ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kutch : શિક્ષકોની ઘટ નિવારવા સરકારનો મોટો નિર્ણય

ખાસ કિસ્સામાં શિક્ષકોની કચ્છમાં ભરતીની માગ સ્વીકારી
02:44 PM Mar 18, 2025 IST | SANJAY
ખાસ કિસ્સામાં શિક્ષકોની કચ્છમાં ભરતીની માગ સ્વીકારી
Government, Teacher, Kutch @ Gujarat First

Kutch :  શિક્ષકોની ઘટ નિવારવા સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે. ખાસ કિસ્સામાં શિક્ષકોની કચ્છમાં ભરતીની માગ સ્વીકારી છે. તેમાં ધો-1થી 5માં 2500 અને ધો-6થી 8માં 1600ની ભરતી થશે. આ ભરતીમાં કચ્છના સ્થાનિકોને જ શિક્ષક તરીકે સમાવાશે. તથા
રૂટિન ભરતી ઉપરાંત વધારાના 4100 શિક્ષક કચ્છને મળશે. તેમજ નોકરી પૂર્ણ થાય ત્યાં સુધી તેમણે કચ્છમાં જ રહેવું પડશે.

હાલ સૌથી વધુ ઘટ કચ્છમાં શિક્ષકોની છે

ભાજપના ધારાસભ્ય ત્રિકમ છાંગાએ જણાવ્યું છે કે કચ્છ માટે રાજ્યની સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં કચ્છ જિલ્લાના શિક્ષકો માટે મહત્વ પૂર્ણ નિર્ણય છે. કચ્છના નાગરિકોની લાગણી છે તેથી કચ્છમાં પ્રાથમિક શાળાઓ માટે 2500 તથા 6 થી 8 માટે 1600 શિક્ષકોની ભરતી થશે. આ ભરતી માત્ર કચ્છ જિલ્લા માટેની છે. આ ભરતી પામનાર 4100 શિક્ષકોની ક્યારેય બદલી થશે નહિ. ભવિષ્યમાં આ નિર્ણયથી કચ્છનું શિક્ષણ સુધરશે. ખાસ કિસ્સામાં ધોરણ 1-8 માટે અલગ ભરતી કરાશે. તથા ધોરણ 1-5 માટે 2500 જગ્યા તથા ધોરણ 6-8 માટે 1600 જગ્યા ભરાશે. ખાસ કિસ્સામાં સ્થાનિકોની ભરતી કુલ 4100 જગ્યા ઉપર કરાશે. હાલ સૌથી વધુ ઘટ કચ્છમાં શિક્ષકોની છે.

અગાઉ Kutch જિલ્લામાં શિક્ષકોની ફેરબદલીને મુદ્દે રાજ્યમાં રાજનીતિ ગરમાઈ હતી

અગાઉ Kutch જિલ્લામાં શિક્ષકોની ફેરબદલીને મુદ્દે રાજ્યમાં રાજનીતિ ગરમાઈ હતી. આ મામલે સાંસદ ગેનીબેન ઠાકોરે (MP Geniben Thakor) શિક્ષણમંત્રી કુબેર ડિંડોરેને પત્ર લખી રજૂઆત કરી હતી. ત્યારે બીજી તરફ મુખ્યમંત્રી દ્વારા પણ આ મામલે શિક્ષણ વિભાગ સાથે બેઠક કરાઈ હતી. એવી પણ માહિતી છે કે, રાજ્યમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ છે ત્યારે ઘટ ન પૂરાય ત્યાં સુધી જિલ્લા ફેરબદલી અરજી મંજૂર કરાવનારા પ્રાથમિક શિક્ષકોને છૂટા ન કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને સ્પષ્ટ સૂચના કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિનાં ચેરમેન અને જિલ્લા પંચાયતનાં પ્રમુખે આપી છે. તેથી જો આ ભરતી કરવામાં આવે તો કચ્છ જિલ્લામાં (Kutch) શિક્ષકોની ફેરબદલી થઇ શકે છે.

આ પણ વાંચો: Rajkot : એટલાન્ટિસ એપાર્ટમેન્ટની આગ બાદ ફરી કાર્યવાહીનું નાટક!

Tags :
governmentGujarat FirstGujarat Gujarat NewsGujarati NewsGujarati Top NewsKutchTeacherTop Gujarati News
Next Article