Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Marriage Registration Rules: 'ભાગેડું લગ્ન'માં હવે તલાટી સીધી નોંધણી નહીં કરી શકે, શું માતા-પિતાની લેવાશે સંમતિ?

ગુજરાતમાં ભાગીને લગ્ન કરનારા યુગલો માટે અત્યાર સુધીની સૌથી મોટી કાયદાકીય આફત આવી છે. રાજ્ય સરકારના એકાએક લેવાયેલા નિર્ણયથી હવે તલાટીની સત્તાઓ છીનવી લેવામાં આવી છે. લગ્ન નોંધણીમાં હવે એવી પ્રક્રિયા ઉમેરાઈ છે જેનાથી પ્રેમી પંખીડાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. શું છે આ નવો નિયમ અને કેમ હવે માતા-પિતાની ભૂમિકા નિર્ણાયક બનશે? જાણો સંપૂર્ણ વિગત.
marriage registration rules   ભાગેડું લગ્ન માં હવે તલાટી સીધી નોંધણી નહીં કરી શકે  શું માતા પિતાની લેવાશે સંમતિ
Advertisement
  • ભાગેડું લગ્ન (Marriag )ના કિસ્સામાં લગ્ન નોંધણી અંગે મોટા સમાચાર
  • ભાગીને થતાં લગ્ન (Marriage ) ની નોંધણીના નિયમ માં મોટો ફેરફાર
  • ભાગેડું લગ્નની નોંધણીને વર્ગ-2 અધિકારી આપશે મંજૂરી
  • તલાટી વર્ગ-2 અધિકારીની મંજૂરી વિના નોંધણી નહીં કરે

Marriage Registration Rules: ગુજરાતમાં પ્રેમ લગ્ન અથવા ઘરથી ભાગીને કરવામાં આવતા લગ્નોના કિસ્સામાં રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં 'ભાગેડું લગ્ન'ની નોંધણી પ્રક્રિયાને વધુ ચુસ્ત બનાવવા અને સામાજિક વિવાદો ઘટાડવા માટે લગ્ન નોંધણીના નિયમોમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. હવેથી કોઈ પણ યુવક-યુવતી ભાગીને લગ્ન કરશે, તો તેની સીધી નોંધણી ગ્રામ્ય સ્તરે તલાટી કરી શકશે નહીં.

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

Advertisement

વર્ગ-2 અધિકારીની મંજૂરીની રહેશે ભૂમિકા

નવા નિયમ અનુસાર, ભાગીને કરેલા લગ્નની નોંધણી કરવા માટે હવે 'વર્ગ-2' (Class-2) સ્તરના અધિકારીની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત બનાવવામાં આવી છે. અત્યાર સુધી તલાટી-કમ-મંત્રી પાસે લગ્ન નોંધણીની સત્તા હતી, પરંતુ હવે ભાગેડું લગ્નના કિસ્સામાં તલાટી ત્યારે જ નોંધણી કરી શકશે જ્યારે તેમને ઉપરના અધિકારી તરફથી લીલી ઝંડી મળે. આ ફેરફારનો મુખ્ય ઉદ્દેશ્ય લગ્નની કાયદેસરતા અને પારદર્શિતા તપાસવાનો છે.

Advertisement

આ પણ વાંચોઃ Gandhinagar: 'દીકરીઓના લગ્નમાં માતા-પિતાની સહી ફરજિયાત કરો', બ્રહ્મ સમાજની CM સમક્ષ માંગ

માતા-પિતાને નોટિસ જશે

આ નવા સુધારામાં સૌથી મહત્વનું પાસું 'નોટિસ'ની પ્રક્રિયા છે. જ્યારે પણ કોઈ યુગલ ભાગીને લગ્ન કર્યા હોવાની નોંધણી માટે અરજી કરશે, ત્યારે સબંધિત તંત્ર દ્વારા યુવક અને યુવતી બંનેના માતા-પિતાને નોટિસ મોકલવામાં આવશે. આ નોટિસ દ્વારા પરિવારને જાણ કરવામાં આવશે કે તેમના સંતાનો લગ્ન ગ્રંથિથી જોડાયા છે અને તેની નોંધણી કરાવવા માંગે છે.  આ પ્રક્રિયાથી ભાગીને થતા લગ્નોમાં જે અંધારામાં રાખવાની પ્રવૃત્તિ થતી હતી તેના પર રોક લાગશે.

જો પરિવાર તરફથી ગંભીર વાંધો હોય તો...

સરકારે આ પ્રક્રિયા માટે ચોક્કસ સમયમર્યાદા પણ નક્કી કરી છે. માતા-પિતાને નોટિસ મળ્યા બાદ 30 દિવસની અંદર તેમણે પોતાનો જવાબ રજૂ કરવાનો રહેશે. યુવક-યુવતીના પરિવારજનોએ આ નોટિસના અનુસંધાને પોતાનો પક્ષ રાખવો પડશે. જો પરિવાર તરફથી કોઈ ગંભીર વાંધો હોય અથવા દસ્તાવેજોમાં ક્ષતિ હોય, તો તેની ચકાસણી વર્ગ-2 ના અધિકારી દ્વારા કરવામાં આવશે. આ 30 દિવસના સમયગાળા દરમિયાન લગ્નની નોંધણી પ્રક્રિયા સ્થગિત રાખવામાં આવશે.

Marriage Registration Rules અંગે અનેક રજૂઆતો થઈ હતી

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં એવા કિસ્સાઓ સામે આવ્યા હતા જેમાં માતા-પિતાની મરજી વિરુદ્ધ કે જાણ બહાર લગ્નો કરી લેવામાં આવતા હતા, જેના કારણે સામાજિક ઘર્ષણ અને કાયદાકીય ગૂંચવણો ઊભી થતી હતી. આ મુદ્દે વિવિધ સમાજોએ સરકાર સમક્ષ નિયમો બનાવવા માંગ કરી હતી.

આ પણ વાંચોઃ Vadodara: ડેસરના ભૈયાપુરા પાસે હચમચાવતો અકસ્માત, કપડાં લેવા ગયેલા બે મિત્રોને મોત મળ્યું!

Tags :
Advertisement

.

×