમલાએ રાજકીય આલમમાં ભારે ગરમાવો લાવી દીધો છે.
Jigisha Patel લોકોની રજૂઆત સાંભળવા ગયા હતા
આ ઘટના 24 ફેબ્રુઆરીના રોજ ગોંડલ શહેરના ઘોઘવદર રોડ (Ghoghavadar Road) પર આવેલી સરગમ પાર્ક સોસાયટી (Sargam Park Society) માં બની હતી. સ્થાનિક મહિલાઓએ પાણીની તંગી, બિસ્માર રોડ-રસ્તા અને કચરાના નિકાલ જેવા ગંભીર પાયાના પ્રશ્નો અંગે જીગીશા પટેલને ફોન કરીને સ્થળ પર બોલાવ્યા હતા. એક જવાબદાર રાજકીય પ્રતિનિધિ તરીકે જીગીશા પટેલ લોકોની સમસ્યાઓ સમજવા અને સ્થળ સ્થિતિનો તાગ મેળવવા માટે સોસાયટીમાં પહોંચ્યા હતા.
અચાનક કરાયો હતો હુમલો
પ્રાપ્ત માહિતી અનુસાર જ્યારે જીગીશા પટેલ સોસાયટીની મહિલાઓની વાતો સાંભળી રહ્યા હતા, ત્યારે અચાનક વાતાવરણ તંગ બની ગયું હતું. જે વિસ્તારના પ્રશ્નો હતા તે સિવાયની અન્ય કોઈ અજાણી મહિલાઓનું ટોળું ત્યાં ધસી આવ્યું હતું. આ મહિલાઓએ જીગીશા પટેલ સાથે પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. જોતજોતામાં મામલો બિચક્યો હતો અને આ ટોળાએ જીગીશા પટેલની કાર પર ભારે પથ્થરમારો (Stone Pelting) શરૂ કર્યો હતો. આ હુમલામાં કારના કાચ તૂટી ગયા હતા અને જીગીશા પટેલને શરીરના ભાગે ઇજાઓ પહોંચી હતી.
બે મહિલાઓની કરાઈ ધરપકડ
હુમલા બાદ ઈજાગ્રસ્ત નેતાને તાત્કાલિક ગોંડલ સિવિલ હોસ્પિટલ (Gondal Civil Hospital) ખસેડવામાં આવ્યા હતા. ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં 5 મહિલાઓ સહિત કુલ 9 વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસ દરમિયાન પોલીસે બે મુખ્ય મહિલા આરોપીઓ, ક્રિષ્ના રાજભાઈ રાવલ (Krishna Rajbhai Rawal) તેમજ યોગીતા ઉર્ફે યશ્ચિ ઉર્ફે દ્રષ્ટિ મહેશભાઈ વિંઝુડા (Yogita alias Yashti alias Drashti Maheshbhai Vinzuda) ની ધરપકડ કરી છે
ફરાર આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ
આ સમગ્ર ઓપરેશનમાં એ ડિવિઝન PI એલ.આર. ગોહિલ (L.R. Gohil), PSI એસ.આર. પંડ્યા (S.R. Pandya), ASI પ્રભાતસિંહ પરમાર (Prabhatsinh Parmar), ખોડુભા જાડેજા (Khodubha Jadeja), બંસીબેન પરમાર (Bansiben Parmar) તથા હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ગોહિલ (Yuvrajsinh Gohil) અને વિપુલભાઈ નિમાવત (Vipulbhai Nimavat) સહિતના સ્ટાફે પ્રશંસનીય કામગીરી કરી છે. હાલ પોલીસ અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચોઃ Rajkot: AAP મહિલા નેતા Jigisha Patel પર કોણે કર્યો જીવલેણ હુમલો?
આ પણ વાંચોઃ Mehsana: માત્ર 5 જ મિનિટમાં સિસ્ટમ હેક કરી કારની ચોરી! મારુતિ સુઝુકીના પૂર્વ કર્મચારી સહિત 2 શખ્સો પકડાયા


