Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લાંચિયા મહિલા નાયબ કલેક્ટરના લૉકરમાંથી Gujarat ACB ને પોણા કરોડનું સોનું મળ્યું

Gujarat ACB : ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ (Revenue Department Gujarat) માં ભારે ભરખમ ભ્રષ્ટાચાર થતો હોવાની જાણ સંત્રીથી લઈને મંત્રી સુધી સૌની જાણકારીમાં છે. 'પકડાય તે ચોર બાકી શાહુકાર' આવી જ વાત છે ગુજરાત સરકાર (Gujarat Government) ના વિભાગોની. ભ્રષ્ટાચારને...
લાંચિયા મહિલા નાયબ કલેક્ટરના લૉકરમાંથી gujarat acb ને પોણા કરોડનું સોનું મળ્યું
Advertisement

Gujarat ACB : ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ (Revenue Department Gujarat) માં ભારે ભરખમ ભ્રષ્ટાચાર થતો હોવાની જાણ સંત્રીથી લઈને મંત્રી સુધી સૌની જાણકારીમાં છે. 'પકડાય તે ચોર બાકી શાહુકાર' આવી જ વાત છે ગુજરાત સરકાર (Gujarat Government) ના વિભાગોની. ભ્રષ્ટાચારને કાબૂમાં રાખવા Gujarat ACB સતત કાર્યરત છે, પરંતુ સરકારના કેટલાંક નિયંત્રણો સાથે. બે સપ્તાહ અગાઉ Gujarat ACB એ 3 લાખના લાંચ કેસમાં એક મહિલા નાયબ કલેક્ટર સહિત બે સરકારી અધિકારી/કર્મચારીની ધરપકડ કરી હતી. લાંચ કેસની તપાસમાં Team ACB Gujarat ને મહિલા નાયબ કલેક્ટર અંકિતા ઓઝાના બેંક લૉકર (Bank Locker) માંથી પોણા કરોડની કિંમતના સોનાના બિસ્કીટ/લગડી/દાગીનાઓ મળી આવ્યાં છે.

Advertisement

Advertisement

અંકિતા ઓઝાએ કેમ માગી હતી લાંચ ?

સ્ટેમ્પ ડ્યૂટી મુલ્યાંકન કચેરી પાલનપુર ખાતે ફરજ બજાવતા નાયબ કલેક્ટર અંકિતા ઓઝા (Ankita Oza Deputy Collector) એ સ્ટેમ્પ ડ્યૂટી ભર્યા વિનાના બાંધકામોનું સ્થળ નિરિક્ષણ કરીને પ્લોટધારકોને નોટિસ ફટકારી હતી. નોટિસ મળતા પ્લોટધારકો વતી Gujarat ACB ના ફરિયાદીએ સ્ટેમ્પ ડ્યૂટી ઓછી કરવા સ્ટેમ્પ ડ્યૂટી કચેરી (Stamp Duty Office) ના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. નાયબ કલેકટર અંકિતા ઓઝા અને ઈન્ચાર્જ કચેરી નિરિક્ષક ઈમરાનખાન નાગોરી (Imrankhan Nagori) એ સ્ટેમ્પ ડ્યૂટી ઘટાડી આપી ચલણની કાર્યવાહી ઝડપી કરી આપવા શરૂઆતમાં 4.50 લાખની માગણી કરી હતી. રકઝકના અંતે એક મકાનના 1.50 લાખ પેટે એમ બે મકાનના 3 લાખ રૂપિયાની લાંચ નક્કી થઈ હતી. ગત 25 ફેબ્રુઆરીના રોજ 3 લાખની લાંચ લેતા ઈમરાન નાગોરી અને સહ આરોપી અંકિતા બાબુલાલ ઓઝાને Gujarat ACB ના ગાંધીનગર એકમના પીઆઈ એચ. બી. ચાવડા (PI H B Chavda) એ રંગે હાથ ઝડપ્યા હતા.

Advertisement

આ પણ વાંચો -રાજકોટ સિવિલમાં દર્દીઓ ભગવાન ભરોસે? હકાભા ગઢવીએ કહ્યું - મારી ઓળખાણ હોવા છતા..!

મહિલા PIએ લૉકરમાંથી મળેલું પોણા કરોડનું સોનું/ચાંદી જપ્ત કર્યું

લાંચ કેસની તપાસ બનાસકાંઠા એસીબી પોલીસ સ્ટેશન (Banaskantha ACB Police Station) ના મહિલા પોલીસ ઈન્સ્પેક્ટરને સોંપવામાં આવી હતી. અંકિતા ઓઝાની ધરપકડ કરીને તેમને અદાલત સમક્ષ રજૂ કરાતા જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી અપાયા હતા. ગત શુક્રવારે અંકિતા બાબુલાલ ઓઝાએ અદાલતમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. Deputy Collector Ankita Oza ની જામીન અરજી ગત શનિવારે અદાલતે ના-મંજૂર કરી હતી. એસીબીના મહિલા PI N H Mor ની તપાસમાં મહેસાણા ખાતેની બેંક ઑફ બરોડા (Bank Of Baroda) માં આરોપીનું બેંક લૉકર હોવાનું સામે આવ્યું હતું. આજરોજ બેંક ઑફ બરોડાના લૉકરમાં પીઆઈ એન. એચ. મોરે તપાસ કરતા સોનાના 10 બિસ્કીટ, 7 લગડી અને સોના/ચાંદીના દાગીના (કિંમત રૂપિયા 74.89 લાખ) મળી આવતા કબજે લેવામાં આવ્યા છે.

Tags :
Advertisement

.

×