Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

માત્ર રૂ. 3,333 માં Google Pixel ફોન ખરીદો, જાણો શું છે Upgrade Program

Google Pixel દ્વારા ભારતમાં Upgrade Program ની જાહેરાત કરવામાં આવી છે. હવે ગ્રાહકો પોતાનો મનપસંદ Google Pixel ફોન સસ્તા માસિક હપ્તાના દરે ખરીદી કરી શકશે. સાથે જ સમય જતા તેને અપગ્રેડ કરવાની સુવિધા પણ મળશે. ગૂગલ પોતાના ફોનને વધુ લોકો માટે સુલભ બનાવવાની દિશામાં આ પગલું ભરી રહ્યું છે. આ માટે કંપનીએ અલગ અલગ કંપનીઓ જોડે ભાગીદારી પણ કરી છે.
માત્ર રૂ  3 333 માં google pixel ફોન ખરીદો  જાણો શું છે upgrade program
Advertisement
  • ગૂગલ પોતાના ફોનનું વેચાણ વધારવા લઇને આવ્યું આકર્ષક સ્કિમ
  • સસ્તા EMI થી લેટેસ્ટ ફોન ખરીદી શકાશે
  • પ્રોગ્રામમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી

Google Pixel Upgrade Program : ગૂગલે ભારતમાં એક અનોખો પિક્સેલ અપગ્રેડ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ પ્રોગ્રામ ગ્રાહકોને વાર્ષિક ધોરણે તેમના સ્માર્ટફોન અપગ્રેડ કરવાની મંજૂરી આપે છે. આ પ્રોગ્રામ ભારતના બધા યુઝર્સ માટે ઉપલબ્ધ છે. ગૂગલનું કહેવું છે કે, નવો ફાઇનાન્સિંગ અને અપગ્રેડ પ્રોગ્રામ પિક્સેલને દરેક માટે વધુ સુલભ બનાવવા માટે રચાયેલો છે, અને ગ્રાહકોને તેમના આગામી પિક્સેલ ફોનને અપગ્રેડ કરવાની સરળતા અને અનુકૂળતા પ્રદાન કરે છે.

Advertisement

રૂ. 3,333 થી EMI શરૂ

પિક્સેલ અપગ્રેડ પ્રોગ્રામ હેઠળ, રસ ધરાવતા ગ્રાહકો 24 - મહિનાના નો-કોસ્ટ EMI પ્લાન સાથે પસંદગીનો પિક્સેલ સ્માર્ટફોન ખરીદી શકશે. જેમાં EMI દર મહિને રૂ. 3,333 થી શરૂ થાય છે. 9 મહિનાની ચુકવણી પૂર્ણ કર્યા પછી, ગ્રાહકો પાસે નવા પિક્સેલ ફોનમાં અપગ્રેડ કરવાનો વિકલ્પ હશે.

Advertisement

અપગ્રેડ પ્રોગ્રામમાં આ રીતે રજીસ્ટ્રેશન કરાવો

ગૂગલનું કહેવું છે કે, પિક્સેલ અપગ્રેડ પ્રોગ્રામ 4-સ્ટેપની પ્રક્રિયા છે. પહેલા, ગ્રાહકોએ પિક્સેલ 10 સિરીઝના ડિવાઇસની પસંદગી કરવી પડશે. ત્યારબાદ તેઓએ 24-મહિનાના નો-કોસ્ટ EMI પ્લાન સાથે તેમની નજીકના સ્ટોરમાંથી ફોન ખરીદવાની જરૂર પડશે. ત્યારબાદ તેમણે ફોન ખરીદ્યાના એક મહિનાની અંદર Cashify ની વેબસાઇટ પર Google Pixel અપગ્રેડ પ્રોગ્રામમાં નોંધણી કરાવવાની જરૂર પડશે.

જૂની લોન બંધ કરી દેશે

ગ્રાહકો પાસે તેમના 9 માં EMI ચૂકવ્યા પછી, અને 15 મો EMI પૂર્ણ થાય તે પહેલાં નવા Pixel ફોનમાં અપગ્રેડ કરવાનો વિકલ્પ હશે. તે સમયે, Cashify ગ્રાહકના બેંક ખાતામાં તેમની મૂળ EMI લોન પર બાકી રહેલી રકમ જમા કરશે, અને કોઈપણ પ્રી-ક્લોઝર ફી વિના જૂની લોન બંધ કરી દેશે. ત્યારબાદ ગ્રાહકને નવા ડિવાઇસ માટે 24-મહિનાના નવા નો-કોસ્ટ EMI પ્લાનમાં નોંધણી કરાવવામાં આવશે.

એક્સચેન્જ બોનસ

જો તમે આ પ્રોગ્રામમાં નોંધણી કરાવો છો, તો Google અનુસાર, ગ્રાહકો રૂ. 7,000 સુધીના એક્સચેન્જ બોનસ માટે પણ પાત્ર બનશે. આ બાયબેક ગેરંટી સાથે આવે છે, જે અંગે ગૂગલનું કહેવું છે કે, જ્યાં સુધી Pixel ફોન કાર્યરત રહેશે ,ત્યાં સુધી તે માન્ય રહેશે. સિમિત સમય માટેનો Pixel અપગ્રેડ પ્રોગ્રામ બજાજ ફાઇનાન્સ, Cashify અને HDFC બેંક સાથે ભાગીદારીમાં શરૂ કરવામાં આવ્યો છે ,અને 30 જૂન, 2026 સુધી પસંદગીના રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ રહેશે.

આ પણ વાંચો -------  Ikkis-The Final Trailer : યુદ્ધ પર આધારિત ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રૂંવાડા ઊભા કરી દેશે!

Tags :
Advertisement

.

×