Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : કડી-વિસાવદર વિધાનસભા મત વિસ્તારની ગ્રામ પંચાયતની ચૂંટણી સ્થગિત

કડી-વિસાવદર મત વિસ્તારની ગ્રામ પંચાયતની ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે. કડી તેમજ વિસાવદરમાં યોજાનાર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે.
gandhinagar   કડી વિસાવદર વિધાનસભા મત વિસ્તારની ગ્રામ પંચાયતની ચૂંટણી સ્થગિત
Advertisement
  • કડી-વિસાવદર મતવિસ્તારની ગ્રામ પંચાયતની ચૂંટણી સ્થગિત
  • કડી અને જોટાણા તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણી સ્થગિત
  • વિસાવદર, ભેસાણ તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણી સ્થગિત

કડી અને વિસાવદર વિધાનસભા મતવિસ્તારની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ સ્થગિત કરવામાં આવી છે. કડી અને જોટાણા તાલુકાનો ગ્રામ પંચાયતોની ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે. જ્યારે વિસાવદર, ભેસાણ, જૂનાગઢ ગ્રામ્ય, અને અમરેલીના બગસરા તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ સ્થગિત કરવામાં આવેલ છે. વિધાનસભાની પેટા ચૂંટણી મા ચૂંટણી સ્ટાફ રોકાયો હોવાના કારણે લેવાયો નિર્ણય લેવામાં આવ્યો છે.


ગત રોજ ચૂંટણી આયોગ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 8240 ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગે મહત્વની જાહેરાત કરવામાં આવશે. અગાઉ આ ગ્રામ પંચાયતોની ચૂંટણી OBC અનામત મુદ્દે અટકી પડી હતી. આમ, ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજવાની આખરી તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. 1-4-2022 થી 30-6-2025 સુધી મુદ્દત પૂર્ણ થતી હોય તેવી ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે.

Advertisement

શા માટે ચૂંટણી અટકી પડી હતી ?

ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઓબીસી માટે અનામત 27 ટકા કરવા માટે રાજ્ય સરકારે ઝવેરી કમિશનની રચના કરીને કાયદો પસાર કર્યો હતો. આ કાયદાને લઈને ગ્રામ પંચાયતોની ચૂંટણી લંબાઈ હતી. જો કે હવે તમામ જિલ્લા કલેક્ટરોને સરપંચ સહિતના પદો માટે રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી છે.

Advertisement

વધુ વાંચોઃ Gujarat Rain : અમદાવાદમાં સામાન્ય વરસાદે ખોલી તંત્રની પોલ, વરસાદી પાણી ભરાતા લોકો અટવાયા

બપોરે 3 કલાકે ચૂંટણી આયોગની પ્રેસ કોન્ફરન્સ કરી હતી

OBC અનામત મુદ્દે રાજ્યની અટકી પડેલી ગ્રામ પંચાયતોની સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી હવે યોજાશે. આ મુદ્દે ચૂંટણી આયોગ આજે બપોરે 3 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરશે. 1-4-2022 થી 30-6-2025 સુધી મુદ્દત પૂર્ણ થતી હોય તેવી ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે. ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજવાની આખરી તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.

વધુ વાંચોઃ Gandhinagar : GPSCએ નાયબ ખેતી નિયામકની પરીક્ષા રદ કરી, બંને પરીક્ષા આ તારીખે યોજાશે

Tags :
Advertisement

.

×