ભ્રષ્ટ અધિકારી સામે લાંચની માગણીનો ગુનો નોંધવામાં Gujarat ACB ને સાડા 6 વર્ષ કેમ લાગ્યા ?
Gujarat ACB : ભ્રષ્ટાચારની હરિફાઈમાં રાજ્યની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન એકબીજાને માત આપે તેવી છે. વર્ષ 2018માં લાંચના છટકામાં બચી ગયેલા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ-2ના અધિકારી કૌશિક પરમાર (હાલ વર્ગ-1) સામે Gujarat ACB એ લાંચની માગણીનો કેસ નોંધ્યો છે. ભ્રષ્ટાચારના કેસમાં સાડા છ વર્ષ બાદ એસીબીએ કેમ કાર્યવાહી કરી ? વાંચો આ અહેવાલ...
વર્ષ 2018માં ACB Trap નિષ્ફળ ગઈ હતી
વડોદરા આજવા રોડ બેલેન્સીંગ રીજવાયરનું ઑપરેશન અને મેન્ટનન્સનું ત્રણ વર્ષનું કામ 60 લાખ રૂપિયામાં આપવાનું VMC એ ટેન્ડર બહાર પાડ્યું હતું. વડોદરા મહાનગર પાલિકા (Vadodara Municipal Corporation) ના તત્કાલિન નાયબ કાર્યપાલક ઈજનેર કૌશિક શાંતીલાલ પરમારે એક પાર્ટીને ટેન્ડર મંજૂર કરી આપવા પેટે લાંચ માગી હતી. ટેન્ડર ભરનારા વેપારીનો સંપર્ક કરીને કૌશિક પરમારે "તમારું ટેન્ડર મંજૂર થઈ ગયું છે" તેમ કહીને 5 ટકા પ્રમાણે 3 લાખ લાંચ માગી હતી. જેથી પાર્ટીએ દોઢ લાખ રૂપિયા કૌશિક પરમારને આપી દીધા હતા. દરમિયાનમાં વેપારીને જાણકારી મળી હતી કે, તેમનું ટેન્ડર મંજૂર થયું નથી. આમ છતાં કૌશિક પરમારે વેપારીનો સંપર્ક કરીને બીજા 1.50 લાખ માગતા રેકૉડીંગ કરી લીધું હતું. વેપારીએ ત્યારબાદ Vadodara ACB ના અધિકારીનો સંપર્ક કરી આ અંગે 20 નવેમ્બર 2018ના રોજ ફરિયાદ આપી હતી. બીજા દિવસે 21 નવેમ્બરના રોજ એસીબીના અધિકારીએ બે સરકારી પંચો સાથે છટકું ગોઠવ્યું હતું, પરંતુ કૌશિક પરમારને ગંધ આવી જતાં તેણે લાંચની રકમ સ્વીકારી ન હતી.
રેકૉડીંગનો FSL માંથી રિપોર્ટ આવ્યા બાદ શું થયું ?
કૌશિક શાંતીલાલ પરમારે (Kaushik Parmar VMC) લાંચ નહીં સ્વીકારતા તેનું રેકૉડીંગ ફોરેન્સિક લેબોરેટરીમાં Gujarat ACB એ મોકલી આપ્યું હતું. FSL માંથી લાંબા સમય બાદ નો ટેમ્પરિંગ સર્ટીફિકેટ આવ્યા બાદ એસીબી અધિકારીએ આક્ષેપિત કૌશિક પરમારને વિધિવત રીતે જાણ કરી વૉઈસ સેમ્પલ આપવા જણાવ્યું હતું. કૌશિક પરમારે વૉઈસ સેમ્પલ આપવાની ના પાડી હોવા છતાં Gujarat ACB એ બેએક વખત ફરીથી પ્રયત્ન કર્યો હતો. વૉઈસ સેમ્પલ મેચ થઈ જાય તો તેની સામે તુરંત લાંચની માગણીનો ગુનો નોંધવામાં આવે તેવી આક્ષેપિત કૌશિક પરમારને જાણ હતી અને આ કારણોસર તેઓ વૉઈસ સેમ્પલ આપવા માટે તૈયાર ન હતા.
આ પણ વાંચોઃ S G Highway પર ફૂટબોલ ખેલાડીને ટક્કર મારી કોમામાં ધકેલનારો પોલીસ પુત્ર કેવી રીતે ઓળખાયો ?
વૉઈસ સેમ્પલ ના આપ્યું છતાં ગુનો નોંધી દેવાયો
દસકા અગાઉ Gujarat ACB એ ડિમાન્ડ કેસ નોંધવાની શરૂઆત કરી હતી. લાંચનું છટકું નિષ્ફળ જાય તો પણ ભ્રષ્ટાચારીને સબક શિખવાડવા ACB Demand Case નોંધવા લાગી. આક્ષેપિત અને ફરિયાદી વચ્ચે થયેલા સંવાદના રેકૉડીંગની FSL તપાસ કરવામાં આવે છે. એફએસએલ તપાસમાં રેકૉડીંગમાં કોઈ છેડછાડ નથી તેવો રિપોર્ટ આવ્યા બાદ એસીબી અધિકારી આક્ષેપિતને વૉઈસ સેમ્પલ આપવા જાણ કરે છે. આક્ષેપિત કૌશિક પરમારે વૉઈસ સેમ્પલ આપવાની વારંવાર ના પાડી હોવા છતાં તેની સામે Gujarat ACB એ ડિમાન્ડ કેસ નોંધી દીધો છે.
આ પણ વાંચોઃ માનવતા હજુ જીવે છે, કૉન્સ્ટેબલ અને બે યુવકો મધરાતે ભૂલા પડેલા વયોવૃદ્ધનું ઘર શોધતા હતા