Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gopal Namkeen ની આગ માટે GST જવાબદાર? વાંચીને ચોંકી ઉઠશો

Rajkot News : રાજકોટમાં TRP GAME ZONE કાંડની શાહી હજી સુકાઇ નથી ત્યાં ફરી એકવાર ભયાનક આગ લાગી હતી.
gopal namkeen ની આગ માટે gst જવાબદાર  વાંચીને ચોંકી ઉઠશો
Advertisement
  • Rajkot માં Gopal Namkeen માં લાગી હતી ભયાનક આગ
  • GST ની નોટિસ મળ્યાના ગણતરીના દિવસોમાં લાગેલી આગ શંકાસ્પદ
  • માલિકો દ્વારા જે પ્રકારે ભેદી વલણ દાખવવામાં આવ્યું તે ઉડીને આંખે વળગે તેવું

Rajkot News : રાજકોટમાં TRP GAME ZONE કાંડની શાહી હજી સુકાઇ નથી ત્યાં ફરી એકવાર ભયાનક આગ લાગી છે. રાજકોટના મટોડા GIDC માં આવેલી Gopal Namkeen ની ફેક્ટરીમાં ભયાનક આગ લાગી હતી.આ વિકરાળ આગના કારણે કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. જો કે આ આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવે તો ખુબ જ ચોંકાવનારા ખુલાસાઓ થઇ શકે છે.

આ પણ વાંચો : પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત પુરૂષોત્તમ ઉપાધ્યાયનું 90 વર્ષની ઉંમરે મુંબઈમાં અવસાન

Advertisement

Gopal Snacks માં લાગી હતી આગ

રાજકોટના Matoda GIDC માં Gopal Namkeen ની ફેક્ટ્રીમાં આગ લાગ્યાના 1 કલાક બાદ કેમ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ફેક્ટ્રીમાં આગને કાબુમાં લેવા માટે પણ ખુબ જ ટાંચા સાધનો હતા. જેના કારણે આગ પર ફેક્ટ્રી પોતે કાબુ મેળવી શકી નહોતી. એક કલાક બાદ ફાયરને જાણ કરવામાં આવતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ એટલી વિકરાળ બની ગઇ કે તેને કાબુમાં લેવી મુશ્કેલ બની હતી.

Advertisement

આ પણ વાંચો : યુદ્ધ વચ્ચે રશિયાની ચેતવણી : અમેરિકા, કેનેડા અને યુરોપની મુસાફરી ટાળો!

Gopal Namkeen ને ટેક્સ ચોરીની નોટિસ

જો કે આ તમામ વચ્ચે એક મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. ગોપાલ નમકીન કરોડોની કમાણી કરતું હોવા છતા ટેક્સ પણ યોગ્ય રીતે ભરતું નહોતું. ગોપાલ નમકીનને CGST ની નોટિસ મળી હતી. ગોપાલ સ્નેક્સને CGST દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. 4 દિવસ પહેલા જ GST વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી.GST વિભાગના જોઇન્ટ કમિશનર દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. પેનલ્ટી પેટે 13.50 કરોડ રૂપિયાથી વધારેની રકમ ભરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી.

આ પણ વાંચો : રેલ્વેથી મુસાફરી કરો છો? તો આ Good News તમારા માટે જ!

GST વિભાગની નોટિસને ખાળવા માટે લગાવાઇ આગ

GST વિભાગ દ્વારા ગોપાલ સ્નેક્સને જવાબ આપવા નહીં તો રકમ ભરવા માટે તાકીદ કરવામાં આવી હતી. 13.50 કરોડ રૂપિયા ચુકવી શક્યા નહોતા. તેવામાં સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે કે શું ટેક્સ ચોરી સહિતના કાંડ બહાર ન આવે તે માટે આ આગ લગાવવામાં આવી હતી. જે પ્રકારે કર્મચારીઓને મીડિયાથી દૂર રખાયા. મીડિયાને અંદર પ્રવેશવા દેવામાં આવ્યા નહીં તે અનેક પ્રકારની શંકા ઉપજાવે છે. માલિકો જે પ્રકારે આગ લાગવા છતા કોઇને પ્રવેશ ન આપે તે ઉડીને આંખે વળગે તેવી બાબતો હતી.

આ પણ વાંચો : GPSC ની જાહેરાત, સરકારી નોકરી - લાખોનો પગાર છતા કોઇ ફોર્મ ભરવા માટે નથી તૈયાર!

Tags :
Advertisement

.

×