Gujarat : બગસરાની ઘટના બાદ ડીસામાં વિદ્યાર્થીઓના હાથ પર બ્લેડ વડે ચેકા માર્યાના નિશાન
- ડીસાની રાજપુર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના હાથ પર જોવા મળ્યા કાપા
- આ બાબતે ડીસા શાળાના એક પરિવાર દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગને જાણ કરાઈ
- જિલ્લા શિક્ષણ અધિકારીની સૂચના મુજબ અધિકારીઓ કરી તપાસ
Gujarat : બગસરાની ઘટના બાદ ડીસાની એક સરકારી શાળામાં વિદ્યાર્થીઓના હાથ પર બ્લેડ વડે ચેકા માર્યાના નિશાન સામે આવ્યા છે. જેમાં ડીસાની રાજપુર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના હાથ પર કાપા જોવા મળતા ચકચાર મચી છે. આ બાબતે ડીસા શાળાના એક પરિવાર દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગને જાણ કરાઈ છે. તેમાં જિલ્લા શિક્ષણ અધિકારીની સૂચના મૂજબ અધિકારીઓએ તપાસ કરી છે. તેમાં ટીપીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓએ રમતા રમતા શરત ઉપર કાપા માર્યા છે. વિદ્યાર્થીઓને મોબાઈલથી દૂર રહેવા અને ગેમ ન રમવી, હિંસક પ્રવૃત્તિઓથી દૂર રહેવું જેવી સૂચના અપાઇ છે.
મોટા મુંજીયાસર ગામની પ્રાથમિક શાળામાં એક વિચિત્ર ઘટના બહાર આવી
તાજેતરમાં બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામની પ્રાથમિક શાળામાં એક વિચિત્ર ઘટના બહાર આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાને બ્લેડ વડે કાપા મારી ઇજા પહોંચાડવામાં આવી હતી આ ઘટના બાબતે વાલીઓને યોગ્ય જવાબ ન મળતા ગ્રામ પંચાયત દ્વારા પોલીસને અરજી આપવામાં આવી હતી. જેમાં શાળાના 40 થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના હાથ તથા પગના ભાગમાં બ્લેડ દ્વારા કાપા મારી જાતે ઇજા પહોંચાડી હોવાનું બહાર આવ્યું હતુ.
આ બાબતે વિદ્યાર્થીઓને વાલી દ્વારા પૂછપરછ કરવામાં આવતા માતા પિતાને સંતોષકારક જવાબ ન મળ્યો
આ બાબતે વિદ્યાર્થીઓને વાલી દ્વારા પૂછપરછ કરવામાં આવતા માતા પિતાને સંતોષકારક જવાબ ન મળતા તેઓ શાળાએ પહોંચ્યા હતા જ્યાં પણ પ્રશ્નનો નિવારણ ન થતા ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે પોલીસને અરજી આપી તપાસની માંગણી કરી હતી. જેમાં વિદ્યાર્થીઓએ જાતે જ ઈજા પહોંચાડી છે કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આવું કરવામાં આવેલ છે તેની તપાસ કરવા ઈચ્છા વ્યક્ત કરી હતી.
અમરેલીની ઘટના અંગે પ્રફૂલ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું
અમરેલીની ઘટના અંગે પ્રફૂલ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું હતુ. જેમાં પ્રફૂલ પાનસેરિયાએ જણાવ્યું છે કે માહિતી મુજબ બાળકો સામ સામે ચેલેન્જ આપે છે. જાતે જ એકબીજાને ચેલેન્જ આપી હતી. આપણા બધા માટે આ ગંભીર બાબત છે. સોશિયલ મીડિયા અને વીડિયો ગેમ પર શું કરવું એ વિચાર કરીએ છીએ. આજે સાંજે સુધી એનો રિપોર્ટ મને મળશે. બધાએ સાથે મળીને આમ નિવારણ જરૂરી છે. દુનિયામાં પણ આવી અનેક ચેલેન્જ લોકો આપે છે આને એક સ્ટડી કેસ કરશું.
આ પણ વાંચો: Rajkot : ઉનાળાની શરૂઆત થતા વિવિધ વિસ્તારમાં અત્યારથી "ટેન્કર રાજ" શરૂ