Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

GST માં સુધાર અને તહેવારોની માંગને લઇને કારનું ઘૂમ વેચાણ નોંધાયું

Bumper Car Sale Reported : મહિન્દ્રાએ સપ્ટેમ્બર 2025માં કુલ 100,298 વાહનોનું વેચાણ કર્યું, જેમાં ગયા વર્ષની સરખામણીમાં 16 ટકાનો વધારો છે
gst માં સુધાર અને તહેવારોની માંગને લઇને કારનું ઘૂમ વેચાણ નોંધાયું
Advertisement
  • સરકારના નિર્ણયને પગલે માર્કેટમાં કારનું વેચાણ વધ્યું
  • મોટા ભાગની કાર કંપનીઓએ પોતાનો જુનો રેકોર્ડ તોડ્યો
  • આગામી સમયમાં પણ આ વૃદ્ધિ દર વધતું રહે તેવી આશા

Bumper Car Sale Reported : ભારતીય ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સે (Tata Motors) સપ્ટેમ્બરમાં કુલ 60,907 વાહનોનું વેચાણ કર્યું હતું, જે વાર્ષિક ધોરણે 47 ટકાનો વધારો દર્શાવે છે (Bumper Car Sale Reported). આ કંપનીનું અત્યાર સુધીનું સૌથી વધુ માસિક વેચાણ છે. કંપનીએ જણાવ્યું હતું કે, આ વધારો GST દરોમાં ઘટાડો અને નવરાત્રિ દરમિયાન માંગમાં વધારો (Bumper Car Sale Reported) થવાને કારણે થયો છે. સપ્ટેમ્બર 2024માં ટાટા મોટર્સે 41,313 વાહનોનું વેચાણ કર્યું હતું. ટાટા મોટર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સ્થાનિક બજારમાં વેચાણ 45 ટકા વધીને 59,667 યુનિટ થયું છે, જે ગયા વર્ષે 41,063 યુનિટ હતું. ટાટા મોટર્સના પેસેન્જર વ્હીકલ સેગમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે, "GST 2.0 ના અમલીકરણ પછી, સપ્ટેમ્બર 2025 માં પેસેન્જર વ્હીકલ ઉદ્યોગની માંગમાં વધારો (Bumper Car Sale Reported) થયો છે. આ આગામી મહિનાઓમાં સતત વૃદ્ધિ માટે એક આશાસ્પદ સંકેત છે.

Tags :
Advertisement

.

×