Kheda : મહેમદાવાદમાં સરકારી જમીન કૌભાંડ; સિંચાઈ વિભાગની કોલોની પર ગેરકાયદે કબજો કરીને બારોબાર વેચાણ
- Kheda : મહેમદાવાદમાં સરકારી જમીનનું બારોબાર વેચાણ : 8 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ, શિક્ષક પણ સામેલ
- ખેડા જિલ્લામાં સરકારી જમીન કબ્જા કૌભાંડ : 1975ની સંપાદિત જમીન પર વારસાઈનો દુરુપયોગ
- મહેમદાવાદ સિંચાઈ કોલોની જમીન વેચાણ કાંડ: જાગૃત નાગરિકની રજૂઆતથી પર્દાફાશ
- ખેડામાં સરકારી જમીન પર ખેલ: વાઠવાડી અને મહેમદાવાદના લોકો સામે ફરિયાદ, મોટું કૌભાંડની આશંકા
Kheda : ખેડા જિલ્લાના (Kheda) મહેમદાવાદમાં (Mahemadabad) સરકારી જમીનોના ગેરકાયદે વેચાણનું (government land scam) મોટું કૌભાંડ સામે આવ્યું છે. સિંચાઈ વિભાગની (irrigation department land) સેક્શન કોલોનીની જમીન પર કબજો કરીને તેનું બારોબાર વેચાણ કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. આ જમીન વર્ષ 1975માં સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવી હતી, પરંતુ સાત-બાર ઉતારામાં વડીલોના નામો રહી જવાથી આરોપીઓએ તેનો ફાયદો ઉઠાવ્યો હતો. પરિવારજનોએ વારસાઈ કરાવીને નામો દાખલ કર્યા અને જર્જરિત મકાનો તોડીને ગેરકાયદે કબજો કર્યો.
જમીન બારોબાર વેચી દેવાઈ
આરોપ છે કે આ જમીન મહેમદાવાદના એક વ્યક્તિને વેચી દેવામાં આવી હતી. સબ-રજિસ્ટ્રાર અને મામલતદાર કચેરીમાં આ વેચાણની નોંધ કેવી રીતે થઈ તે મોટો પ્રશ્ન છે. વાઠવાડી (Vatvadi) ગામના 7 અને મહેમદાવાદના 1 વ્યક્તિ સામે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓમાં ફુલાબેન પરમાર, ભરત પરમાર, વિમળા પરમાર, ચંદ્રકાન્ત પટેલ, સવિતા પટેલ, આશિષ પટેલ, જયેશ મેઘવાલ અને ભાવિન પટેલનો સમાવેશ થાય છે. આશ્ચર્યની વાત એ છે કે આરોપી આશિષ પટેલ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક છે.
જાગૃત નાગરિક પ્રકાશ પંડ્યા
જાગૃત નાગરિકે કર્યો પર્દાફાશ
આ કૌભાંડનો પર્દાફાશ મહેમદાવાદના જાગૃત નાગરિક પ્રકાશ પંડ્યાની રજૂઆત બાદ થયો છે. તેમણે આ મુદ્દે તંત્રનું ધ્યાન દોર્યું અને ફરિયાદ કરાવી હતી. ખેડા જિલ્લામાં સરકારી રોડ ટચ જમીનોમાં લાખો-કરોડોની કિંમતની જમીનો પર ટોળકીઓ સક્રિય છે. જો છેલ્લા ચાર વર્ષના વેચાણ દસ્તાવેજોની તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવી શકે છે. ગળતેશ્વર અને ઠાસરા જેવા વિસ્તારોમાં પણ આવા કેસો સામે આવ્યા છે.
સરકારી જમીન-ગૌચરો ઉપર કબ્જો
આ ઘટના સરકારી જમીનોના દુરુપયોગ અને મિલીભગતના આરોપોને વેગ આપે છે. વર્ષોથી સંપાદિત જમીન પર વારસાઈ અને વેચાણની નોંધ થવી એ તંત્રની બેદરકારી દર્શાવે છે. જાગૃત નાગરિકોની રજૂઆતથી આ કેસ સામે આવ્યો છે, પરંતુ જિલ્લામાં આવી ટોળકીઓ સક્રિય હોવાથી વધુ તપાસની જરૂર છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે, અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થઈ શકે છે.
આ પણ વાંચો- Junagadh ભાજપમાં ભડકો : 2000થી વધુ સભ્યો AAPમાં જોડાવાના સંકેત, ઉપપ્રમુખ-તાલુકા પ્રમુખે રાજીનામા આપ્યા


