ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બનાસકાંઠામાં વરસાદ અસરગ્રસ્તોને સરકાર આપશે કેશડોલ

બનાસકાંઠા વરસાદ અસરગ્રસ્તો માટે સરકારી કેશડોલ: 18+ વયના દરરોજ ₹233, તલાટીઓએ આજથી આધાર-આધારિત ફોર્મ ભરશે
10:07 AM Sep 13, 2025 IST | Mujahid Tunvar
બનાસકાંઠા વરસાદ અસરગ્રસ્તો માટે સરકારી કેશડોલ: 18+ વયના દરરોજ ₹233, તલાટીઓએ આજથી આધાર-આધારિત ફોર્મ ભરશે

પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં તાજેતરના ધોધમાર વરસાદથી અસરગ્રસ્ત થયેલા લોકોને સરકાર તાત્કાલિક કેશડોલ આપશે. 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને પ્રતિદિવસના હિસાબથી ₹233ની રાશિ ચૂકવવાનો નિર્ણય લેવાયો છે. આજથી (13 સપ્ટેમ્બર, 2025) તલાટીઓ અસરગ્રસ્ત ગામોમાં કેશડોલ માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરશે, જેમાં આધાર નંબર સહિતની માહિતી એકત્ર કરી વેરિફિકેશન પછી રાશિ સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા થશે. આ નિર્ણય સુઈગામ, ભાભર, વાવ અને થરાદ જેવા તાલુકાઓમાં અસરગ્રસ્ત 13 ગામો માટે લેવાયો છે, જ્યાં વરસાદથી 500થી વધુ લોકોનું સ્થળાંતર થયું છે.

આ પણ વાંચો- Ahmedabad : નારોલમાં દંપતીના મોતનો મામલો : પોલીસે AMCના બે કર્મચારી અને કોન્ટ્રાક્ટર સહિત 5 આરોપીઓ સામે નોંધી ફરિયાદ

તલાટીઓએ આજથી ફોર્મ ભરવાની શરૂઆત : આધાર-આધારિત વેરિફિકેશન પછી કેશડોલ

જિલ્લા કલેક્ટરના નિર્દેશ મુજબ, તલાટીઓ અસરગ્રસ્ત ગામોમાં જઈને ફોર્મ ભરશે, જેમાં લાભાર્થીનું નામ, વય, આધાર નંબર, બેંક ખાતાની વિગતો અને અસરની માહિતી ભરવામાં આવશે. વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કેશડોલ સીધી લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવશે. આ યોજના 18 વર્ષથી ઉપરના વયના વ્યક્તિઓ માટે છે, જેમને દરરોજ ₹233ની મદદ મળશે. આ ઉપરાંત, બાળકો માટે ₹60 અને વયસ્કો માટે ₹100ની રાશિ પણ વિચારણાધીન છે.

બનાસકાંઠામાં છેલ્લા 24 કલાકમાં સુઈગામમાં 16 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે, જેના કારણે 13 ગામો સંપર્ક વિહીન બન્યા હતા અને 500થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતુ. NDRF, SDRF અને વહીવટી ટીમો દ્વારા 1,678થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે. આ દરમિયાન 1.50 લાખ ફૂડ પેકેટ વિતરિત કરવામાં આવ્યું હતુ. જિલ્લા કલેક્ટરે શૈક્ષણિક કાર્ય સ્થગિત કરી દીધું છે અને હેમ રેડિયો સેટઅપ કર્યા છે. આ વિસ્તારમાં હજું પણ વરસાદી પાણી ઓસર્યા નહોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે.

આ વચ્ચે સરકારે વિસ્તારના લોકોને રાહત માટે કેશડોલ ચૂકવવાનો નિર્ણય લીધો છે. તે માટે તલાટીઓએ ફોર્મ ભરવાની શરૂઆત કરી હોવાની માહિતી સામે આવી રહી છે.

આ પણ વાંચો- Ahmedabad plane crash અંગે અમેરિકન વકીલ માઈક એન્ડ્રુઝે કર્યો ચોંકાવનારો દાવો

Tags :
#BanaskanthaCashDolla#NDRFRelief#RainAffected#SuigamBhardwa#TalatiFormGujaratFirstGujaratiNews
Next Article