Gujarat: રૂ. 6 હજાર કરોડના BZ કૌભાંડમાં CIDની ટીમને મળી મોટી સફળતા
- કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના ભાઈની કરી અટકાયત
- CIDની ટીમ ગ્રોમોર કેમ્પસમાં તપાસ માટે પહોંચી
- અગાઉ પણ ગ્રોમોર કેમ્પસમાં તપાસ થઇ ચુકી છે
Gujaratમાં પોંઝી સ્કીમોના નામે BZ ગ્રુપ દ્વારા રૂ. 6 હજાર કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. જેમાં CIDની ટીમને આ કૌભાંડમાં મોટી સફળતા મળી છે. તેમાં મુખ્ય કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના ભાઈની અટકાયત કરવામાં આવી છે. CIDની ટીમ ગ્રોમોર કેમ્પસમાં તપાસ માટે પહોંચી છે. તેમાં વધુ એકવાર તપાસ માટે ટીમો ગ્રોમોર કેમ્પસ પહોંચતા કેમ્પસમાં CIDની ટીમોએ સર્ચ હાથ ધર્યું છે.
BZ ગ્રુપના કૌભાંડના કેસમાં CIDની કાર્યવાહી,ભાગેડુ ભૂપેન્દ્રસિંહ ઝાલાના ભાઈની અટકાયત#BZGroupscam #BhupendrasinhZala #PonziScheme #BZScam #CIDarrests #Gromorcampus #Investigation #Ranjitsinhzala #Gujaratfirst #breakingnews pic.twitter.com/u416qzDQIu
— Gujarat First (@GujaratFirst) December 26, 2024
સાબરકાંઠામાં સીઆઈડીની ટીમ ગ્રોમોર કેમ્પસમાં તપાસ માટે પહોંચી
ઉલ્લેખનીય છે કે સાબરકાંઠામાં (Sabarkantha) સીઆઈડીની ટીમ ગ્રોમોર કેમ્પસમાં તપાસ માટે પહોંચતા ત્યાંથી ભૂપેન્દ્ર ઝાલાના ભાઈની અટકાયત કરાઈ છે. જેમાં રાજ્યમાં પોંઝી સ્કીમો થકી રૂ. 6 હજાર કરોડનું સૌથી મોટું કૌભાંડ આચરનાર BZ ગ્રૂપની (BZ Group Scam) તપાસમાં તાજેતરમાં જ મોટો ઘટસ્ફોટ થયો હતો. જેમાં BZ ગ્રૂપનાં માલિક અને કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ (Bhupendrasinh Jhala) શિષ્યવૃત્તિનાં નાણા પણ ચાઉં કર્યા હોવાનો ચોંકાવનારી વિગત સામે આવી હતી. આદિવાસી વિદ્યાર્થીની ફીની રકમનાં નાણા BZ ગ્રૂપમાં ટ્રાન્સફર કર્યા હોવાનો આરોપ થયો હતો.
આ પણ વાંચો: Ahmedabadમાં વિસરાતી વાનગીઓનો આનંદ માણી શકાશે, 400થી વધારે પારંપરિક વાનગીઓ પીરસવામાં આવશે
આદિજાતી વિદ્યાર્થીઓને અપાતી શિષ્યવૃત્તિ પણ ચાઉં કરી!
અરવલ્લીનાં (Aravalli) BZ ગ્રૂપનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈ વધુ એક મોટો ઘટસ્ફોટ થયો છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, BZ ગ્રૂપ અને કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની તપાસ દરમિયાન CID ક્રાઈમે ગ્રોમોર હાઈસ્કૂલનાં (Gromor High School) પ્રિન્સિપાલની પૂછપરછ કરી નિવેદન લીધું હતું. દરમિયાન, સરકાર દ્વારા આપવામાં આવતી આદિજાતિ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં ગોલમાલ થયાં હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ટેલેન્ટ પુલ સ્કિમ હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફીની રકમનાં નાણાં BZ ગ્રૂપમાં ટ્રાન્સફર કર્યા હોવાનું સામે આવ્યું છે.
BZ ગ્રૂપની સ્કીમોમાં શિક્ષકોની સંડોવણીને લઈ શિક્ષણ વિભાગ સક્રિય
વિદ્યાર્થીઓનાં 70 લાખ રુપિયાની ગ્રાન્ટની રકમ BZ ગ્રૂપમાં ટ્રાન્સફર કરી હોવાનાં અહેવાલ છે. સરકાર પ્રતિ વિદ્યાર્થી રૂ. 60 હજાર આપતી હોવાનું પ્રિન્સિપાલે જણાવ્યું હતું. રહેવા, જમવા અને શૈક્ષણિક ફી સહિતની રકમ ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ માટે સરકારી યોજના હેઠળ ચૂકવાતી હતી. બીજી તરફ BZ ગ્રૂપની સ્કીમોમાં શિક્ષકોની સંડોવણીને લઈ શિક્ષણ વિભાગ સક્રિય થયું છે. DPEO એ જણાવ્યું કે, જેમના નામ સામે આવ્યા છે તેમની પૂછપરછ થશે, જેમણે રોકાણ કરેલું હશે તેમની સામે પગલાં લેવાશે. જે પણ શિક્ષક સામેલ હશે તેમની સામે નિયમાનુસાર કાર્યવાહી થશે.
આ પણ વાંચો: Surat: વરાછા વિસ્તારમાં મંગેતર દ્વારા ફિયાન્સીની કરપીણ હત્યા કરી દેતા ચકચાર