"તારા જેવા ફૂદાનું ચણુંય નહીં આવે" Jignesh Mevani અને Kirit Patel વચ્ચે ઉગ્ર વાકયુદ્ધ કેમ?
- Jignesh Mevani VS Kirit Patel: કોંગ્રેસમાં મોટું કમઠાણ
- ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના ધારાસભ્ય કિરીટ પટેલ પર પ્રહાર
- કોઈના મનમાં ફાંકો હોય તો કાઢી નાંખેઃ જીજ્ઞેશ મેવાણી
- જીજ્ઞેશ મેવાણીએ કહ્યું, તારા જેવા ફૂદાનું ચણુંય નહીં આવે
Jignesh Mevani VS Kirit Patel:ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી આંતરિક જૂથબંધી (Factionalism) હવે સપાટી પર આવી ગઈ છે. પાટણમાં આયોજિત વીર મેઘમાયા સાતમની ભવ્ય રેલી બાદ વડગામના ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણી (MLA Jignesh Mevani) એ પોતાની જ પાર્ટીના પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ (MLA Kirit Patel) પર આકરા પ્રહાર કર્યા હતા. જીજ્ઞેશભાઈ મેવાણીએ જાહેર મંચ પરથી આક્રમક તેવર બતાવતા કહ્યું કે, "કોઈના મનમાં જો કોઈ ફાંકો (Delusion) હોય કે હિતેન્દ્ર પીઠડિયા (Hitendra Pithdiya) ને પાટણ (Patan) ની ધરતી પરથી મારીશું તો તે ફાંકા કાઢી નાખે, તારા જેવા ફૂદાનું ચણુંય નહીં આવે." આ નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને કોંગ્રેસમાં મોટું કમઠાણ સર્જાયું છે.
Jignesh Mevani VS Kirit Patel: SC મોરચાના પ્રમુખની વરણીથી નારાજગી
આ વિવાદના મૂળમાં અનુસૂચિત જાતિ (SC) મોરચાના પ્રમુખની નિમણૂક રહેલી છે. કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા જયાબેન શાહ (Jayaben Shah) ને ફરીથી પ્રમુખ (President) બનાવવામાં આવતા કિરીટભાઈ પટેલ નારાજ થયા છે. કિરીટ પટેલે અગાઉ હિતેન્દ્ર પીઠડિયા અંગે કેટલીક વિવાદાસ્પદ ટિપ્પણીઓ (Comments) કરી હતી, જેના જવાબમાં હવે જીજ્ઞેશભાઈ મેવાણી મેદાનમાં ઉતર્યા છે. જીજ્ઞેશભાઈ મેવાણીએ દલિત સમાજના અધિકારો અને સન્માનની વાત કરતા કિરીટભાઈ પટેલને આડકતરી રીતે શિખામણ આપી છે કે પક્ષમાં કોઈની પણ મનમાની ચલાવી લેવામાં આવશે નહીં.
Jignesh Mevani statement against Kirit Patel
ગુજરાત કોંગ્રેસમાં મોટું કમઠાણ, હવે ધારાસભ્ય સામસામે!
કોઈના મનમાં ફાંકો હોય તો કાઢી નાંખેઃ જીજ્ઞેશ મેવાણી
જીજ્ઞેશ મેવાણીએ કહ્યું તારા જેવું ચણાનું ફુદુએ નહીં આવે
પાટણમાં વીર મેઘમાયા સાતમની રેલી બાદ નિવેદન આપ્યું@jigneshmevani80… pic.twitter.com/A1cDD7cAPL— Gujarat First (@GujaratFirst) January 25, 2026
Jignesh Mevani VS Kirit Patel: 'અમે ફુદા ઉડાડીશું તો શાંતિ જોખમાશે'
હાલમાં કોંગ્રેસ (Congress) પક્ષનો આંતરિક ડખ્ખો હવે એક સામાજિક લડાઈમાં પરિવર્તિત થઈ રહ્યો છે. ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણી (Jignesh Mevani) દ્વારા કરવામાં આવેલા 'ફુદા' અંગેના નિવેદનથી મામલો વધુ બિચક્યો છે. જીજ્ઞેશભાઈ મેવાણીના આ નિવેદન સામે પાટીદાર (Patidar) અગ્રણીઓએ ખુલ્લેઆમ ચીમકી આપી છે. પાટીદાર નેતા વરૂણભાઈ પટેલે (Varun Patel) સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે પાર્ટી ગમે તે હોય, કિરીટભાઈ અમારા સામાજિક સાથી છે અને જો અમે 'ફુદા' ઉડાડીશું તો તે શાંતિ માટે જોખમી સાબિત થશે. બીજી તરફ, દિનેશભાઈ બાંભણિયાએ (Dinesh Bambhaniya) પણ જીગ્નેશભાઈ મેવાણીને અહમમાં મર્યાદા ન ભૂલવાની સલાહ આપતા કહ્યું કે માત્ર અસ્તિત્વ માટે લડાઈ કરતો નેતા ક્યારેય સફળ થતો નથી. આમ, કોંગ્રેસનું આ 'કમઠાણ' હવે રાજકીય મર્યાદા ઓળંગીને સામાજિક સંઘર્ષ તરફ વળી રહ્યું હોય તેવું જણાય છે.
