Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat BJP : જિલ્લા-શહેરમાં નવા પ્રમુખોની વરણી, જાણો કોણ થયું રિપીટ અને કોણ છે નવો ચહેરો?

આ યાદીમાં કેટલાક નામ એવા છે, જેમને રિપીટ કરાયા છે. જ્યારે કેટલાક નવા ચહેરા પણ છે જેમના...
gujarat bjp   જિલ્લા શહેરમાં નવા પ્રમુખોની વરણી  જાણો કોણ થયું રિપીટ અને કોણ છે નવો ચહેરો
Advertisement
  1. BJP એ મોટાભાગના જિલ્લા-શહેર પ્રમુખનાં નામની જાહેરાત કરી (Gujarat BJP)
  2. યાદીમાં કેટલાક નામ રિપીટ, તો કેટલાક નવા ચહેરાને જવાબદારી સોંપાઈ
  3. ગઈકાલે મનપા, નપાનાં પ્રમુખ અને ઉપપ્રમુખનાં નામની જાહેરાત થઈ હતી

Gujarat BJP : રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા આજે 35 જેટલા જિલ્લા અને શહેર સંગઠનનાં નવા પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીએ જિલ્લા અને શહેર મુજબ, નવા પ્રમુખનાં નામની યાદી પણ જાહેર કરી છે. આ યાદીમાં કેટલાક નામ એવા છે, જેમને રિપીટ કરાયા છે. જ્યારે કેટલાક નવા ચહેરા પણ છે જેમના પર પાર્ટીએ વિશ્વાસ દાખવી મોટી જવાબદારી સોંપી છે.

Advertisement

Advertisement

આ સાથે જ એવા પણ સમાચાર છે કે હવે જલદી વર્તમાન પ્રદેશ પ્રમુખ CR પાટીલનો (CR Patil) કાર્યકાળ પૂર્ણ થતાં નવા ભાજપ પ્રદેશ પ્રમુખનાં નામની પણ જાહેરાત થઈ શકે છે. જણાવી દઈએ કે, ગઈકાલે મનપા, નપાનાં પ્રમુખ અને ઉપપ્રમુખનાં નામની જાહેરાત થઈ હતી. ત્યારે આજે BJP દ્વારા જિલ્લા અને શહેર સંગઠનના નવા પ્રમુખનાં (Gujarat BJP) નામની જાહેરાત કરવામાં આવી છે. અહીં, જુઓ સંપૂર્ણ યાદી...

આ પણ વાંચો - VADODARA : શહેર ભાજપ પ્રમુખના નામ સાથે અન્ય મોટી જાહેરાત કરાઇ

જણાવી દઈએ કે, ભાજપ દ્વારા બાકીનાં 6 જિલ્લા-શહેર ભાજપ પ્રમુખોની જાહેરાત બાકી રખાઈ છે, જેમાં વડોદરા જિલ્લો, ખેડા, ગાંધીનગર શહેર, અમદાવાદ (Ahmedabad) શહેર, પોરબંદર અને પંચમહાલનાં પ્રમુખો જાહેર કરવાનાં બાકી છે. માહિતી અનુસાર, બાકી રહેલા જિલ્લા શહેર પ્રમુખોના નામ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ આવ્યા બાદ જાહેર કરાશે.

35 જિલ્લા શહેર પ્રમુખ પૈકી 13 જિલ્લા શહેરમાં ભાજપ પ્રમુખોને રિપીટ કરાયા છે, જેમાં નવસારી, વલસાડ, ગાંધીનગર (Gandhinagar), મહીસાગર, મહેસાણા, કચ્છ (Kutch), બનાસકાંઠા, સાબરકાંઠા, દેવભૂમિ દ્વારકા, રાજકોટ (Rajkot), બોટાદ, સુરેન્દ્રનગર સામેલ છે.

આ પણ વાંચો - Gujarat ભાજપે જિલ્લા પ્રમુખોના નામોની જાહેરાત કરી, જાણો ક્યાં કોના પર કળશ ઢોળાયો

જણાવી દઈએ કે, ભાજપ દ્વારા જાહેર કરેલા પ્રમુખો પૈકી 10 જેટલા નવા જિલ્લા-શહેર પ્રમુખોને ચૂંટણીઓ લડવાનો અનુભવ છે, જ્યારે 22 જિલ્લા શહેર પ્રમુખો સંઘ અને સંસ્થાઓ સાથે જોડાયેલ છે. જાહેર કરાયેલા જિલ્લા પ્રમુખો માટે એક માત્ર મહિલા પ્રમુખ જામનગર (Jamnagart) શહેરમાં બીનાબેન કોઠારીને (Binaben Kothari) જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે સૌથી નાની ઉમેરનાં પ્રમુખ 35 વર્ષીય સૂરજ વસાવાની તાપી (Tapi) જિલ્લા અધ્યક્ષ તરીકે પસંદગી થઈ છે. બીજી તરફ સૌથી વધુ 66 વર્ષની ઉમરનાં ભૂરાલાલ શાહ નવસારી જિલ્લા પ્રમુખ બન્યા છે.

ભાજપ બંધારણ પ્રમાણે 50 ટકા જિલ્લાઓ જાહેર થયા બાદ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઈ શકે છે, જેથી હવે જિલ્લા શહેર પ્રમુખો બાદ પ્રદેશ પ્રમુખની જાહેરાતને લઈને કાઉન્ડડાઉન શરૂ થયું છે. હોળી-ધુળેટી (Holi-2025) બાદ ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે.

આ પણ વાંચો - Gujarat : સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો, જીતની ખુશી માત્ર 11 દિવસ ટકી

Tags :
Advertisement

.

×