Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gautam Adani વિરુદ્ધ ધરપકડ વોરંટ પર ભારત સરકારનું નિવેદન

ગૌતમ અદાણી લાંચના કેસમાં વોરંટ ભારત સરકારે વિદેશ મંત્રાલયનું નિવેદન સરકારની કોઈપણ પ્રકારની ભૂમિકા નથી   Gautam Adani:થોડા દિવસ પહેલા જ અમેરિકન કોર્ટે (Bribery court)અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani)સામે લાંચના કેસમાં ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. ગૌતમ...
gautam adani વિરુદ્ધ ધરપકડ વોરંટ પર ભારત સરકારનું નિવેદન
Advertisement
  • ગૌતમ અદાણી લાંચના કેસમાં વોરંટ
  • ભારત સરકારે વિદેશ મંત્રાલયનું નિવેદન
  • સરકારની કોઈપણ પ્રકારની ભૂમિકા નથી

Gautam Adani:થોડા દિવસ પહેલા જ અમેરિકન કોર્ટે (Bribery court)અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani)સામે લાંચના કેસમાં ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. ગૌતમ અદાણી પર અમેરિકામાં સૌર ઉર્જા સંબંધિત કોન્ટ્રાક્ટ મેળવવા માટે લાંચ આપવાનો આરોપ છે. હવે આ મામલે એક મોટું અપડેટ સામે આવ્યું છે. ભારત સરકારે શુક્રવારે આ મામલે મોટું અપડેટ આપ્યું અને કહ્યું કે અમેરિકા દ્વારા હજુ સુધી કોઈ વિનંતી કરવામાં આવી નથી. વિદેશ મંત્રાલયે કહ્યું કે અદાણી ગ્રૂપની કંપનીઓ સામે અમેરિકાની કાર્યવાહીમાં સરકારની કોઈપણ પ્રકારની ભૂમિકા નથી.

Advertisement

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ શું કહ્યું

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, આ એક ખાનગી કંપની, એક વ્યક્તિ અને યુએસ કોર્ટને સંડોવતો કાનૂની મામલો છે. આવા કેસમાં કેટલીક પ્રક્રિયાઓ અને કાયદાકીય માર્ગો છે અને અમને વિશ્વાસ છે કે તેનું પાલન કરવામાં આવશે. ભારત સરકારને આ બાબતે અગાઉથી જાણ કરવામાં આવી ન હતી. અમે આ મામલે અમેરિકન સરકાર સાથે કોઈ વાતચીત પણ કરી નથી. સમન્સ,ધરપકડ વોરંટની સેવા માટે વિદેશી સરકાર દ્વારા કોઈપણ વિનંતી એ પરસ્પર કાનૂની સહાયનો ભાગ છે. આવી અરજીઓની યોગ્યતાના આધારે તપાસ કરવામાં આવે છે. અમને આ મામલે અમેરિકન તરફથી કોઈ વિનંતી મળી નથી. આ એક એવો મામલો છે જે ખાનગી સંસ્થાઓને લગતો છે અને ભારત સરકાર આ સમયે કાયદાકીય રીતે કોઈપણ રીતે તેનો ભાગ નથી.

Advertisement

આ પણ  વાંચો -IPO: પૈસા તૈયાર રાખજો! શુક્રવારે ખૂલી રહ્યો છે આ IPO

કાયદાકીય કાર્યવાહી શરૂ કરવા માટે સંપૂર્ણ માહિતી આપવાની રહેશે

આવા કિસ્સાઓમાં, કોઈપણ દેશે આરોપીઓ સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવા માટે ભારતના ગૃહ મંત્રાલયને સંપૂર્ણ માહિતી પ્રદાન કરવી પડશે. જે બાદ ભારતનું ગૃહ મંત્રાલય સંબંધિત એજન્સીના અધિકારીઓની વિનંતી પર કાર્યવાહી શરૂ કરવાના આદેશ આપી શકે છે. તમને જણાવી દઈએ કે ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકન કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ જાહેર થયા બાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જોકે હવે ગ્રૂપ કંપનીઓના શેરમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે.

Tags :
Advertisement

.

×