Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

સોમનાથના આંગણે ‘Swabhiman Parv’નો ભવ્ય પ્રારંભ, 20 સ્ટેજ પર ભારતીય સંસ્કૃતિની ઝલક!

Somnath Swabhiman Parv: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન સાથે સોમનાથમાં ‘સ્વાભિમાન પર્વ’ની ભવ્ય ઉજવણી શરૂ થઈ છે. 20 સ્ટેજ પર વિવિધ રાજ્યોના કલાકારોએ સાંસ્કૃતિક નૃત્યો દ્વારા અખંડ ભારતની એકતા પ્રદર્શિત કરાઈ રહી છે. મંદિર પ્રાંગણમાં મહિલાઓના ગરબા અને ‘હર હર મહાદેવ’ના નાદ સાથે ભક્તિમય માહોલ છવાયો છે. શૌર્ય યાત્રા અને ધ્વજા પૂજન આ મહોત્સવના મુખ્ય આકર્ષણ બન્યા છે.
સોમનાથના આંગણે ‘swabhiman parv’નો ભવ્ય પ્રારંભ  20 સ્ટેજ પર ભારતીય સંસ્કૃતિની ઝલક
Advertisement
  • Somnath Swabhiman Parv માં વિવિધતામાં એકતાનું અદ્ભુત દ્રશ્ય
  • વડાપ્રધાનના આગમન પહેલાં સોમનાથમાં સાંસ્કૃતિક ઉત્સવનો માહોલ
  • સોમનાથ શૌર્ય યાત્રા રૂટ પર 20 સ્ટેજ પર ભારતની ઝલક

Somnath Swabhiman Parv: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે ભક્તિ અને સંસ્કૃતિનો અદભૂત ત્રિવેણી સંગમ સર્જાયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendrabhai Modi) સોમનાથ પહોંચી ગયા છે. ત્યારે સમગ્ર તીર્થક્ષેત્ર ‘હર હર મહાદેવ’ના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે. સોમનાથ સર્કિટ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની બેઠક કરી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સહિત સોમનાથના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા. બેઠક પૂર્ણ થયા બાદ વડાપ્રધાન સોમનાથ મંદિરે પહોંચી દર્શન કર્યા હતા. સાથે જ મંદિરમાં ઋષિ કુમારો સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

વિવિધતામાં એકતાનું જીવંત દ્રશ્ય

સોમનાથમાં આયોજિત ‘સ્વાભિમાન પર્વ’માં આજે ભારતની વિવિધતામાં એકતાના દર્શન થઈ રહ્યા છે. વડાપ્રધાનના આગમન પૂર્વે સોમનાથના માર્ગો પર જાણે આખું ભારત ઉતરી આવ્યું હોય તેવો સાંસ્કૃતિક માહોલ સર્જાયો છે. સોમનાથ શૌર્ય યાત્રાના સમગ્ર રૂટ પર 20 જેટલા મોટા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં દેશના અલગ-અલગ રાજ્યોની કલા અને સંસ્કૃતિની ઝલક જોવા મળી રહી છે.

Advertisement

શૌર્ય યાત્રા: કૂચિપુડીથી મણિયારો રાસ સુધીની રમઝટ

આ ભવ્ય શૌર્ય યાત્રાના રૂટ પર સાંસ્કૃતિક નૃત્યોની રમઝટ જામી છે. દક્ષિણ ભારતનું પ્રસિદ્ધ કૂચિપુડી નૃત્ય હોય કે સૌરાષ્ટ્રનો ખમીરવંતો મણિયારો રાસ, દરેક કલાકારો પોતાની આગવી શૈલીમાં પ્રસ્તુતિ આપી રહ્યા છે. 16 જેટલા મુખ્ય સ્ટેજ પર 20 થી વધુ પ્રકારના લોકનૃત્યો રજૂ કરાયા છે. વિવિધ રાજ્યોમાંથી આવેલા કલાકારોએ સોમનાથની પવિત્ર ધરતી પર સાંસ્કૃતિક સમન્વયનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Advertisement

મંદિર પ્રાંગણમાં ભક્તિનો સાગર

સોમનાથ મંદિરના પ્રાંગણમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો મહેરામણ ઉમટી પડ્યો છે. મહાદેવના સાનિધ્યમાં ધૂમ મંડળીઓ દ્વારા સતત ધૂન ભજન કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહિલાઓ હાથમાં ધ્વજા લઈને ‘ઓમ નમઃ શિવાય’ના નાદ સાથે મંદિર તરફ આગળ વધી રહી છે. મંદિર પરિસરમાં ગુજરાતી ગરબા ગીતોની ગુંજ સાથે મહિલાઓ ગરબે ઘૂમતી જોવા મળી હતી, જે દ્રશ્ય ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું  હતુ.

Swabhiman Parv અને ધ્વજા પૂજનનું મહત્વ

યાત્રાના રૂટ પર તૈયારીઓ પૂરજોશમાં પૂર્ણ કરી દેવામાં આવી છે. શ્રદ્ધાળુઓનું કહેવું છે કે, "સ્વાભિમાન પર્વ દરમિયાન સોમનાથ મહાદેવના શિખર પર ધ્વજા ચઢાવવાનો અને તેના દર્શન કરવાનો લહાવો કંઈક અલગ જ છે." ભક્તો દૂર-દૂરથી ધ્વજા લઈને આવી રહ્યા છે અને ભક્તિભાવ પૂર્વક સ્વાભિમાન પર્વની ઉજવણીમાં સહભાગી થઈ રહ્યા છે.

ચુસ્ત બંદબોસ્ત

વડાપ્રધાનના આગમનને પગલે સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સમગ્ર સોમનાથ નગરી અત્યારે ભક્તિ, શક્તિ અને સ્વાભિમાનના રંગે રંગાઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મહાદેવના પૂજન-અર્ચન કર્યા બાદ આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોના સાક્ષી બનશે.

આ પણ વાંચોઃ Somnath Swabhiman Parv: PM નરેન્દ્રભાઈ મોદીનું સોમનાથમાં આગમન, 108 અશ્વો સાથે શૌર્યના દર્શન થશે

Tags :
Advertisement

.

×