Gujarat: રાજ્યમાં શિયાળાની સત્તાવાર શરૂઆત થઇ, અમદાવાદમાં ઠંડીનો ચમકારો
- Gujarat: ઠંડીની સત્તાવાર શરૂઆત થઈ ગઇ
- રાજ્યના 4 જિલ્લામાં 15 ડિગ્રી ઓછું તાપમાન છે
- રાજ્યના મોટાભાગના જિલ્લામાં ઠંડી પારો 20 ડિગ્રી નીચે
Gujarat: રાજ્યમાં ઠંડીના ચમકારાની શરૂઆત થઇ છે. જેમાં રાજ્યના 4 જિલ્લામાં 15 ડિગ્રી ઓછું તાપમાન છે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં ઠંડી પારો 20 ડિગ્રી નીચે નોંધાયો છે. ત્યારે જુનાગઢમાં સૌથી વધુ 9.8 ડિગ્રી ઠંડી તથા ગાંધીનગર 14 ડિગ્રી, અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ નલિયા, દિવ,અમરેલી જિલ્લામાં 14 ડિગ્રી તાપમાન છે. વડોદરા અને કંડલા ખાતે 15 ડિગ્રી તાપમાન છે. જેમાં આગામી દિવસમાં ઠંડીનો ચમકારો વધે તેવી આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં હવે કડકડતી ઠંડીનું જોર વધશે
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં હજી પણ બેવડી ઋતુનો અનુભવ કરવો પડશે. વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીનો ચમકારો સ્પષ્ટપણે અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગના મતે, આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો નોંધપાત્ર ઘટાડો થશે, જેના પરિણામે ઠંડીનું પ્રમાણ વધશે. આણંદ, અરવલ્લી, ખેડા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા સહિતના અનેક જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીની આસપાસ પહોંચી જવાની સંભાવના છે, જે દર્શાવે છે કે રાજ્યમાં હવે કડકડતી ઠંડીનું જોર વધશે.
Gujarat: ઠંડીની સત્તાવાર શરૂઆત થઈ ગઇ
કમોસમી વરસાદની અસરો ઓછી થતા જ ગુજરાતમાં ઠંડીની સત્તાવાર શરૂઆત થઈ છે. હાલ રાજ્યના મોટાભાગના શહેરોમાં વહેલી સવારે અને સૂર્યાસ્ત પછી શિતળતાનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ બપોરના સમયે હજુ પણ ગરમીનું પ્રમાણ યથાવત્ રહે છે, જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના કચ્છ જિલ્લાઓમાં વાતાવરણમાં આ વિષમતા વધુ સ્પષ્ટ જોવા મળે છે.
રાજ્યભરમાં તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસથી 21 ડિગ્રી સેલ્સિયસ સુધી
ગુજરાતમાં પણ ઠંડીનું મોજું વધી રહ્યું છે. ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ઝાકળ વધુ ગાઢ બની શકે છે અને લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર હતું જ્યાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ હતું. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્યભરમાં તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસથી 21 ડિગ્રી સેલ્સિયસ સુધી છે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 11 નવેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?