Gujarat by-Election : વિસાવદરમાં 57 ટકા, કડીમાં 55 ટકા મતદાન નોંધાયું
Gujarat by-Election : ગુજરાતમાં આજે મહેસાણા જિલ્લાની કડી (Kadi) વિધાનસભા અને જૂનાગઢ જિલ્લાની વિસાવદર (Visavadar) વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે સવારે 7 કલાકથી મતદાન શરુ થઈ ગયું છે. કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં મતદારો ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે. જેમાં બપોરે 1 વાગ્યા સુધી કડીમાં 34.79 અને વિસાવદરમાં 39.25 ટકા મતદાન થઈ ચૂક્યું છે. વિસાવદર પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે મતદાન કર્યુ. વિસાવદરમાં BJPના પૂર્વ સાંસદ Maheshgiri Bapuએ રાણપુરમાં કર્યું મતદાન. કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં વાતવરણ ગરમાયું છે. કડી વિધાનસભાના બૂથ નં, 134 અને 154 પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા છે. કડીની શાંતાબેન માણેકલાલ પટેલ પ્રાથમિક શાળામાં આ બંને બૂથ આવેલા છે. હોબાળાના સમાચાર મળતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી ગયો છે.
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં હોબાળો મચ્યો છે. જૂનાગઢના ડુંગરપુર ગામે પ્રાથમિક શાળામાં ભાજપના લોકો મતદારોને પ્રભાવિત કરતા આમ આદમી પાર્ટીના આગેવાનો આવ્યા હતા. ભાજપના ઉમેદવારની સ્લીપના અંદર ઢગલા પણ રાખ્યા હતા. આ અંગે આપના હોદ્દાદારેએ સ્થળ પર આવી મતદાન મથકે પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો છે. પોલીસે તાત્કાલિક આવી ભાજપના આગેવાનોને મતદાન મથકથી દૂર ખસેડ્યા છે
કડીની પેટાચૂંટણીમાં મતદાન પૂર્ણ
June 19, 2025 7:18 pm
કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે. સવારના 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. સરેરાશ 55 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. કોંગ્રેસ ભાજપ સહિત કુલ 8 ઉમેદવારો મેદાને છે. કડી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર ભાવિ ઈપીએમમાં કેદ થયું હતું. તા. 23 જૂને પરિણામ જાહેર થશે.
વિસાવદર પેટાચૂંટણીમાં સરેરાશ 57 ટકા મતદાન
June 19, 2025 7:18 pm
વિસાવદર પેટા ચૂંટણીમાં સરેસાશ 57 ટકા મતદાન નોંધાયું હતું. સાંજે પાંચ વાગ્યા સુધીમાં 54.61 ટકા મતદાન નોંધાયું હતું. દિગ્ગજ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા હતા. 23 જૂને પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે.
તમામ મતદાન મથકો CCTVથી રહ્યા સજ્જ
June 19, 2025 5:36 pm
કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં 50 ટકા મતદાન થવા પામ્યું છે. સાંજના 4 વાગ્યા સુધીમાં 50 ટકા મતદાન નોંધાયું હતું. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે તંત્ર સજ્જ છે. તમામ મતદાન મથક પર સીસીટીવી થી સજ્જ છે. કુંડાળા મથખ પર ડુપ્લીકેટ એજન્ટનો મુદ્દો ટોપ પર રહ્યો હતો. 2.89 હજાર મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ મતદાન કર્યું હતું. ભાજપ, આપના આયાતી ઉમેદવાર મતદાનથી વંચિત રહ્યા હતા.
કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણીનું મતદાન તેજ
June 19, 2025 3:55 pm
કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણીનું મતદાન તેજ બન્યું છે. વિસાવદરમાં 3 વાગ્યા સુધીમાં 47.67 ટકા મતદાન થયું હતું. જ્યારે કડીમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 46.33 ટકા મતદાન થવા પામ્યું હતું. સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે.
Gujarat by-Election : કડીમાં બૂથ નં. 134 અને 154 પર ભાજપ-કોંગ્રેસ કાર્યકરો બાખડ્યા
June 19, 2025 2:30 pm
કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં વાતવરણ ગરમાયું છે. કડી વિધાનસભાના બૂથ નં, 134 અને 154 પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા છે. કડીની શાંતાબેન માણેકલાલ પટેલ પ્રાથમિક શાળામાં આ બંને બૂથ આવેલા છે. હોબાળાના સમાચાર મળતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી ગયો છે.
Gujarat by-Election : વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં BJPના પૂર્વ સાંસદ Maheshgiri Bapuએ રાણપુરમાં કર્યું મતદાન
June 19, 2025 2:22 pm
વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં BJPના પૂર્વ સાંસદ Maheshgiri Bapuએ રાણપુરમાં મતદાન કર્યું છે.
Gujarat by-Election : બપોરે 1 કલાક સુધી કડીમાં 34.79 ટકા અને વિસાવદમાં 39.25 ટકા મતદાન થયું છે
June 19, 2025 2:15 pm
કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણીનું મતદાન તેજગતિએ થઈ રહ્યું છે. બપોરે 1 કલાક સુધી કડીમાં 34.79 ટકા અને વિસાવદમાં 39.25 ટકા મતદાન થયું છે.
Gujarat by-Election ; વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી મુદ્દે SP સુબોધ ઓડેદરાએ નિવેદન આપ્યું, ગાઈડલાઈન અનુસાર ગોઠવાયો છે બંદોબસ્ત
June 19, 2025 1:56 pm
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. આવું નિવેદન SP સુબોધ ઓડેદરાએ આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, ગાઇડલાઇન મુજબ બંદોબસ્ત ગોઠવાયો છે.
