Gandhinagar : GPSCએ નાયબ ખેતી નિયામકની પરીક્ષા રદ કરી, બંને પરીક્ષા આ તારીખે યોજાશે
- GPSCએ નાયબ ખેતી નિયામક વર્ગની 1 પરીક્ષા રદ કરી
- મદદનીશ ખેતી નિયામક, વર્ગ-2 ની પરીક્ષા મુલતવી રખાઈ
- મોટાભાગના પ્રશ્નો અમુક નિશ્ચિત વોલ્યુમમાંથી પુછાતા પરીક્ષા રદ
- 28 ઓગસ્ટનાં રોજ એક જ પરીક્ષા સંયુક્ત રીતે યોજવામાં આવશે
GPSC દ્વારા લેવાનાર નાયબ ખેતી નિયામક / જિલ્લા ખેતીવાડી અધિકારી, વર્ગ-૧ ની પરીક્ષા રદ કરવામાં આવી છે. જ્યારે મદદનીશ ખેતી નિયામક, વર્ગ-૨ ની પરીક્ષા મુલ્તવી રાખવામાં આવી છે. તા. 27.05. 25 નાં રોજ નાયબ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી, વર્ગ-૧ ની પરીક્ષા અંગે તા.૨૮.૦૫.૨૫ ના રોજ ઉમેદવારોએ આવીને એવી રજૂઆત કરવામાં આવી હતી.
જેમાં પરીક્ષામાં પૂછાયેલ મોટાભાગના પ્રશ્નો પુસ્તક-1 Fundamentals of Agriculture Volume-1 તથા પુસ્તક-2 Fundamentals of Agriculture Volume-2 માં આપેલા હેતુલક્ષી પ્રશ્નોમાંથી પૂછવામાં આવેલ છે. ઉમેદવારોની ઉકત રજૂઆતની ચકાસણી કરતાં, તેમાં તથ્ય જણાયેલ હોઈ, જુદા જુદા સ્ત્રોતોથી તૈયારી કરતાં તમામ ઉમેદવારોને એકસરખી તક મળે તે હેતુથી, આ પરીક્ષા રદ કરવામાં આવે છે.
આગામી તા.31.05.2025 ના રોજ લેવાનાર મદદનીશ ખેતી નિયામક, વર્ગ-૨ ની પરીક્ષામા પણ સમાન અભ્યાસક્રમ હોઈ, તેમાં પણ જુદા જુદા સ્ત્રોતોથી તૈયારી કરતા ઉમેદવારોને સ્પર્ધાની સરખી તક મળે તે હેતુથી આ પરીક્ષા પણ મુલત્વી રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
આ પણ વાંચોઃ Gandhinagar : ઓપરેશન શિલ્ડ હેઠળ મોકડ્રિલની નવી તારીખ જાહેર, કેન્દ્ર સરકારે પરિપત્ર કર્યો જાહેર
હવે પછી આ બન્ને ભરતી માટે એટલેકે નાયબ ખેતી નિયામક / જિલ્લા ખેતીવાડી અધિકારી, વર્ગ-૧ તથા મદદનીશ ખેતી નિયામક, વર્ગ-૨ માટે સંબંધિત વિષયની એક જ પરીક્ષા સંયુક્ત રીતે તા. 28.05.2025 ના રોજ યોજવામાં આવશે અને તેમાં બન્ને જાહેરાતમા ઉમેદવારી નોંધાવેલ હોય તેવા ઉમેદવારોએ મેળવેલ ગુણ બન્ને ભરતીમાં ધ્યાને લેવામાં આવશે. તેમ જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ Mahesana: બહુચરાજીમાં મોડી રાત્રે વરસ્યો વરસાદ, બંને રેલવે અંડરપાસમાં પાણી ભરાયા