Gujarat Board Exam 2026 : રાજ્યભરમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરુ, 16.63 લાખ વિદ્યાર્થીઓની કસોટી
- ગુજરાત (Gujarat) માં આજથી ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા
- શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા (Pradyuman Vaja) એ વિદ્યાર્થીઓને આપી શુભેચ્છાઓ
- ગાંધીનગર ગુરુકુલ સ્કૂલમાં મંત્રીએ પહોંચ્યા હતા
- કુલ 16.63 લાખ વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા
- ધોરણ 10માં 9 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા
- ધોરણ 12માં 7 લાખ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા
Gujarat Board Exam 2026 : આજથી સમગ્ર ગુજરાત (Gujarat) માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્યભરના અંદાજે 16.63 લાખ જેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. શિક્ષણમંત્રી (Education Minister) પ્રદ્યુમન વાજાએ ગાંધીનગરની શાળાએ રૂબરૂ જઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી છે.
ગાંધીનગર (Gandhinagar)શિક્ષણમંત્રીની શુભેચ્છા
આજે રાજ્યભરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો વિધિવત પ્રારંભ થયો છે. આ વર્ષે કુલ 16.63 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે, જેમાં ધોરણ 10ના 9 લાખ અને ધોરણ 12ના 7 લાખ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ પ્રસંગે શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા (Pradyuman Vaja) વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને શુભેચ્છાઓ પાઠવવા માટે ગાંધીનગરની ગુરુકુલ સ્કૂલ Gurukul School) ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ પરીક્ષાર્થીઓને શાંતિપૂર્ણ અને તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
Gujarat Board Exam 2026 : આજથી રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ | Gujarat First
રાજ્યભરમાંથી કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
આજે પ્રથમ દિવસે ધોરણ 10માં પ્રથમ ભાષાના વિષયોની પરીક્ષા લેવાશે
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર અને વિજ્ઞાન… pic.twitter.com/I4Oimqcti8— Gujarat First (@GujaratFirst) February 26, 2026
અમદાવાદ (Ahmedabad) શહેર અને ગ્રામ્ય
અમદાવાદ શહેર: કુલ 95,688 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેના માટે 69 કેન્દ્રો (Centres) અને 347 બિલ્ડિંગો તૈયાર કરાયા છે.
અમદાવાદ ગ્રામ્ય: કુલ 78,180 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
વિષયો: આજે ધોરણ 10 માં પ્રથમ ભાષા (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી), ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન (Physics) અને સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર (Economics) નું પેપર છે.
સુરત (Surat)
પરીક્ષાર્થીઓ: સુરતમાં કુલ 1.61 લાખ વિદ્યાર્થીઓ 561 શાળાઓમાં પરીક્ષા આપશે.
ટેકનોલોજીનો ઉપયોગ: વિદ્યાર્થીઓ સરળતાથી કેન્દ્ર શોધી શકે તે માટે 561 કેન્દ્રોને QR કોડ (QR Code) થી સજ્જ કરવામાં આવ્યા છે.
ટ્રાફિક વ્યવસ્થા: મેટ્રો (Metro) ની કામગીરીને કારણે 203 સ્થળોને ટ્રાફિક સમસ્યાવાળા આઈડેન્ટીફાઈ કરાયા છે. વિદ્યાર્થીઓની સુવિધા માટે ડભોલી બ્રિજ (Dabholi Bridge) હાલ પૂરતો ખુલ્લો રાખવામાં આવ્યો છે.
સુરક્ષા: જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) કચેરી દ્વારા 200 થી વધુ સંવેદનશીલ (Sensitive) કેન્દ્રો જાહેર કરી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
સૌરાષ્ટ્ર (Saurashtra) અને રાજકોટ (Rajkot)
વિસ્તાર: સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 379 સેન્ટર પર પરીક્ષા યોજાશે.
પરીક્ષાર્થીઓની સંખ્યા: કુલ 3,68,655 પરીક્ષાર્થીઓ નોંધાયા છે, જેમાં ધોરણ 10 ના 2,24,787 વિદ્યાર્થીઓ સામેલ છે.
કચ્છ (Kutch)
પરીક્ષાર્થીઓ: 45 હજાર વિદ્યાર્થીઓ માટે 172 પરીક્ષા કેન્દ્રો (Centres) ફાળવાયા છે.
ચુસ્ત સુરક્ષા: 14 કેન્દ્રો પર પેરા મિલિટરી ફોર્સ (Para-Military Force) અને અન્યત્ર પોલીસ તૈનાત છે.
મોનિટરિંગ: પેપર બોક્સનું લાઈવ ટ્રેકિંગ (Live Tracking) અને સીસીટીવી દ્વારા રાજ્ય કક્ષાએથી સીધું નિરીક્ષણ કરવામાં આવશે.
વિશેષ આયોજન: 3 કેદીઓ અને 150 દિવ્યાંગ વિદ્યાર્થીઓ (Specially Abled Students) પણ પરીક્ષા આપી રહ્યા છે. વિદ્યાર્થીઓની મદદ માટે જિલ્લા કંટ્રોલ રૂમ (Control Room) નંબર 02832 250156 જાહેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Ahmedabad Nagardevi Yatra: અમદાવાદના સ્થાપના દિવસે નગરદેવી ભદ્રકાળીની ભવ્ય નગરચર્યા, ભક્તિ અને પરંપરાનો સંગમ


