Gondal : દિવાળીને લઈ માર્કેટિંગ યાર્ડ કયા-કયા દિવસે રહેશે બંધ! વાંચો વિગત
- દિવાળીનાં તહેવારને લઈ માર્કટિંગ યાર્ડ બંધ રહેશે (Gondal)
- 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે
- રાજ્યમાં સૌથી વધુ આવક ધરાવતું માર્કેટિંગ યાર્ડ બન્યું
સૌરાષ્ટ્ર (Saurashtra) નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં (Gondal Market Yard) વિવિધ જણસીની આવકથી ઊભરાતું હોય છે. ત્યારે આગામી દિવસોમાં આવતા દિવાળીનાં તહેવારોને લઈને ગોંડલ માર્કેટયાર્ડ અલગ-અલગ રજાનાં દિવસે બંધ રહેશે. ગોંડલ માર્કેટયાર્ડનાં સત્તાધીશો તેમ જ કમિશન એજન્ટ એસોસિએશન તરફથી નક્કી કરવામાં આવેલ કે આગામી દિવાળી દરમિયાન આવતા વાર-તહેવાર અને જાહેર રજાઓને કારણે જણસીની આવક હરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે. યાર્ડમાં આવતા ખેડૂતો, વેપારીઓ, જનરલ કમિશન એજન્ટો, તોલાટ, મજૂરો, વાહનમાલિકો સહિતનાં એ રજાનાં દિવસે કામકાજ બંધ રાખવામાં આવશે.
આ પણ વાંચો - Digital Arrest : ડ્રગ્સ ટ્રાફિકિંગ, મની લોન્ડરિંગમાં ફસાવવાનું કહી 20 લાખ પડાવ્યા!
રાજ્યમાં આવક મામલે ગોંડલ માર્કેટિંગ યાર્ડનો પ્રથમ નંબરે!
તાજેતરમાં જ સમગ્ર રાજ્યની માર્કેટિંગ યાર્ડની આવકમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડનો (Gondal Market Yard) પ્રથમ નંબર આવવા પામ્યો છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો મગફળી, ધાણા, મરચા, ડુંગળી, લસણ સહિતની 55 થી પણ વધુ જણસીઓ લઈને આ માર્કેટયાર્ડમાં વેચવા આવી રહ્યા છે. ત્યારે દિવાળીનાં તહેવારને લઈને કાળીચૌદસથી ચોથ સુધી માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે.
આ પણ વાંચો - માધ્યમિક શાળાઓમાં ખાલી જગ્યાઓ અંગે Yuvraj Singh Jadeja એ કરી પોસ્ટ!
લાભપાંચમનાં દિવસે તમામ જણસીનું મુહૂર્ત કરવામાં આવશે
માર્કેટિંગ યાર્ડનાં (Gondal Market Yard) ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું હતું કે, આગામી દિવાળીનાં (Diwali 2024) તહેવારો આવતા હોય જેને પગલે સાત દિવસ એટલે કે તારીખ 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે. માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસીની આવક સદંતર બંધ રાખવામાં આવશે અને તારીખ 6 નવેમ્બરને લાભ પાંચમનાં દિવસે સારા મુહૂર્તમાં રાબેતા મુજબ તમામ જણસીઓની આવક તેમ જ વિવિધ જણસીઓની હરાજી શરૂ કરવામાં આવશે.
દિવાળીનાં (Diwali 2024) તહેવાર દરમિયાન આ દિવસે ગોંડલ માર્કેટયાર્ડમાં હરાજી અને યાર્ડ બંધ રહેશે.
તા. 30/10/2024 - કાળીચૌદસ, બુધવાર
તા. 31/10/2024 - દિવાળી, ગુરૂવાર
તા. 01/11/2024 - શુક્રવાર
તા. 02/11/2024 - નુતનવર્ષ, શનિવાર
તા. 03/11/2024 - ભાઈબીજ, રવિવાર
તા. 04/11/2024- ત્રીજ, સોમવાર
તા. 05/11/2024 - ચોથ, મંગળવાર
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - લોક કલાકાર Rajbha Gadhvi સામે FIR ? જાહેરમાં કરી એવી ટિપ્પણી કે સર્જાયો વિવાદ!