Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: નવા વર્ષની શરૂઆત થતા અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી

Gujarat: ગુજરાત રાજ્યમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાશે. જેમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થઈ છે. જે વરસાદી સિસ્ટમ અરબ સાગરમાં થોડા દિવસમાં તોફાનમાં પરિવર્તિત થશે. જેના કારણે ગુજરાતમાં નવા વર્ષની શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ સર્જાશે.
gujarat  નવા વર્ષની શરૂઆત થતા અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી
Advertisement
  • Gujarat: અરબી સમુદ્રમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થઈ છે
  • ગુજરાતમાં નવા વર્ષની શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ સર્જાશે: Ambalal Patel
  • વરસાદી સિસ્ટમ અરબ સાગરમાં થોડા દિવસમાં તોફાનમાં પરિવર્તિત થશે

Gujarat: ગુજરાત રાજ્યમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાશે. જેમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ (Ambalal Patel)ની મોટી આગાહી સામે આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થઈ છે. જે વરસાદી સિસ્ટમ અરબ સાગરમાં થોડા દિવસમાં તોફાનમાં પરિવર્તિત થશે. જેના કારણે ગુજરાતમાં નવા વર્ષની શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ સર્જાશે.

ત્રણ નવેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી

ઓક્ટોમ્બર માસના અંત અને ત્રણ નવેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. તેમજ દિવસના સમયે સામાન્ય ગરમી લાગે છે, જ્યારે રાત્રે ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે. આ વાતાવરણ પરથી લાગે છે કે રાજ્યમાં હવે ધીમે ધીમે શિયાળો શરૂ થઇ રહ્યો છે.

Advertisement
Advertisement

Advertisement

શિયાળો શરૂ થવાના આ માહોલ વચ્ચે હવામાનમાં ફરી એકવાર પલટો આવી શકે

શિયાળો શરૂ થવાના આ માહોલ વચ્ચે હવામાનમાં ફરી એકવાર પલટો આવી શકે તેવા સંકેતો મળી રહ્યા છે. જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં 22 ઓક્ટોબર સુધી હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

Ambalal_predicts_rain_in_Diwali_after_Navratri_Gujarat_First

Gujarat: દરિયાકાંઠાના વિસ્તારોમાં મેઘગર્જના સાથે છૂટાછવાયો વરસાદ

હાલ વાતાવરણમાં ભેજ વધ્યો હોવાથી ડાંગ, વલસાડ, નવસારી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં મેઘગર્જના સાથે છૂટાછવાયો વરસાદ પડવાની શક્યતા છે. અંબાલાલ પટેલ (Ambalal Patel) નું કહેવું છે કે, બંગાળના ઉપસાગરમાં એક નવું વાવાઝોડુ બનવાની સંભાવના છે. જો આ સિસ્ટમ મજબૂત બનશે, તો તેની સીધી અસર ગુજરાતના દક્ષિણ ભાગો પર જોવા મળી શકે છે અને ફરી વરસાદી માહોલ સર્જાઈ શકે છે. તેમજ ઓક્ટોબર મહિનાના અંતમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધુ એક સિસ્ટમ સક્રિય થશે, જેનાથી વરસાદ ફરી આવી શકે છે.

ભારે વરસાદની અસર પણ ગુજરાતના હવામાન પર જોવા મળી શકે છે

અંબાલાલ પટેલ (Ambalal Patel)ના જણાવ્યા પ્રમાણે, 23મી ઓક્ટોબરથી રાજ્યમાં ઠંડીની વિધિવત શરૂઆત થશે. આ વખતે ડિસેમ્બર મહિનામાં હાડ થીજવતી ઠંડી પડશે. આ શિયાળામાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે જવાની શક્યતા છે. તેમજ દક્ષિણ ભારતમાં થનારા ભારે વરસાદની અસર પણ ગુજરાતના હવામાન પર જોવા મળી શકે છે.

આ પણ વાંચો: Agra Lucknow Expressway: દિવાળી પર રૂ.1,100 બોનસ મળવાથી કર્મચારીઓ ગુસ્સે ભરાયા, કર્યું જોરદાર કામ!

Tags :
Advertisement

.

×