ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સરકારી અધિકારીઓને 30 મિનિટ ઉભા રહીને કામ કરવાની સજા, આ IAS ની થઇ રહી છે વાહવાહી

નોએડા ઓથોરિટીની ઓફીસમાં 65 થી વધારે કેમેરા લાગેલા છે. આ કેમેરા દરેક વિભાગ ઉપરાંત આવતા જતા લોકો પર પણ નજર રાખે છે.
03:32 PM Dec 17, 2024 IST | KRUTARTH JOSHI
નોએડા ઓથોરિટીની ઓફીસમાં 65 થી વધારે કેમેરા લાગેલા છે. આ કેમેરા દરેક વિભાગ ઉપરાંત આવતા જતા લોકો પર પણ નજર રાખે છે.
Noida authority Office

નવી દિલ્હી : નોએડા ઓથોરિટીની ઓફીસમાં 65 થી વધારે કેમેરા લાગેલા છે. આ કેમેરા દરેક વિભાગ ઉપરાંત આવતા જતા લોકો પર પણ નજર રાખે છે. આ કેમેરા કંટ્રોલ રૂમના સેટઅપ ઓથોરિટીના CEO ની ઓફીસમાં લાગેલો છે. સોમવારે સીસીટીવી કેમેરા જોઇ રહેલા સીઇઓને રેસિડેન્સિયલ પ્લોટ વિભાગની એક હરકતથી સીઇઓ ભડકી ઉઠ્યા હતા. સમગ્ર સ્ટાફને સજા ફટકારી હતી.

નોએડા ઓથોરિટીની ઓફીસમાં બની ઘટના

નોએડા ઓથોરિટીના રેસિડેન્સિયલ પ્લોટ વિભાગના કર્મચારીઓએ લાંબા સમય સુધી ઉભા રહેવા છતા એક વૃદ્ધ દંપત્તીનું કામ ન કરવું ભારે પડ્યું. સીસીટીવી કેમેરાથી જોઇ રહેલા નોએડા ઓથોરિટીના સીઇઓ આ વાતથી ખુબ જ ગુસ્સે થયા હતા. તેઓએ ઘટના સ્થળ પર પહોંચીને વિભાગના કર્મચારીઓને 30 મિનિટ સુધી ઉભા રહીને કામ કરવાની સજા ફટકારી હતી.

આ પણ વાંચો : GPSC નાં ઉમેદવારો માટે મોટા સમાચાર, પ્રાથમિક કસોટીનાં સંમતિ પત્ર માટે ભરવી પડશે આટલી ડિપોઝિટ ફી!

ઓથોરિટીના સીઇઓ દ્વારા કરવામાં આવી કાર્યવાહી

નોએડા ઓથોરિટીમાં 65 થી વધારે કેમેરા દ્વારા સીઇઓ દ્વારા સમગ્ર ઓફીસનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે. રોજિંદી રીતે સીઇઓ સોમવારે પણ નજર રાખી રહ્યા હતા. ત્યારે રેસિડેન્સિયલ ઓફીસ પર નજર ગઇ તો એક વૃદ્ધ દંપત્તી લાંબા સમયથી કર્મચારીઓ સામે ઉભુ રહ્યું હતું. જો કે સરકારી અધિકારીઓ કામ નહોતા કરી રહ્યા. જેથી તેમણે સુચના આપી કે આ વૃદ્ધ દંપત્તીનું કામ પુરૂ કરો ન થાય તેમ હોય તો અકારણ તેમને ઉભા ન રાખશો.

સીઇઓએ સુચના આપી છતા કામગીરી ન થઇ

ફાળવણી અંગેની કામગીરી હતી. જેથી સીઇઓ પોતાના બીજા કામમાં લાગી ગયા હતા. જો કે થોડા સમય બાદ તેમની નજર ફરી ત્યાં પડી તો તે દંપત્તી ત્યાં જ ઉભેલું હતું. જેથી ગુસ્સે ભરાયેલા સીઇઓ પોતે જ ઓફીસ પહોંચ્યા હતા. તેમણે હાજર અધિકારીઓ અને કર્મચારીઓની ઝાટકણી કાઢી હતી. વિભાગમાં કામ કરી રહેલા તમામ કર્મચારીઓને 30 મિનિટ સુધી ઉભા રહીને કામ કરવાની સજા ફટકારી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આ પણ વાંચો : Gujarat Police : ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે આવ્યા આ મહત્ત્વનાં સમાચાર!

રેસિડેન્સિયલ પ્લોટ વિભાગની સૌથી વધારે ફરિયાદ

કર્મચારીઓ કામ ન કરવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. જો કે સૌથી વધારે રેસિડેન્સિયલ પ્લોટ વિભાગની ફરિયાદો આવતી હોય છે. આ વિભાગમાં સુવિધા શુલ્ક નહીં આપનારા પ્લોટ ધારકોને કોઇને કોઇ કાગળ નહીં હોવાનુ બહાનું બનાવીને પરત મોકલી દેવાય છે. ધક્કા ખવડાવાય છે. ત્રીજા નંબર પર આયોજન વિભાગના લોકોને સમસ્યાનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો : સરકારી હોસ્પિટલમાં ફિલ્મી સીન, નર્સિંગ સ્ટાફ બંદૂક લઇને આવ્યો અને ડોક્ટરને રૂમમાં પુરીને...

Tags :
authority employees get punishmentCCTV cameradr lokesh m newselederly alotteeGujarat FirstGUJARAT FIRST NEWSGujarati Newsnoida authoritynoida authority ceonoida authority ceo dr lokesh mnoida authority newsNoida authority OfficeNoida NewsNoida news todayPunishment
Next Article