કોંગ્રેસનો આંતરિક ડખ્ખો હવે સામાજિક લડાઈનો બન્યો મુદ્દો
જીજ્ઞેશ મેવાણીના નિવેદન મુદ્દે પાટીદાર અગ્રણીઓની ચીમકી
અમે ફુદા ઉડાડીશું તો શાંતિ માટે જોખમી થશેઃ વરૂણ પટેલ
દિનેશ બાંભણિયાએ મેવાણીને કહ્યું અહમમાં મર્યાદા ના ભૂલશો
અસ્તિત્વ માટે લડાઈ કરતો નેતા સફળ નહીં થાયઃ બાંભણિયા… pic.twitter.com/NpmYlAowgO— Gujarat First (@GujaratFirst) January 25, 2026
Jignesh Mevani VS Kirit Patel: અગાઉ હિતેન્દ્ર પીઠડિયા સામે રોષ ઠાલવ્યો હતો!
આ સમગ્ર મામલે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે પોતાની નારાજગી વ્યક્ત કરતા પ્રદેશ નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સ્વીકાર્યું હતું કે પાટણ કોંગ્રેસમાં ભયંકર આંતરિક જૂથવાદ ચાલી રહ્યો છે. તેમણે જણાવ્યું કે, "ચૂંટાયેલા ધારાસભ્યોને વિશ્વાસમાં લેવામાં આવતા નથી. જો કાર્યકરો અને ધારાસભ્યોની રજૂઆતો પ્રદેશ કક્ષાએ સાંભળવામાં ન આવતી હોય, તો પદ પર રહેવાનો કોઈ અર્થ નથી. કિરીટભાઈ પટેલનો સૌથી વધુ આક્રોશ ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખ હિતેન્દ્ર પીઠડિયા (Hitendra Pithadia) સામે જોવા મળ્યો હતો. ધારાસભ્યએ નિવેદન આપતા કહ્યું હતું કે, "જો હિતેન્દ્ર પીઠડીયા પાટણમાં પગ મુકશે તો તેમનો સખત વિરોધ કરવામાં આવશે. તેમને જૂતાના હાર પહેરાવી મેથીપાક ચખાડાશે.
રાજીનામાની ચીમકી ઉચ્ચારી હતી
ધારાસભ્ય કિરીટભાઈ પટેલ માત્ર નારાજ નથી, પરંતુ તેમણે અગાઉ વિધાનસભાના દંડક (Whip) પદેથી રાજીનામું (Resignation) આપવાની ચીમકી પણ ઉચ્ચારી છે. પક્ષના આંતરિક માળખામાં પોતાની અવગણના થતી હોવાનો તેમનો આરોપ છે. બીજી તરફ, ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીના આક્રમક વલણને કારણે પક્ષના અન્ય નેતાઓ મૂંઝવણમાં મુકાયા છે. જ્યારે પણ ચૂંટણી નજીક આવતી હોય છે, ત્યારે કોંગ્રેસમાં આ પ્રકારે ધારાસભ્યો સામસામે (Face-to-face) આવી જવાથી પક્ષની છબી (Image) ખરડાય છે. હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ નેતૃત્વ આ વિવાદને કેવી રીતે થાળે પાડે છે.
આ પણ વાંચોઃ Patan Politics: '...જૂતાનો હાર પહેરાવી મેથીપાક ચખાડાશે', MLA કિરીટ પટેલ કેમ રોષે ભરાયા?