Gujarat by-Election : વિસાવદર પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે મતદાન કર્યુ
June 19, 2025 12:18 pm
વિસાવદર પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે મતદાન કર્યુ છે. તેમણે આણંદપુરા ગામે મતદાન કર્યુ છે. તેમણે જણાવ્યું કે, મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે. જનતા યોગ્ય સમયે યોગ્ય જવાબ આપશે.
Gujarat by-Election : કડી વિધાનસભા પેટાચૂંટણીમાં નીતિન પટેલે કર્યુ મતદાન, કડીની જનતા વિકાસને વરેલી છે
June 19, 2025 12:06 pm
કડી વિધાનસભા પેટાચૂંટણીમાં નીતિન પટેલે કર્યુ મતદાન. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડીની બ્રાહ્મણ વાડી સંસ્કાર પ્રા.શાળામાં મતદાન કર્યું. નીતિન પટેલે જણાવ્યું છે કે, કડીની જનતા વિકાસને વરેલી છે.
Gujarat by-Election : સવારે 11 કલાક સુધી કડીમાં 28.25 ટકા અને વિસાવદમાં 28.15 ટકા મતદાન થયું છે
June 19, 2025 11:43 am
કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણીનું મતદાન તેજગતિએ થઈ રહ્યું છે. કડીમાં સવારે 11 કલાક સુધીમાં 28.85 અને વિસાવદરમાં 28.15 ટકા મતદાન થયું છે.
Gujarat by-Election : કડી વિધાનસભા પેટાચૂંટણીમાં નીતિન પટેલે કર્યુ મતદાન
June 19, 2025 11:20 am
કડી વિધાનસભા પેટાચૂંટણીમાં નીતિન પટેલે કર્યુ મતદાન. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડીની બ્રાહ્મણ વાડી સંસ્કાર પ્રા.શાળામાં મતદાન કર્યું. નીતિન પટેલે જણાવ્યું છે કે, કડીની જનતા વિકાસને વરેલી છે.
Gujarat by-Election : વિસાવદર પેટાચૂંટણીમાં હોબાળો, ડુંગરપુર ગામે મતદારોને પ્રભાવિત કરાયાનો AAP નો આક્ષેપ
June 19, 2025 10:20 am
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં હોબાળો મચ્યો છે. જૂનાગઢના ડુંગરપુર ગામે પ્રાથમિક શાળામાં ભાજપના લોકો મતદારોને પ્રભાવિત કરતા આમ આદમી પાર્ટીના આગેવાનો આવ્યા હતા. ભાજપના ઉમેદવારની સ્લીપના અંદર ઢગલા પણ રાખ્યા હતા. આ અંગે આપના હોદ્દાદારેએ સ્થળ પર આવી મતદાન મથકે પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો છે. પોલીસે તાત્કાલિક આવી ભાજપના આગેવાનોને મતદાન મથકથી દૂર ખસેડ્યા છે.
Gujarat by-Election : સવારે 9 કલાક સુધી કડીમાં 9.05 ટકા અને વિસાવદમાં 12.10 ટકા મતદાન થયું છે
June 19, 2025 9:43 am
કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં મતદારો ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે. સવારે 9 કલાક સુધી કડીમાં 9.05 ટકા અને વિસાવદમાં 12.10 ટકા મતદાન થયું છે.
Gujarat by-Election : કડી પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારે બોગસ એજન્ટનો લગાવ્યો આરોપ
June 19, 2025 9:11 am
કોંગ્રેસ ઉમેદવાર રમેશ ચાવડાએ કુંડાળ ગામે બોગસ એજન્ટ ઘૂસ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે, બુથ નંબર 160ના રૂમ નંબર 4 માં બોગસ એજન્ટ ઘૂસ્યો છે. રમેશ ચાવડા ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ કરવા પહોંચ્યા છે.
Gujarat by-Election : કોંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપરીયા પરિવાર સહીત મતદાન કરવા પહોંચ્યા
June 19, 2025 9:02 am
જૂનાગઢ વિસાવદર પેટા ચૂંટણીમાં મતદાન કરવા માટે કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરીયા પરિવાર સહિત પહોંચ્યા. નીતિન રાણપરીયાએ જીતનો વિશ્વાસ વ્યકત કર્યો. ખેડૂતો મને ચોક્કસ જીત અપાવશે.
Gujarat by-Election : કડી અને વિસાવદરમાં મતદાન માટે અનોખો ઉત્સાહ, વહેલી સવારથી મતદારો ઉમટ્યાં
June 19, 2025 7:40 am
કડી અને વિસાવદરમાં મતદાન માટે અનોખો ઉત્સાહ, વહેલી સવારથી મતદારો ઉમટ્યાં
Gujarat by-Election : વિસાવદર નગર પાલિકા દ્વારા પ્રથમ 100 મતદાતાઓને છોડ આપવામાં આવશે
June 19, 2025 7:13 am
ગુજરાતમાં આજે મહેસાણા જિલ્લાની કડી (Kadi) વિધાનસભા અને જૂનાગઢ જિલ્લાની વિસાવદર (Visavadar) વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી
Gujarat by-Election : કડી-વિસાવદર બેઠક પર સવારે 7 કલાકથી મતદાન શરૂ થશે
June 19, 2025 6:36 am
ગુજરાતમાં આજે મહેસાણા જિલ્લાની કડી (Kadi) વિધાનસભા અને જૂનાગઢ જિલ્લાની વિસાવદર (Visavadar) વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે સવારે 7 કલાકથી મતદાન થશે.