AI ની દુનિયાની પાવરફૂલ અપડેટ, Google નું Gemini -3 લોન્ચ, જાણો ફીચર્સ
- AI ની દુનિયામાં પોતાનો સિક્કો જમાવવા ગુગલ મેદાને
- Gemini -3 લોન્ચ કરીને માર્કેટમાં સ્પર્ધા વધારી
- યુઝર્સ હવે જટિલમાં જટિલ કામ સરળતાથી કરી શકે તેવો દાવો કરવામાં આવ્યો
Google Gemini 3 Launched : યુઝર્સ જેની આતુરતા પૂર્વક વાટ જોઇ રહ્યા હતા, તેવું Google નું અત્યા સુધીનું સૌથી શક્તિશાળી અને ચપળ AI મોડેલ Gemini - 3 લોન્ચ કર્યું છે. આ મોડેલનો હેતું OpenAI અને Anthropic જેવા સ્પર્ધકોથી આગળ રહેવાનો છે. CEO સુંદર પિચાઈએ Gemini - 3 ને "અત્યાધુનિક" (State-Of-The-Art) અને "સૌથી બુદ્ધિશાળી મોડેલ" તરીકે વર્ણવ્યું છે. તેમણે કહ્યું કે, તે પડકારજનક સમસ્યાઓ માટે વધુ શક્તિશાળી કોડિંગ અને તર્ક સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
ફીચર્ચની ટૂંક વિગત
કંપનીએ કહ્યું કે, તે Gemini - 3 ને Google AI Pro અને Ultra સબ્સ્ક્રાઇબર્સ માટે જેમિની એપ્લિકેશનમાં, સર્ચના AI મોડમાં; Gemini API, AI Studio, Google Antigravity (તેનું નવું એજન્ટિક ડેવલપમેન્ટ પ્લેટફોર્મ), અને જેમિની CLI દ્વારા વિકાસકર્તાઓ માટે અને Vertex AI અને Gemini Enterprise દ્વારા એન્ટરપ્રાઇઝ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ કરાવી રહી છે.
CEO એ શું કહ્યું ?
ગૂગલના CEO સુંદર પિચાઈએ કહ્યું કે, Gemini - 3 ફક્ત જવાબો જ આપતું નથી, પરંતુ તે ઉદ્દેશ્યને સમજે છે, સંદર્ભ મેળવે છે, અને જટિલ, સ્તરવાળી સમસ્યાઓને પણ સરળતાથી હલ કરે છે. બે વર્ષમાં, AI એ ફક્ત ટેક્સ્ટ વાંચવાથી "Reading The Room" સુધી પ્રગતિ કરી છે.
Jio Gemini Offer અપગ્રેડ
ભારતમાં AI ઍક્સેસને વધુ સરળ બનાવવા માટે Jio એ આજે એક મોટી જાહેરાત કરી છે. કંપનીએ તેની Jio Gemini Offer ને Google ના નવા Gemini 3 મોડેલને સમાવવા માટે અપગ્રેડ કરી છે. અને સૌથી અગત્યનું, આ હવે ફક્ત યુવાનો સુધી મર્યાદિત રહેશે નહીં. હવે, બધા Jio Unlimited 5G વપરાશકર્તાઓને રૂ . 35,100 ની કિંમતનો 18-મહિનાનો મફત Gemini Pro પ્લાન મળશે.
આ પણ વાંચો ----- ધીમા ઇન્ટરનેટની સમસ્યા? આ 5 ટિપ્સથી તમારા Wi-Fiની સ્પીડ તરત ડબલ કરો!