Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Google એ લોન્ચ કર્યું AI બ્રાઉઝર Disco, આદેશ આપતા જ બનાવી દેશે કસ્ટમાઇઝ App

હાલ માર્કેટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ભારે ક્રેઝ છે. કંપનીઓ એકબીજાને ટક્કર આપવા માટે ગ્રાહકોનો જોરદાર ફીચર્સ આપી રહ્યા છે. આ વચ્ચે ગુગલે સૌથી મોટી ગેમ ચેન્જર જાહેરાત કરી છે. તાજેતરમાં Google Disco બ્રાઉઝર લોન્ચ કરવામાં આવ્યું છે. જે પ્રોમ્પ્ટના આધારે એપ બનાવી આપતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ અત્યાર સુધીનું સૌથી આધુનિક વિકલ્પ બનવા જઇ રહ્યું છે.
google એ લોન્ચ કર્યું ai બ્રાઉઝર disco  આદેશ આપતા જ બનાવી દેશે કસ્ટમાઇઝ app
Advertisement
  • અનેક કંપનીઓએ માર્કેટમાં AI વેબ બ્રાઉઝર લોન્ચ કર્યા છે
  • માર્કેટમાં તગડી સ્પર્ધા આપવા માટે ગુગલ લાવ્યું Disco
  • પ્રોમ્પ્ટ આપતા જ કસ્ટમાઇઝ એપ તૈયાર કરશું ડિસ્કો

Google Launch Disco AI Web Browser : 2025 માં, ગૂગલ, ઓપનએઆઈ, પરપ્લેક્સિટી અને અન્ય ઘણી અગ્રણી ટેક કંપનીઓએ પોતાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત વેબ બ્રાઉઝર્સ લોન્ચ કર્યા છે. તથા ઘણી કંપનીઓએ તેમના ચેટબોટ્સને હાલના બ્રાઉઝર્સમાં એકીકૃત કર્યા છે. પરંતુ હવે, ગૂગલની ક્રોમ ટીમે નવા જેમિની-3-સંચાલિત Disco બ્રાઉઝરના લોન્ચ સાથે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. કંપની કહે છે કે, તે "આધુનિક વેબ માટે બ્રાઉઝિંગને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે રચાયેલ છે."

Advertisement

ઇનપુટ મેળવીને આઉટપુટ આપશે

ઇન્ટરનેટ બ્રાઉઝિંગ ઓફર કરતા પરંપરાગત બ્રાઉઝર્સથી વિપરીત, Google Disco બ્રાઉઝર GenTabs નો ઉપયોગ કરે છે. GenTabs એક એવું સાધન છે જે ઇનપુટ તરીકે પ્રશ્ન અથવા પ્રોમ્પ્ટ લે છે, સંબંધિત ટેબ્સ ખોલે છે, અને પછી તમારા પ્રશ્નના આધારે કસ્ટમ એપ્લિકેશન બનાવે છે.

Advertisement

વિદ્યાર્થીઓ માટે ઉપયોગી નિવડી શકે

ઉદાહરણ તરીકે, જો તમે Google Disco ને મુસાફરી ટિપ્સ માટે પૂછો છો, તો તે આપમેળે એક પ્લાનર એપ્લિકેશન બનાવશે. તે ચોક્કસ વિષયનો અભ્યાસ કરવાનો પ્રયાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ ઉપયોગી થઈ શકે છે. GenTabs એક એવી એપ્લિકેશન બનાવશે, જે માહિતી પ્રદર્શિત કરે છે, અને તેમને સમજવામાં મદદ કરે છે.

એપ બનાવ્યા બાદ તેમાં સુધારા પણ કરી શકાય

જો તમે વિચારી રહ્યા છો કે શું ChatGPT અને Gemini જેવા AI ચેટબોટ્સ પણ સમાન કાર્યો કરી શકે છે, તો Google Disco અલગ તરી આવે છે, કારણ કે, તે તમારા બ્રાઉઝર અને ચેટ હિસ્ટ્રીમાંથી માહિતીનો ઉપયોગ કરીને, વાસ્તવિક સમયમાં વ્યક્તિગત અનુભવો જનરેટ કરવા માટે Gemini 3 નો ઉપયોગ કરે છે. Google કહે છે કે, એકવાર Disco કોઇ પણ એપ બનાવી લે છે, પછી તેને કુદરતી ભાષાના સંકેતોનો ઉપયોગ કરીને ફાઇન-ટ્યુન કરી શકાય છે, અને GenTabs સ્રોતની લિંક પણ પ્રદાન કરે છે.

સામાન્ય લોકો માટે ઉપલબ્ધી અંગે અસમંજસ

Google કહે છે કે, જેઓ Google Disco ને અજમાવવા માંગે છે, તેમને Google Labs પેજ પરથી વેઇટલિસ્ટમાં જોડાવાની જરૂર પડશે. હાલમાં, આ એપ ફક્ત macOS પર જ ઉપલબ્ધ છે. ટેક જાયન્ટે એમ પણ ઉમેર્યું હતું કે, ભવિષ્યમાં Disco થી સામે આવવા વાળા આઇડિયાઝ અન્ય Google ઉત્પાદનોમાં સામેલ થઈ શકે છે. જો કે, તે સ્પષ્ટ નથી કે Disco સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થશે કે નહીં.

આ પણ વાંચો -------  તમારા વિસ્તારમાં નેટવર્ક નથી તો પણ આવશે કોલ ! જાણો શું WiFi Calling

Tags :
Advertisement

.

×