Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gondal : વિશ્વકર્મા જયંતિ નિમિત્તે સેવાકીય ઉત્સવ : લુહાર યુવક મંડળ દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો

Gondal : શહેરમાં સમસ્ત લુહાર સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાના પ્રાગટ્ય દિન નિમિત્તે ભવ્ય ત્રિ-દિવસીય મહોત્સવનો પ્રારંભ થયો છે. લુહાર યુવક મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પ્રથમ દિવસે સેવાનું ઝરણું વહ્યું હતું. મહોત્સવના પ્રથમ દિવસે, 29 જાન્યુઆરી ગુરુવારના રોજ 'સર્વ જ્ઞાતિ બ્લડ ડોનેશન કેમ્પ'નું સુંદર આયોજન લુહાર જ્ઞાતિની વાડી સ્ટેશન પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું.
gondal   વિશ્વકર્મા જયંતિ નિમિત્તે સેવાકીય ઉત્સવ   લુહાર યુવક મંડળ દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો
Advertisement
  • Gondal : વિશ્વકર્મા જયંતિ, લુહાર યુવક મંડળે 151 યુનિટ રક્તદાનથી સર્જ્યો નવો રેકોર્ડ!
  • સેવા અને ભક્તિનો સંગમ: ગોંડલમાં ભવ્ય રક્તદાન કેમ્પ સાથે વિશ્વકર્મા જયંતિનો પ્રારંભ
  • 151 યુનિટ રક્તદાન! લુહાર યુવક મંડળના ત્રિ-દિવસીય મહોત્સવનો સેવાકીય શુભારંભ
  • વિશ્વકર્મા દાદાની જયંતિમાં ગોંડલમાં મહાદાન: રક્તદાન કેમ્પમાં ઉમટ્યા ભક્તો
  • લુહાર સમાજની પ્રશંસનીય પહેલ : ગોંડલમાં 151 રક્તદાન સાથે જયંતિ ઉજવણી

Gondal : શહેરમાં સમસ્ત લુહાર સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાના પ્રાગટ્ય દિન નિમિત્તે ભવ્ય ત્રિ-દિવસીય મહોત્સવનો પ્રારંભ થયો છે. લુહાર યુવક મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પ્રથમ દિવસે સેવાનું ઝરણું વહ્યું હતું.

ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન

મહોત્સવના પ્રથમ દિવસે, 29 જાન્યુઆરી ગુરુવારના રોજ 'સર્વ જ્ઞાતિ બ્લડ ડોનેશન કેમ્પ'નું સુંદર આયોજન લુહાર જ્ઞાતિની વાડી સ્ટેશન પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં યુવાનો અને રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં કુલ 151 રક્તની બોટલ એકત્રિત કરવામાં આવી હતી.

Advertisement

આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ રમેશભાઈ ધડુક, ગણેશભાઈ જાડેજા, અશ્વિનભાઈ રૈયાણી, અશોકભાઈ પીપળીયા, પ્રફુલભાઇ ટોળીયા, સમીરભાઈ કોટડીયા સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓએ હાજરી આપી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.

Advertisement

લુહાર યુવક મંડળના તમામ સભ્યોએ ખભેથી ખભો મિલાવી આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

આગામી કાર્યક્રમોની રૂપરેખા

વિશ્વકર્મા જયંતિ મહોત્સવ અંતર્ગત હજુ પણ આગામી બે દિવસ ભક્તિમય કાર્યક્રમો યોજાશે જેમાં 30 જાન્યુઆરી સાંજે ભવ્ય શ્રીનાથજીની ઝાંખીનું આયોજન અને 31 જાન્યુઆરી સવારે 7.00 વાગ્યે ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાનું પૂજન, સવારે 9.00 કલાકે ભવ્ય શોભાયાત્રા (નગર ભ્રમણ) અને બપોરે 12.00 કલાકે સમસ્ત લુહાર સમાજ જ્ઞાતિજનો માટે મહાપ્રસાદ

લુહાર સમાજ દ્વારા આયોજિત આ મહોત્સવમાં માત્ર ધાર્મિક જ નહીં પણ સામાજિક સેવાનો ઉમદા અભિગમ પણ જોવા મળી રહ્યો છે, જે સમગ્ર ગોંડલ પંથકમાં પ્રશંસાને પાત્ર બન્યો છે.

આ પણ વાંચો-પત્નીની હત્યા કરી ફરાર પતિને SURAT ક્રાઈમ બાન્ચે બાર વર્ષે ઝડપી પાડ્યો

અહેવાલ- વિશ્વાસ ભોજાણી, રાજકોટ

Tags :
Advertisement

.

×