Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GT vs PBKS: ભૂલથી ટીમમાં આવેલ ખેલાડી બન્યો મેચનો ‘બાજીગર’, પંજાબની શાનદાર જીત

GT vs PBKS: આજે આઈપીએલની 17મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) અને પંજાબ કિંગ્સ (Punjab Kings) વચ્ચે મેચ રમાઇ રહી હતી. પહેલા બેટિંગ કરતા ગુજરાત ટાઈટન્સે 199 રન બનાવ્યા હતા અને પંજાબને 200 રનનું લક્ષ્ય આપ્યું...
gt vs pbks  ભૂલથી ટીમમાં આવેલ ખેલાડી બન્યો મેચનો ‘બાજીગર’  પંજાબની શાનદાર જીત
Advertisement

GT vs PBKS: આજે આઈપીએલની 17મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) અને પંજાબ કિંગ્સ (Punjab Kings) વચ્ચે મેચ રમાઇ રહી હતી. પહેલા બેટિંગ કરતા ગુજરાત ટાઈટન્સે 199 રન બનાવ્યા હતા અને પંજાબને 200 રનનું લક્ષ્ય આપ્યું હતું. જે લક્ષ્યને ભારે રસાકસી બાદ પંજાબે હાંસલ કરી દીધો હતો. નોંધનીય છે કે, આ લક્ષ્યનો પીછો કરતી વખતે પંજાબની ટીમના મોટા બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા અને શશાંક સિંહે શાનદાર ઇનિંગ રમી હતી.

શશાંકની આઈપીએલ કારકિર્દીની આ પ્રથમ ફિફ્ટી

નોંધનીય છે કે, પંજાબ કિંગ્સની ટીમ આ લક્ષ્યને ભેદી શકે તેમ નહોતી પરંતુ શશાંક સિંહે એકલા હાથે સંઘર્ષ ચાલુ રાખ્યો. સતત પડતી વિકેટો વચ્ચે એક છેડો જાળવી રાખ્યો અને શાનદાર અડધી સદી ફટકારી. અંત સુધી ટકી રહીને આ ખેલાડીએ મેચમાં પંજાબની આશા જીવંત રાખી હતી. પંજાબ કિંગ્સના બેટ્સમેન શશાંક સિંહે શાનદાર બેટિંગ કરી હતી અને ગુજરાત ટાઇટન્સ સામે અડધી સદી ફટકારી હતી. શશાંકની આઈપીએલ કારકિર્દીની આ પ્રથમ ફિફ્ટી છે.  ઈમ્પેક્ટ સબ તરીકે તેની સાથે આવેલા આશુતોષ શર્મા 12 બોલમાં 22 રન બનાવ્યા બાદ હાજર છે.

Advertisement

Advertisement

બોલિંગમાં પંજાબની ટીમ અટવાઈ ગઈ

ગુજરાત ટાઇટન્સ સામે 200 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી પંજાબની ટીમને અનુભવી ઉમેશ યાદવે પહેલો ઝટકો આપ્યો હતો. કેપ્ટન શિખર ધવન બીજા જ બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. તે માત્ર 1 રન બનાવ્યા બાદ પેકઅપ થઈ ગયો. સ્પિનર ​​નૂર અહેમદે ટીમને મોટો આંચકો આપ્યો હતો. પહેલા તેણે જોની બેયરસ્ટો અને પછી પ્રભાસિમરનને ફસાવ્યા.

આજે શશાંક સિંહની ધુંઆધાર બેટિંગ જોવા મળી

મળતી વિગતો પ્રમાણે આઈપીએલ 2024ના ઓક્શનમાં જ્યારે પંજાબ ખેલાડીઓની ખરીદી કરી રહ્યું હતું ત્યારે એક ખેલાડી એવો હતો જેને પંજાબ કિંગ્સે ભૂલથી ખરીદી લીધો હતો. જી હા અમે વાત કરી રહ્યા છીએ શશાંક સિંહની કે જેને પંજાબે ભૂલથી ખરીદી લીધો હતી. જોકે, આ ખેલાડીએ આજે પંજાબને જીત અપાવીને પોતાની જાતને પ્રમાણીત કરી દીધી છે. નોંધનીય છે કે, શશાંક સિંહ આજની મેચનો બાજીગર સાબિત થયો છે. જે ખેલાડીની ખરીદી પર પંજાબ ચિંતિત હતી તેણે આજે પંજાબને શાનદાર જીત આપાવી છે. આજે સાબિત થઈ ગયું છે કે, શશાંક સિંહ એક શાનદાર ખેલાડી છે. આજની 17મી IPL મેચમાં શશાંક સિંહની ધુંઆધાર બેટિંગ જોવા મળી હતીં.

આ પણ વાંચો: GT vs PBKS : શુભમન ગિલના તોફાન સામે પંજાબના બોલરો ઘૂંટણીએ, પંજાબને મળ્યું વિશાળ લક્ષ્ય

આ પણ વાંચો: GT vs PBKS : અમદાવાદમાં આજે થશે કાંટાની ટક્કર, બંને ટીમ અંતિમ મેચ જીતીને પહોંચી અમદાવાદ

આ પણ વાંચો: DC vs KKR : ટૂર્નામેન્ટમાં કોલકતાની જીતની હેટ્રિક, દિલ્હી કેપિટલ્સની કારમી હાર

Tags :
Advertisement

.

×