Cancer ના દર્દીઓ માટે રાહતના સમાચાર, આ 3 દવાઓ સસ્તી થશે...!
- 2024-25 ના સામાન્ય બજેટમાં જાહેરાત કરવામાં આવી
- સરકારે ફાર્માસ્યુટિકલ કંપનીઓને શું સૂચના આપી?
- કેન્સરની દવાઓ પર MRP કેટલા ટકા ઘટશે?
દિવાળીની ઉજવણી પહેલા મોદી સરકારે કેન્સર (Cancer) પીડિત દર્દીઓને મોટી રાહત આપી છે. વાસ્તવમાં, સરકારે દવા બનાવતી કંપનીઓને કેન્સર (Cancer)ની સારવારમાં વપરાતી ત્રણ દવાઓની કિંમતો ઘટાડવા માટે કહ્યું છે. કસ્ટમ ડ્યુટી મુક્તિ અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડી શકાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્રણ કેન્સર (Cancer) વિરોધી દવાઓના નામ જેના ભાવમાં ઘટાડો કરવામાં આવશે - ટ્રાસ્ટુઝુમાબ, ઓસિમેર્ટિનિબ અને ડેરવાલુમબ છે.
2024-25 ના સામાન્ય બજેટમાં આ જાહેરાત કરવામાં આવી...
સસ્તા ભાવે જીવનરક્ષક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની તેની પ્રતિબદ્ધતાને અનુરૂપ સરકારે આ પગલું ભર્યું છે. રસાયણ અને ખાતર મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે, આ પગલું નાણાકીય વર્ષ 2024-25 માટે સામાન્ય બજેટમાં કરવામાં આવેલી જાહેરાતને અનુસરે છે. ત્રણ કેન્સર (Cancer) વિરોધી દવાઓ પર કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિની જાહેરાત બજેટમાં કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ધનતેરસમાં આ શેરે લગાવી મોટી છલાંગ,MRF નો પણ તોડ્યો રેકોર્ડ!
સરકારે ફાર્માસ્યુટિકલ કંપનીઓને શું સૂચના આપી?
તમને જણાવી દઈએ કે, નાણા મંત્રાલયના રેવન્યુ ડિપાર્ટમેન્ટે આ વર્ષે 23 જુલાઈના રોજ એક નોટિફિકેશન બહાર પાડીને ત્રણેય દવાઓ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડીને શૂન્ય કરી દીધી હતી. મંત્રાલયે કહ્યું કે, બજારમાં આ દવાઓની MRP ઘટાડવી જોઈએ અને ટેક્સ અને ડ્યૂટીમાં ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવો જોઈએ. આને ધ્યાનમાં રાખીને, NPPA એ ઉપરોક્ત તમામ દવાઓના ઉત્પાદકોને તેમની MRP ઘટાડવાનો નિર્દેશ આપ્યો છે.
આ પણ વાંચો : Share Market:શેરબજારમાં તેજી સાથે બંધ, આ શેરોમાં મોટો ઉછાળો
કેન્સરની દવાઓ પર MRP કેટલા ટકા ઘટશે?
મંત્રાલયે કહ્યું હતું કે, દવા ઉત્પાદકોએ આ ત્રણ દવાઓની કિંમત સૂચિ અથવા પૂરક કિંમત સૂચિ વિતરકો, રાજ્ય દવા નિયંત્રકો અને સરકારને આપવાની રહેશે. જેમાં બદલાયેલી કિંમતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કંપનીઓએ NPPA ને કિંમતમાં ફેરફાર વિશે જાણ કરવાની રહેશે. તમને જણાવી દઈએ કે લોકસભામાં 2024-25 નું બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્રાસ્ટુઝુમાબ, ઓસિમેર્ટિનિબ અને ડેરવાલુમબ પરની કસ્ટમ ડ્યૂટી 10 ટકાથી ઘટાડીને શૂન્ય કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
આ પણ વાંચો : 15 વર્ષ જૂના કેસમાં Google એક UK ની દંપતી સામે હાર્યુ, લાગ્યો 2.4 અબજ ડોલરનો દંડ