ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

FASTag ને લઈ સરકારની નવી ઓફર! વાહનચાલકોને થશે ફાયદો

15 ઓગસ્ટથી નવો ફાસ્ટેગ નિયમ લાગુ થશે (FASTag Annual Pass) સ્વતંત્રતા દિવસ પર નવો ફાસ્ટેગ પાસ લોન્ચ થશે નવો ફાસ્ટેગ ટોલ પાસ એક્ટિવ કરી શકે મોબાઇલ એપ પરથી એક્ટિવેશન પ્રોસેસ થઈ શકશે FASTag Annual Pass : દેશભરમાં 15 ઓગસ્ટથી...
04:04 PM Aug 12, 2025 IST | Hiren Dave
15 ઓગસ્ટથી નવો ફાસ્ટેગ નિયમ લાગુ થશે (FASTag Annual Pass) સ્વતંત્રતા દિવસ પર નવો ફાસ્ટેગ પાસ લોન્ચ થશે નવો ફાસ્ટેગ ટોલ પાસ એક્ટિવ કરી શકે મોબાઇલ એપ પરથી એક્ટિવેશન પ્રોસેસ થઈ શકશે FASTag Annual Pass : દેશભરમાં 15 ઓગસ્ટથી...
FASTag Annual Pass

FASTag Annual Pass : દેશભરમાં 15 ઓગસ્ટથી નવો ફાસ્ટેગ નિયમ (FASTag Annual Pass) શરૂ થવાનો છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર સ્વતંત્રતા દિવસ પર નવો ફાસ્ટેગ પાસ લોન્ચ કરવાની છે, જેની વાર્ષિક કિંમત 3000 રૂપિયા છે. કોઈપણ વાહન ચાલક માત્ર ત્રણ દિવસમાં નવો ફાસ્ટેગ ટોલ પાસ એક્ટિવ કરી શકે છે. આ માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) અને રાજમાર્ગયાત્રા (Rajmargyatra) મોબાઇલ એપ પરથી એક્ટિવેશન પ્રોસેસ થઈ શકશે. સરકારે નવો ફાસ્ટેગ લોન્ચ કરવાની જાહેરાત કર્યા બાદ હવે વાહનચાલકોને ફાયદો કરાવતી ઓફર લાવી છે. સરકારે કહ્યું છે કે, 3000 રૂપિયાનો ફાસ્ટેગ પાસ બનાવનાર વાહનચાલકોને વાર્ષિક 200 ટ્રિપ ફ્રી મળશે.

200 ટ્રિપ એટલે શું? (FASTag Annual Pass)

કેન્દ્ર સરકારે 3000 રૂપિયામાં નવો ફાસ્ટેગ પાસ ખરીદનાર વાહનચાલકોને 200 મફત ટ્રિપ આપવાની જાહેરાત કરી છે, પરંતુ સવાલ એ થાય છે કે, આખરે સરકાર એક ટ્રિપ કેવી રીતે ગણશે? જો કોઈ વાહનચાલક અમદાવાદથી વડોદરા જાય અને ત્યાંથી પરત આવે તો તેને કેટલી ટ્રિપ માનવામાં આવશે? તેનો અર્થ એ છે કે, જો તમે અમદાવાદથી વડોદરા જાવ અને આ દરમિયાન કુલ 7 ટોલ પ્લાઝા આવે તો તેને કુલ સાત ટ્રિપ માનવામાં આવશે. જો તમે અમદાવાદથી વડોદરા જઈને પરત ફરો તો તેને કુલ 14 ટ્રિપ માનવામાં આવશે. માર્ગ પરિવહન મંત્રાલયના નવા નિયમ મુજબ, તમે એક ટોલ પ્લાઝામાંથી પસાર થશો તો તેને એક ટ્રિપ માનવામાં આવશે.

નેશનલ એક્સપ્રેસ ટોલ પ્લાઝા પર જ લાગુ પડશે (ASTag Annual Pas)

કેન્દ્ર સરકારે જાહેર કરી નવી ટ્રિપની સુવિધા માત્ર નેશનલ હાઈવે અને નેશનલ એક્સપ્રેસ ટોલ પ્લાઝા પર જ લાગુ પડશે. જ્યારે એક્સપ્રેસવે, રાજ્ય ધોરીમાર્ગો પર પણ ફાસ્ટેગ નિયમિત રીતે ચાલુ રહેશે. માર્ગ પરિવહન મંત્રાલયનો નવો આદેશ દેશના તમામ ટોલ પ્લાઝા પર લાગુ નહીં પડે. વાહનચાલકોને નવા ફાસ્ટેગ પાસનો ફાયદો માત્ર NHAIના ટોલ પ્લાઝા પર જ થશે. ઉલ્લેખનીય છે કે, નવો ફાસ્ટેગ પાસ માત્ર કાર, જીપ અને વાન જેવા વાહનો માટે છે. આ પાસ બસ અને ટ્રક જેવા મોટા વાહનોને લાગુ નહીં પડે અને તેઓએ ટોલ ટેક્સ ચુકવવો જ પડશે.

જાણો, ફાસ્ટેગ પાસના નિયમો

Tags :
3000 rupees toll pass schemeannual fastag toll passGujrata Firsthow to activate new toll passnew toll pass schemeNHAI WebsiteRajmargyatra Mobile App
Next Article