ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Congress : શહેર-જિલ્લા પ્રમુખોની નિમણૂક બાદ કોંગ્રેસની PC, નેતાઓ કહી આ વાત

ધારાસભ્ય શૈલેષભાઈ પરમારે કહ્યું કે, પૂર્વ સાંસદ, 10 પૂર્વ ધારાસભ્ય, AICC નાં ડેલિકેટ્સને પ્રમુખની જવાબદારી સોંપી છે.
05:18 PM Jun 22, 2025 IST | Vipul Sen
ધારાસભ્ય શૈલેષભાઈ પરમારે કહ્યું કે, પૂર્વ સાંસદ, 10 પૂર્વ ધારાસભ્ય, AICC નાં ડેલિકેટ્સને પ્રમુખની જવાબદારી સોંપી છે.
Congress_gujrat_first
  1. જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખોની નિમણૂક બાદ કોંગ્રેસની પ્રેસ (Gujarat Congress)
  2. સોનલબેન પટેલની અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે નિમણૂક
  3. રાજનીતિમાં મહિલાઓની ભાગીદારી વધારવા પ્રયત્ન કરીશ : સોનલબેન પટેલ
  4. SC, ST, OBC, મહિલા સહિતના તમામને સમાવવાનો પ્રયાસ : MLA શૈલેષ પરમાર
  5. સોનલબેનનાં નેતૃત્વમાં કોંગ્રેસ મજબૂત થાય તે માટે કામ કરીશું : હિંમતસિંહ પટેલ

Gujarat Congress : રાજ્યમાં કોંગ્રેસનાં શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂક બાદ કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવવામાં આવી છે, જેમાં નવ નિયુક્ત અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ (Sonalben Patel), દાણીલીમડાનાં ધારાસભ્ય શૈલેષ પરમાર (Shailesh Parmar) અને કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ હિંમતસિંહ પટેલે પ્રતિક્રિયા આપી છે. સોનલબેને કહ્યું કે, રાજનીતિમાં મહિલાઓની ભાગીદારી વધારવા પ્રયત્ન કરીશ. શૈલેષ પરમારે કહ્યું કે, AICC નિરીક્ષકોને જિલ્લા પ્રમુખોની જવાબદારી સોંપાઈ હતી. 26 ની નવા પ્રમુખ તરીકે નિમણૂક જ્યારે 14 પ્રમુખને રિપીટ કરાયા છે. જ્યારે, હિંમતસિંહ પટેલે કહ્યું કે, સોનલબેનનાં નેતૃત્વમાં કોંગ્રેસ મજબૂત થાય તેના માટે કામ કરીશું.

આ પણ વાંચો - Gandhinagar : ગુજરાત કોંગ્રેસે જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની કરી જાહેરાત, અમદાવાદના શહેર પ્રમુખ તરીકે મહિલાને આપ્યું સ્થાન

રાજનીતિમાં મહિલાઓની ભાગીદારી વધારવા પ્રયત્ન કરીશ : સોનલબેન પટેલ

રાજ્યમાં કોંગ્રેસનાં શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂક (Gujarat Congress) અંગે નામોની જાહેરાત કરવામાં આવી છે. જે બાદ આજે કોંગ્રેસ દ્વારા મીડિયાને સંબોધિત કરવામાં આવ્યું. દરમિયાન, નવ નિયુક્ત અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલે (Sonalben Patel) કહ્યું કે, મેડિકલ સહિતનાં ક્ષેત્રમાં મહિલાઓનો દબદબો વધ્યો છે. રાજનીતિમાં પણ મહિલાઓની ભાગીદારી વધે તેવા પ્રયત્ન કરીશ. અમદાવાદ શહેર કોંગ્રેસનાં સંગઠનને વધુ મજબૂત કરીશું. જ્યારે, દાણીલીમડાનાં ધારાસભ્ય શૈલેષભાઈ પરમારે (Shailesh Parmar) કહ્યું કે, AICC નિરીક્ષકોને જિલ્લા પ્રમુખોની જવાબદારી સોંપાઈ હતી. પાયલટ પ્રોજેક્ટની ગુજરાતથી અમલવારી શરૂ થઈ છે. જે હેઠળ શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂક અંગે પ્રભારીઓએ કાર્યકરો-આગેવાનો સાથે મુલાકાત કરી હતી.

આ પણ વાંચો - Kheda : ગળતેશ્વર તાલુકામાં ગ્રા.પં. ની ચૂંટણી વચ્ચે બંની એવી ઘટના, આખું ગામ ચિંતામાં મુકાયું!

નવ

26 ની નવા પ્રમુખ તરીકે નિમણૂક જ્યારે 14 પ્રમુખને રિપીટ કરાયા : MLA શૈલેષ પરમાર

તેમણે વધુમાં કહ્યું કે, પારદર્શી પ્રક્રિયા કરી ગઈકાલ રાત્રે નામોની જાહેરાત કરાઈ હતી. SC, ST, OBC, મહિલા સહિતનાં તમામને સમાવવાનો પ્રયાસ કરાયો છે. 26 ની નવા પ્રમુખ તરીકે નિમણૂક જ્યારે 14 પ્રમુખને રિપીટ કરાયા છે. પૂર્વ સાંસદ, 10 પૂર્વ ધારાસભ્ય, AICC નાં ડેલિકેટ્સને પ્રમુખની જવાબદારી સોંપી છે. નડિયાદ, પોરબંદર, ભરૂચ, જૂનાગઢ (Junagadh) જિલ્લા પ્રમુખોના નામ જાહેર થવાના હાલ બાકી છે. બીજી તરફ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ હિંમતસિંહ પટેલે (Himmatsinh Patel) જણાવ્યું કે, સંગઠન સર્જન અભિયાનની શરૂઆત બાદ વિવિધ જવાબદારી સોંપાઈ હતી. મહિલાઓને શહેર-જિલ્લાના પ્રમુખ બનાવવા કહેવાયું હતું. ત્યાર બાદ અમદાવાદ શહેર પ્રમુખ તરીકે મહિલાની પસંદગી કરાઈ. અમારી જૂની ટીમમાંથી ધારાસભ્યો અને સંસદસભ્યો બન્યા. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે મને જવાબદારી આપી હતી. આંદોલન, ધરણા માટે પાર્ટીનાં આદેશ બાદ કામગીરી કરી. સોનલબેનનાં નેતૃત્વમાં કોંગ્રેસ મજબૂત થાય તે માટે કામ કરીશું.

આ પણ વાંચો - VADODARA : ધનિયાવી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહિલા ઉમેદવારે હોબાળો મચાવ્યો

Tags :
AICCGujarat CongressGujarat Congress City and District PresidentsGUJARAT FIRST NEWSGujarat PoliticsHimmatsinh PatelMLA Shailesh ParmarSonalben PatelTop Gujarati News
Next Article