Arvalli : મોડાસામાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું, કોલેજ છાપરા વિસ્તારમાં ગેરકાયદે 24 દબાણ દૂર કરાયા
Arvalli : મોડાસા શહેરના કોલેજ છાપરા વિસ્તારમાં આજે તંત્ર દ્વારા એક મોટી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોડાસા નગરપાલિકા, પ્રાંત અધિકારી અને માર્ગ અને મકાન વિભાગની સંયુક્ત ટીમ દ્વારા સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
Advertisement
Arvalli : આ કાર્યવાહી દરમિયાન કુલ 24 જેટલા કાચા અને પાકા મકાનોને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી હતી. મોટી સંખ્યામાં એકઠા થયેલા સ્થાનિક રહીશોએ તંત્રની કામગીરીનો ઉગ્ર વિરોધ કર્યો હતો.

