Gujarat By-Elections:Kadi વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે સીધો જંગ
- મહેસાણાની કડી વિધાનસભા બેઠક પર પણ પેટાચૂંટણીનો જંગ
- કડી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની તારીખ જાહેર
- 19 જૂને મતદાન, 23 જૂને જાહેર થશે પરિણામ
- પેટા ચૂંટણીને લઈ રાજકીય પક્ષોના નેતાઓએ આપી પ્રતિક્રિયા
કડી વિધાનસભાના ધારાસભ્ય સ્વ. કરશનભાઈ સોલંકીનું તાજેતરમાં જ નિધન થયું હતું. ભાજપના ધારાસભ્ય કરશન સોલંકીનું ફેબ્રુઆરીમાં અવસાન થતાં કડી વિધાનસભાની સીટ ખાલી પડી છે. કડીની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. હવે ભાજપ કોને ટિકિટ આપશે તે ચર્ચાનો વિષય છે.
કડી વિધાનસભા પેટાચૂંટણી મુદ્દે નીતિન પટેલનું નિવેદન
કડી વિધાનસભા પેટા ચૂંટણી મુદ્દે નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે, કડી વિધાનસભાની ચૂંટણી જાહેર તઈ છે. તબક્કાવાર બધી જ ચૂંટણી પ્રક્રિયા થશે. ભાજપ દ્વારા કાર્યકરો સાથે સંકલન કરી કામગીરી કરાશે. કડી વિધાનસભા ભાજપનો ગઢ છે. દાયકાઓ સુધી ભાજપ કડીમાં જીતતું આવ્યું છે. કડીના મતદારો ભાજપને જંગી બહુમતીથી વિજય અપાવશે. ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા પક્ષ દ્વારા નક્કી કરાશે. પક્ષની પદ્ધતિ પ્રમાણે નિરીક્ષકોની નિમણૂંક કરાશે. નિરીક્ષકો કડી આવશે અને ઉમેદવાર નક્કી થશે.
કડી વિધાનસભા પેટાચૂંટણી મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન
કડી વિધાનસભા પેટા ચૂંટણી મુદ્દે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, અમે જંગી બહુમતથી કડીમાં જીત મેળવીશું. 160 સભ્ય સંક્યા વિધાનસભામાં છે. અમે બંને વિધાનસભામાં વિજેતા બનીશું. સામેવાળા ઉમેદવારો ફાંફા મારી રહ્યા છે. ગુજરાતે 2001 થી કોંગ્રેસ કે અન્ય કોઈ પાર્ટીને સ્વીકારી નથી. કડી ધારાસભ્ય કરશન સોલંકીનું નિધન થતા પેટા ચૂંટણી યોજાઈ રહી છે.
આ પણ વાંચોઃ Gandhinagar : હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીની અસર ગુજરાતમાં શરૂ, જુઓ વીડિયો
ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેનું નિવેદન
રાજ્યમાં પેટા ચૂંટણીને લઈ ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ નિવેદન આપ્યું હતું કે, પેટા ચૂંટણીને લઈ ભાજપના કાર્યકરો સજ્જ છે. ભાજપનો કાર્યકર સતત પ્રજાની વચ્ચે જ રહે છે. બંને બેઠકો પર ભાજપના ઉમેદવારો જ જીતશે. જનતા હવે કોંગ્રેસ પક્ષની સાથે નથી. AAP પર લોકોને વિશ્વાસ નથી.
આ પણ વાંચોઃ Bhruch : દહેજની કંપનીમાં ભીષણ આગ, દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા, જુઓ વીડિયો