Gmail અને Google Cloud ના 2.5 અબજ યુઝર્સના ડેટા ચોરાયા, જાણો કેવી રીતે બચશો
- ગુગલના ડેટામાં સૌથી મોટી ઘૂસણખોરી સામે આવી
- વિશિંગ કોલ થકી એન્ટ્રી મેળવીને ડેટા ચોર્યા
- ડેટાનો ઉપયોગ નકલી ગુગલ અધિકારી બનીને કરવું સરળ - મયુર ભુસાવળકર
Google Data Breach : ટેકનોલોજીની અગ્રણી કંપની ગૂગલે (Google Data Breach) તેના 2.5 અબજ જીમેલ (Gmail) અને ગૂગલ ક્લાઉડ (Google Cloud) વપરાશકર્તાઓને થર્ડ પાર્ટી ડેટા બ્રિચને (Third Party Data Breach) કારણે સુરક્ષા ચેતવણી જારી કરી છે. આ સાયબર હુમલો (Cyber Attack) એક કુખ્યાત હેકિંગ ગ્રુપ શાઇનીહન્ટર્સ (ShinyHunters - Hack) દ્વારા કરવામાં આવ્યો છે, જેણે ગૂગલના થર્ડ-પાર્ટી સેલ્સફોર્સ ડેટાબેઝમાં ઘૂસણખોરી કરી હતી. સમગ્ર મામલે સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકર દ્વારા વિગતવાર સમજ આપવામાં આવી છે. સાથે જ કેવી રીતે બચી શકાય તેની પણ મુદ્દાસર રજુઆત કરવામાં આવી છે.
આટલી મોટી સંખ્યામાં ડેટા ચોરી કેવી રીતે થયો ?
હેકરોએ (ShinyHunters - Hack) વિશીંગ કોલ દ્વારા છેતરીને લોગિન માહિતી મેળવી હતી, આ હુમલામાં સીધા કોઈ પાસવર્ડ ચોરાયા ન્હતા, પરંતુ હેકરોએ કંપનીઓ અને ગ્રાહકોના સંપર્કની વિગતો જેવી કે નામ, ઈમેલ એડ્રેસ અને ફોન નંબર મેળવ્યા હતા એવી બાબતો સામે આવી છે.
યુઝર ઉપર કેવા પ્રકારના હુમલા થઈ શકે છે ?
ચોરી થયેલા ડેટાનો (Third Party Data Breach) ઉપયોગ હવે વ્યાપક પ્રમાણમાં ફિશિંગ અને વિશિંગ હુમલાઓ માટે થઈ શકે છે. આ કૌભાંડોમાં હેકરો પોતાને ગૂગલના કર્મચારી બનીને વપરાશકર્તાઓને મેસેજ અથવા ફોન કોલ કરી શકે છે, અને તેમને નકલી સુરક્ષા ચેતવણીઓ આપીને તેમના પાસવર્ડ રીસેટ કરવા અથવા લોગિન કોડ્સ આપવા માટે પ્રેરિત કરી શકે છે.
ડેટા ચોરીમાં તમારો ડેટા ચોરાયો છે કે નહીં તે કેવી રીતે જાણવું ?
સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરના જણાવ્યા અનુસાર, સાવચેતીના ભાગરૂપે યુઝર્સે "Have I Been Pawned" વેબસાઈટનો ઉપયોગ કરવો જોઇએ. જેની તબક્કાવાર રીતે માહિતી નીચે જણાવવામાં આવી છે.
પગલું 1: વેબસાઇટ પર જાઓ
સૌ પ્રથમ, તમારા વેબ બ્રાઉઝરમાં 'Have I Been Pawned' ની સત્તાવાર વેબસાઇટ ખોલો: https://haveibeenpwned.com/
પગલું 2: તમારું ઈમેલ સરનામું દાખલ કરો
વેબસાઇટના મુખ્ય પેજ પર, તમને એક મોટું સર્ચ બાર દેખાશે. આ બારમાં તમારું ઈમેલ એડ્રેસ દાખલ કરો.
તમે જે ઈમેલ એડ્રેસ તપાસવા માંગો છો, તે અહીં લખો.
ઉદાહરણ તરીકે: તમારુંનામ@gmail.com અથવા તમારુંનામ@yahoo.com.
પગલું 3: "pawned?" બટન પર ક્લિક કરો
ઈમેલ એડ્રેસ દાખલ કર્યા પછી, સર્ચ બારની બાજુમાં આપેલા "pawned?" અથવા "Check" બટન પર ક્લિક કરો.
પગલું 4: પરિણામો જુઓ
થોડી જ સેકન્ડમાં, વેબસાઇટ તમને પરિણામો બતાવશે. પરિણામો બે પ્રકારના હોઈ શકે છે:
1) જો તમારું ઈમેલ સરનામું સુરક્ષિત હોય :
જો તમારો ડેટા કોઈ પણ ડેટા બ્રીચમાં લીક થયો નથી, તો તમને "Good news — no pawnage found!" (સારા સમાચાર - કોઈ લીક મળ્યું નથી!) એવો લીલો મેસેજ દેખાશે. આનો અર્થ છે કે તમારું ઈમેલ સરનામું અત્યાર સુધીના જાણીતા ડેટા બ્રીચમાં જોવા મળ્યું નથી.
2) જો તમારું ઈમેલ સરનામું લીક થયું હોય :
જો તમારો ડેટા લીક થયો છે, તો તમને "Oh no — pawned !" (અરે ના - લીક થયું!) એવો લાલ મેસેજ દેખાશે. આ મેસેજની નીચે, તમને એ ડેટા બ્રીચની યાદી જોવા મળશે ,જેમાં તમારું ઈમેલ સરનામું સામેલ હતું.
કેવી રીતે સુરક્ષિત રહેવું ?
1) પાસવર્ડ બદલો: Gmail એકાઉન્ટનો પાસવર્ડ સમયાંતરે બદલતા રહેવું જોઈએ અને એક મજબૂત અને અનોખો પાસવર્ડ બનાવો જેનો ઉપયોગ તમે અન્ય કોઈ વેબસાઈટ પર ન કર્યો હોય.
2) ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) સક્ષમ કરો: 2FA સુરક્ષાનું એક વધારાનું સ્તર પૂરું પાડે છે. જો હેકરોને તમારો પાસવર્ડ મળી જાય તો પણ તેઓ 2FA વગર તમારા એકાઉન્ટમાં લોગિન કરી શકશે નહીં.
3) સાવચેત રહો: એ વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે Google ક્યારેય તમને અણધાર્યો ફોન કોલ કરીને પાસવર્ડ કે કોડ માંગશે નહીં. જો તમને આવા કોઈ મેસેજ, ઈમેલ, અથવા ફોન કોલ મળે, તો તેના પર ધ્યાન ન આપો અને તેને અવગણો, એનો રિપોર્ટ કરવો જોઈએ.
4) સુરક્ષા તપાસ કરો: તમારા Google એકાઉન્ટમાં જઈને નિયમિતપણે તમારી સુરક્ષા તપાસ (Security Checkup) કરો. આ ટૂલ તમને તમારા એકાઉન્ટની નબળાઈઓ શોધવામાં અને તેને સુધારવામાં મદદ કરશે.
આ પણ વાંચો ----- Mukesh Ambani ની મોટી જાહેરાત, નવી કંપની બનાવશે તે Meta-Google સાથે કામ કરશે