Gujarat: બુટલેગરોની કમાલ, નકલી ટોઇલેટના કમોડ તો ક્યાક પાર્ક કરેલા કન્ટેનરમાં દારૂનો જથ્થો ઝડપાયો
- દારૂ ( liquor) વેપાર કરવા બુટલેગરો દ્વારા નવા નવા કિમિયા પણ અપનાવતા હોય છે
- ઘરના શૌચાલયમાં કામોડની નીચે વિદેશી દારૂ છુપાવવાની જગ્યા બનાવી
- સંજરી પાર્ટી પ્લોટના પાર્ક કરેલા કન્ટેનરમાંથી 53.95 લાખનો દારૂ ઝડપાયો
Ahmedabad: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દારૂ (liquor) જથ્થો પકડાઈ રહ્યો છે. જાણે આવું લાગી રહ્યું છે ગુજરાતમાં દારૂબંધી માત્ર નામ પૂરતી જ હોય. દારૂ વેપાર કરવા બુટલેગરો દ્વારા નવા નવા કિમિયા પણ અપનાવતા હોય છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી બુટલેગરની વિદેશી દારૂ વેચાણ કરવાનો નવો કીમિયો સામે આવ્યો છે.
ઘરના શૌચાલયમાં કામોડની નીચે વિદેશી દારૂ છુપાવવાની જગ્યા બનાવી
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અસલાલી ગામના ચુનારાવાસ વિદેશી દારૂ વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેની બાતમી અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળે છે. અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અસલાલી ગામમાં આવેલ ચુનારાવાસમાં તપાસ કરે છે ત્યારે પોલીસ પણ આ બુટલેગરો વિદેશી દારૂ કીમિયો જોઈને ચોંકી ઉઠી હતી. આ બુટલેગરે પોતાના ઘરના શૌચાલયમાં કામોડની નીચે વિદેશી દારૂ છુપાવવાની જગ્યા બનાવી હતી.
ફરાર liquor ના વેપારી રાધા ચુનારા તેમજ કરશન ચુનારા નામની મહિલાની શોધખોળ શરૂ કરી
અમદાવાદ ગ્રામ્ય ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચુનારાવાસમાંથી નાની મોટી વિદેશી દારૂ ( liquor) ની બોટલ સાથે બિયરટીન મળીને 792 જેટલી બોટલ જેની અંદાજિત કિંમત 2 લાખ 76 હજાર 550ના મુદ્દામાલ ઝડપી ફરાર બુટલેગર રાધા ચુનારા તેમજ કરશન ચુનારા નામની મહિલાની શોધખોળ શરૂ કરી છે.
સંજરી પાર્ટી પ્લોટના પાર્ક કરેલા કન્ટેનરમાંથી 53.95 લાખનો દારૂ ( liquor) ઝડપાયો
એકબાજુ તહેવારોની સીઝનની શરૂઆત થઈ છે. બીજીબાજુ અમદાવાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ (liquor) રેલમછેલ જોવા મળી રહી છે. ગતરોજ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા અસલાલી ગામમાંથી શૌચાલયના કમોડમાંથી વિદેશી દારૂ ( liquor) ઝડપ્યો હતો ત્યારે અમદાવાદ સનાથલ રિંગ રોડ પર સંજરી પાર્ટી પ્લોટના પાર્ક કરેલા કન્ટેનરમાંથી 53.95 લાખનો દારૂ ઝડપાયો છે.
ઝોન 7 LCBની ટીમે એસ.પી.રિંગરોડ પરથી દારૂ (liquor) ભરેલું કન્ટેનર ઝડપી લીધુ
અમદાવાદ શહેર પોલીસ અને અમદાવાદ ઝોન 7 LCBની ટીમે એસ.પી.રિંગરોડ પરથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી લીધુ છે. આ કન્ટેનરમાંથી 53 લાખનો દારૂ ( liquor) હોવાની વિગતો સામે આવી છે. આ સમગ્ર મામલે જિલ્લા પોલીસને જાણ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ ગ્રામ્ય ચાંગોદર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભારતીય બનાવટી દારૂની 15,456 બોટલોનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મુદ્દામાલની બજાર કિંમત 53.95 લાખની માનવામાં આવી રહી છે. જોકે ઝોન-7 LCBની ટીમને મળેલી ખાનગી બાતમીના આધારે આ દરોડા પાડવામાં આવ્યા હતા. સમગ્ર મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે.
આ પણ વાંચો: Jammu Kashmir: 35 વર્ષીય Kashmiri Pandit નર્સ સરલા ભટ્ટની હત્યા કેસમાં યાસીન મલિકના ઘરે દરોડા