ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મનરેગાના કામદારોને સરકારની ભેટ, 3થી 10 ટકા સુધી વેતનમાં કર્યો વધારો

MGNREGA wages : લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) ને લઇને જ્યા એક તરફ રાજકીય ઉથલપાથલની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે આ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે (Modi Government) દેશભરમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MGNREGA) હેઠળ કામ કરતા...
11:25 AM Mar 28, 2024 IST | Hardik Shah
MGNREGA wages : લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) ને લઇને જ્યા એક તરફ રાજકીય ઉથલપાથલની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે આ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે (Modi Government) દેશભરમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MGNREGA) હેઠળ કામ કરતા...
MGNREGA wages

MGNREGA wages : લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) ને લઇને જ્યા એક તરફ રાજકીય ઉથલપાથલની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે આ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે (Modi Government) દેશભરમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MGNREGA) હેઠળ કામ કરતા મજૂરોને એક મોટી ભેટ (Gift) આપી છે. જીહા, કેન્દ્ર સરકારે મનરેગા (MGNREGA) હેઠળ વેતનમાં વધારાની જાહેરાત કરી છે. સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે મનરેગા હેઠળ અકુશળ મેન્યુઅલ કામદારો માટે નવા વેતન દરો (New Wage Rates) જાહેર કર્યા છે. આ અંતર્ગત ગોવા (Goa) માં મહત્તમ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારે મનરેગાના વેતન દર (MNREGA wage rate) માં 3 થી 10 ટકાનો વધારો કર્યો છે.

1 એપ્રિલ, 2024થી મનરેગાના નવા વેતન દરો થશે લાગુ

જણાવી દઇએ કે, સમગ્ર ભારતમાં સરેરાશ મનરેગા વેતન (MGNREGA wage) વધારો રૂ. 28 પ્રતિ દિવસ થઇ ગયો છે. નાણાકીય વર્ષ 2024-25 (FY 2024-25) માટે સરેરાશ પગાર 289 રૂપિયા હશે જ્યારે નાણાકીય વર્ષ 23-24 (FY 2023-24) માટે તે 261 રૂપિયા છે. આ અંતર્ગત ગોવા (Goa) માં મહત્તમ વેતન (maximum wage) માં વધારો કરવામાં આવ્યો છે. ગોવામાં વર્તમાન વેતન દર (current wage rate) પર મહત્તમ 10.56% નો વધારો જોવા મળ્યો છે. જ્યારે સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં સૌથી ઓછો 3.04% નો વધારો નોંધાયો છે. આ સિવાય ઉત્તરાખંડ (Uttarakhand) માં પણ 3.04%નો વધારો થયો છે. મનરેગા (MGNREGA) ના નવા વેતન દરો 1 એપ્રિલ, 2024થી લાગુ થશે. જણાવી દઈએ કે, ગ્રામીણ વિકાસ મંત્રાલય, જે મનરેગા યોજનાનું સંચાલન કરે છે, તેણે તાજેતરમાં સુધારેલા વેતન દરોને સૂચિત કરવા માટે ચૂંટણી પંચની પરવાનગી મેળવી હતી, કારણ કે આગામી લોકસભા ચૂંટણી માટે આખા દેશભરમાં પહેલેથી જ આદર્શ આચારસહિતા લાગુ છે. હાલમાં, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) ના વેતન CPI-AL (ગ્રાહક ભાવ સૂચકાંક – કૃષિ શ્રમ) માં ફેરફારોના આધારે નક્કી કરવામાં આવે છે. તે ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારી દર્શાવે છે.

આ ત્રણ રાજ્યોમાં મનરેગા વેતનમાં 10% થી વધુનો વધારો

નોટિફિકેશન મુજબ, મનરેગા વેતનનો સૌથી વધુ દર હરિયાણા માટે (રૂ. 374 પ્રતિ દિવસ) નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે સૌથી ઓછો (રૂ. 234 પ્રતિ દિવસ) અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ માટે નક્કી કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષ (નાણાકીય વર્ષ 2023-2024)માં રાજ્યવાર વૃદ્ધિની વાત કરીએ તો, ગોવામાં મહત્તમ 10.56% (રૂ. 34) વૃદ્ધિ જોવા મળી છે. આ સાથે ગોવામાં નાણાકીય વર્ષ 2024-2025 માટે રોજનું વેતન 356 રૂપિયા થઈ ગયું છે. હાલમાં તે 322 રૂપિયા પ્રતિ દિવસ છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણા એ અન્ય ત્રણ રાજ્યો છે જ્યાં મનરેગા વેતનમાં 10% થી વધુનો વધારો જોવા મળ્યો છે. કર્ણાટકમાં, મનરેગાનો નવો વેતન દર રૂ. 349 પ્રતિ દિવસ હશે, જે વર્તમાન રૂ. 316 પ્રતિ દિવસના દર કરતાં 10.44% વધારે છે, ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં જણાવાયું છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણા માટે, 2024-2025 માટે મનરેગાના વેતન દરો પ્રતિ દિવસ રૂ. 300 નક્કી કરવામાં આવ્યા છે, જે વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન રૂ. 272 ​​પ્રતિ દિવસ કરતાં 10.29% વધારે છે.

આ પણ વાંચો - Bharat Bandh : 16 મી ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન, ખેડૂત સંગઠનોને મળશે SKM નું સમર્થન…

આ પણ વાંચો - પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આઠ તાલુકાઓમાં કેમ્પનું આયોજન

Tags :
BiharGoaGovt gift to MNREGA workersGujarat FirstJharkhandLok Sabha Election 2024mgnregamgnrega wagesmgnrega wages hikesmnregaMNREGA latest wagesMNREGA wagesNREGA wagesUttar PradeshUttarakhandwage hike
Next Article