GOOGLE PIXEL 10 સીરીઝ ઓગસ્ટમાં લોન્ચ થશે, જાણો ફિચર્સ અને કિંમત
- ગુગલ દ્વારા લેટેસ્ટ ફોનની શ્રેણી લોન્ચ કરવાની જાહેરાત કરાઇ
- આ વખતે ગુગલ પીક્સલમાં ફોલ્ડ ફોન પણ જોવા મળસે
- સ્ક્રિન, ઓપરેટીંગ સિસ્ટમ, એઆઇ સહિત અનેક રસપ્રદ ફિચર્સનો ઉપયોગ થઇ શકશે
GOOGLE PIXEL 10 : GOOGLE કંપનીએ ગૂગલ પિક્સેલ 10 સિરીઝની લોન્ચ તારીખની પુષ્ટિ કરી છે. આ નવી પિક્સેલ શ્રેણી આવતા મહિને 20 ઓગસ્ટે યોજાનારી મેડ બાય ગુગલ ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે. ગૂગલ પિક્સેલ 10 સિરીઝ ગયા વર્ષે લોન્ચ થયેલી પિક્સેલ 9 મી સિરીઝનું અપગ્રેડેશન હશે. ગૂગલ તેની આગામી સ્માર્ટફોન શ્રેણીમાં હાર્ડવેર અને ડિઝાઇનમાં ફેરફાર કરી શકે છે.
Pixel Buds 2a અને Pixel Watch પણ લોન્ચ કરી શકે
ગયા વર્ષની જેમ, ગૂગલની આગામી Pixel 10 શ્રેણી પણ ચાર મોડેલ લોન્ચ કરી શકે છે - Pixel 10, Pixel 10 Pro, Pixel 10 Pro XL અને Pixel 10 Pro Fold. આ નવી પિક્સેલ શ્રેણી AI સુવિધાઓથી સજ્જ હશે અને લેટેસ્ટ Android 16 ઓપરેટિંગ સિસ્ટમ સાથે લોન્ચ કરવામાં આવશે. ગુગલનો આ કાર્યક્રમ ભારતીય સમય મુજબ રાત્રે 10:30 વાગ્યે યોજાનાર છે. આ શ્રેણીની સાથે, કંપની Pixel Buds 2a અને Pixel Watch પણ લોન્ચ કરી શકે છે.
ફોલ્ડેબલ ફોનમાં પાતળા બેઝલ્સ હશે
તાજેતરમાં ગૂગલ પિક્સેલ 10 સિરીઝના ઘણા ફીચર્સ જાહેર થયા છે. આ શ્રેણી ગુગલ ટેન્સર G5 સાથે લોન્ચ કરી છે. આ શ્રેણીના તમામ મોડેલોના કેમેરા ડિઝાઇનમાં ફેરફારો થવાની શક્યતાઓ છે. આગામી શ્રેણીના પાછળના પેનલમાં એક પહોળો કેમેરા મોડ્યુલ મળી શકે છે, જેમાં ત્રણ કેમેરા લેન્સ આપવામાં આવવાની શક્યતા છે. આ શ્રેણીમાં લોન્ચ થનારા ફોલ્ડેબલ ફોનમાં પાતળા બેઝલ્સ હશે. ઉપરાંત, ગૂગલની આ શ્રેણી AMOLED ડિસ્પ્લે સાથે લોન્ચ કરવામાં આવશે. તેમાં 120Hz રિફ્રેશ રેટ વાળું ડિસ્પ્લે હોઈ શકે છે. પિક્સેલ 10 ના કેમેરા સેન્સરમાં પણ ફેરફાર જોવા મળશે. આ શ્રેણીના તમામ મોડેલોની કિંમત પણ ઓનલાઈન લીક થઈ ગઈ છે.
સૌથી મોંધો ફોન રૂ. 1.6 લાખમાં પડશે
Pixel 10 ને 899 યુરો એટલે કે લગભગ 69,000 રૂપિયાની શરૂઆતની કિંમતે લોન્ચ કરવાની શક્યતા છે. Pixel 10 Pro ની શરૂઆતની કિંમત 1099 યુરો એટલે કે લગભગ 89,000 રૂપિયા હોઈ શકે છે. Pixel 10 Pro XL 1299 યુરો એટલે કે 1.2 લાખ રૂપિયાની શરૂઆતની કિંમતે લોન્ચ થઈ શકે છે અને Pixel 10 Pro Fold 1899 યુરો એટલે કે લગભગ 1.6 લાખ રૂપિયાની શરૂઆતની કિંમતે લોન્ચ થઈ શકે છે.
આ પણ વાંચો ----- Business News: ભારતમાં 27 લાખની Tesla પર 33 લાખ રૂપિયાનો ટેક્સ !