Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal : ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, ગ્રામ્ય વિસ્તારમાં સાંજે વાતાવરણમાં અચાનક પલટો

Gondal શહેરમાં ધોધમાર વરસાદને લઈને રાજમાર્ગો થયા પાણી...પાણી... તાલુકાનાં અનેક ગામોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ કપાસ, મગફળી, મરચી સહિતનાં પાકો નિષ્ફળ થતાં ખેડૂતો પાયમાલ બન્યા રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લીધા છતાં ફરી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન નિષ્ણાતો પ્રમાણે...
gondal   ગાજવીજ સાથે ધોધમાર વરસાદ  ગ્રામ્ય વિસ્તારમાં સાંજે વાતાવરણમાં અચાનક પલટો
  1. Gondal શહેરમાં ધોધમાર વરસાદને લઈને રાજમાર્ગો થયા પાણી...પાણી...
  2. તાલુકાનાં અનેક ગામોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
  3. કપાસ, મગફળી, મરચી સહિતનાં પાકો નિષ્ફળ થતાં ખેડૂતો પાયમાલ બન્યા

રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લીધા છતાં ફરી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન નિષ્ણાતો પ્રમાણે હજુ 22 ઓક્ટોબર સુધી વરસાદ રહેવાની સંભાવના છે. ત્યારે આજે ગોંડલ (Gondal) અને આસપાસનાં ગ્રામ્ય વિસ્તારમાં સાંજે ફરી વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી સાંજ સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

Advertisement

સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો

ગોંડલ (Gondal ) શહેર અને તાલુકાનાં અનેક ગામોમાં આજે સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે. ત્યારે તાલુકાનાં અનીડા ભાલોડી, વેજાગામ, ગુંદાળા સહિતનાં અનેક ગામોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો. ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદને (Heavy Rain) લઈને રાજમાર્ગો પાણી પાણી થઈ જવા પામ્યા છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આથી, લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે.

Advertisement

આ પણ વાંચો - Surat : રેવ પાર્ટી પર રેડ! થાઈ ગર્લ સહિત સ્પામાં કામ કરતી 9 યુવતી, 5 યુવાનોની ધરપકડ

Advertisement

કપાસ, મગફળી, મરચાં સહિતનાં પાકોને નુકસાન

બીજી તરફ, ગોંડલ પંથકમાં સતત પડી રહેલા વરસાદના કારણે જગતનો તાત ચિંતામાં મૂકાયો છે. ખેતરમાં ઊભા પાકને વરસાદનાં કારણે ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ છે. માહિતી મુજબ, કપાસ, મગફળી, મરચાં સહિતનાં પાકો ધોધમાર વરસાદનાં કારણે નિષ્ફળ થઈ રહ્યા છે. પાક નિષ્ફળ જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે.

આ પણ વાંચો - Ahmedabad : ભારે કરી..! આ ભેજાબાજે ઊભી કરી દીધી નકલી કોર્ટ, બોગસ વકીલ, સ્ટાફ પણ રાખ્યો!

સુલતાનપુરમાં મગફળીનાં પાકને વ્યાપક નુકસાન!

સુલતાનપુર (Sultanpur) સહિત આસપાસનાં ગામમાં છેલ્લા અઠવાડિયાથી વરસી રહેલા વરસાદનાં કારણે ખેતરોમાં ઊભા પાક મગફળી, કપાસ, ડુંગળી, સોયાબીન, કઠોળનાં પાક સંદતર નિષ્ફળ ગયા છે, જેનાં કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. આ વિસ્તારમાં મગફળીનું સૌથી વધુ વાવેતર થયું હતું અને દર વખતની માફક આ વરસે પણ મગફળીનાં પાક સારો થયો હતો. ખેડૂતોએ પોતાનાં ખેતરમાંથી મગફળી (groundnut crop) કાઢી પાથરા કરી ખેતરમાં જ સુકાવા મૂકી દીધી હતી. પરંતુ, મેઘરાજાએ કેર વરસાવી દેતા મગફળીનો પાક ધોવાઈ ગયો છે. ખેડૂતો સરકાર પાસે નુકસાનીનું પેકેજ જાહેર કરવાની માગ કરી રહ્યાં છે.

અહેવાલ :

વિશ્વાસ ભોજણી, ગોંડલ
હરેશ, જેતપુર-ગોંડલ

આ પણ વાંચો - કાયદા શાખાનાં વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, HC એ બાર કાઉન્સિલને આપ્યો આ આદેશ

Tags :
Advertisement

.